ફક્ત એક વાર પ્રીમિયમ ભરો અને રૂ. ૨ લાખનો વીમો મેળવો

ફક્ત એક વાર પ્રીમિયમ ભરો અને રૂ. ૨ લાખનો વીમો મેળવો

હવે બેંક તમને આપશે રૂપિયા ૨ લાખ સુધીનું વીમા કવરેજ અને એ પણ ફક્ત એક જ વાર પ્રીમિયમ ભરવાથી. સરકારની એવી ઘણી વીમા પોલિસી હોય છે જેના વીશે સામાન્ય જનતાને જાણ હોતી નથી અને તેઓ સરકારની આવી ફાયદાકારક યોજનાઓનો લાભ ચૂકી જાય છે. વીમાની વાત કરીએ તો કોઈ પણ વીમો લઈએ એટલે આપણે દર મહીને કે પછી નિશ્ચિત સમયાવધિએ એ વીમાનું પ્રીમિયમ ભરવું પડતું હોય છે. એમાં પણ કુલ ત્રણ પ્રીમિયમ ન ભરેલા હોય તો વીમાધારકને એ વીમા પોલિસિનો લાભ જતો કરવો પડતો હોય છે. એક નિશ્ચિત સમયગાળે અચૂક પ્રીમિયમ ન ભરનારને ક્યારેક પોતાનો વીમો ચાલુ રાખવા માટે કેટલોક દંડ પણ ભરવો પડતો હોય છે.

આજે આપણે એક એવી વીમા પોલિસીની વાત કરીશું જેમાં તમારે ફક્ત એક જ વાર પ્રિમીયમ ભરવાનું રહેશે અને અનૈચ્છિક ઘટના જેવી કે વ્યક્તિનું મૃત્યુ કે અકસ્માતમાં વિકલાંગતાનો ભોગ બનનાર વીમાધારકના પરિવાર કે વારસદારને બેંક પાસેથી રૂપિયા ૨ લાખનું વળતર આપવામાં આવશે. સરકારની આ યોજના છે, સુરક્ષા બંધન યોજના.

સુરક્ષા બંધન યોજના વીમા પોલિસી

• આ પોલિસી અનુસાર કોઈ પણ વીમા ધારકને મૃત્યુ કે પછી અકસ્માતમાં વિકલાંગતા મેળવ્યા બાદ વીમા ધારકના પરિવાર કે પછી તેના વારસદારોને રૂપિયા ૨ લાખનું સુરક્ષા કવરેજ આપવામાં આવે છે. આ યોજના એવા લોકોને મદદરૂપ થાય છે કે જેઓ મોઘાંડાટ વીમાઓનું પ્રીમિયામ ભરી શક્તા નથી.

• ૧૮ વર્ષ થી ૭૦ વર્ષની ઉંમરનો કોઈપણ વ્યક્તિ આ વીમા પોલિસીમાં જોડાઈને તેનો લાભ લઈ શકે છે.

• પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાયેલાં તથા તેમાં જોડાવાની યોગ્યતા ધરાવતી કોઈપણ વ્યક્તિ આ યોજનામાં જોડાઈને તેનો લાભ મેળવી શકે છે.

વીમા પોલિસીના ફાયદાઓ

• આ યોજના અંતર્ગત ત્રણ વીમા પોલિસીનું જોડાણ કરવામાં આવ્યું છે. આમ, આ યોજનાની ભાગીદાર વ્યક્તિ ત્રણે વીમા પોલિસીમાં મળતા તમામ લાભ મેળવી શકે છે.

• સુરક્ષા ડિપોઝીટ યોજના:- આ યોજના પ્રમાણે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના સતત કવરેજ માટે વ્યક્તિએ ફક્ત એક જ વખત ભેટ સ્વરૂપે રૂ. ૨૦૧/- ની રકમ રોકડ અથવા ચેક સ્વરૂપે બેંકમાં જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ વ્યક્તિ આ યોજનાની લાભાર્થી બની જશે.

• જીવન સુરક્ષા ડિપોઝીટ યોજના:- આ યોજના અંતર્ગત વ્યક્તિ બે વીમા પોલિસીનો લાભાર્થી ગણાશે. આ યોજના પ્રમાણે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સતત કવરેજ માટે વ્યક્તિએ ફક્ત એક જ વખત ભેટ સ્વરૂપે રૂ. ૫૦૦૧/- ની રકમ રોકડ અથવા ચેક સ્વરૂપે બેંકમાં જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ વ્યક્તિ આ યોજનાની લાભાર્થી બની જશે.

• જીવન સુરક્ષા ગીફ્ટ યોજના:- આ યોજના અંતર્ગત કોઈ બીજી વ્યક્તિ પોતાના નામનો ડીમાન્ડ ડ્રાફ્ટ આપી જે તે વ્યક્તિને વીમા પોલિસી ગીફ્ટ સ્વરૂપે આપી શકે છે. આ યોજના પ્રમાણે પ્રધાનમંત્રી સુરક્ષા બંધન યોજનાના સતત કવરેજ માટે વ્યક્તિએ ફક્ત એક જ વખત જે વ્યક્તિ વીમા પ્રીમિયમ ગીફ્ટ આપવા ઈચ્છતું હોય તેના નામનો રૂ. ૩૫૧નો ચેક અથવા ડીમાન્ડ ડ્રાફ્ટ ખરીદીને આપી શકાશે.

આ પોલિસીનો લાભ કઈ રીતે મેળવી શકાશે

આ પોલિસીનો લાભ મેળવવા ઈચ્છતી કોઈપણ વ્યક્તિ પોતાની નજીકની બેંકનો સંપર્ક કરીને આ યોજનાનો લાભ સરળતાથી મેળવી શકે છે. ત્યારબાદ કોઈ પણ અનૈચ્છિક ઘટના જેવી કે વ્યક્તિનું મૃત્યુ અથવા અકસ્માતના કિસ્સામાં વિકલાંગતાનો ભોગ બનનાર વ્યક્તિના પરિવારજનો અથવા વારસદારોને રૂ. ૨ લાખનું વીમા સુરક્ષા કવરેજ પ્રદાન કરવામાં આવશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *