આપણી આજુબાજુ દરેક ઘરમાં સામાન્ય રીતે બાઈક કે ફોરવીલ ને પાર કરવા માટે પાર્કિંગ હોય છે. અને ત્યાં ફોરવીલ અને બાઇક પાર્ક કરવામાં આવે છે. અને શહેરમાં લોકો જ્યારે ઘર બનાવે ત્યારે નીચે પાર્કિંગ બનાવે છે. જેના કારણે ત્યાં આપણા વાહનો પાર્ક થઈ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા અનોખા ગામ વિશે જણાવવાના છીએ કે જેના ઘરમાં કોઈ સ્કૂટર કે ગાડી કે કાર માટે પાર્કિંગ નથી પરંતુ ઘરની બહાર વિમાન નું પાર્કિંગ છે. તો ચાલો જાણીએ આ અનોખા ગામ વિશે.
આ અનોખું ગામ અમેરિકા માં આવેલું છે. તેમાં ૬૧૦ જેટલા વિમાન પાર્ક કરવા માટે પાર્કિંગ આવેલા છે. તાજેતરમાં જ એક એરપોર્ટ કોલોની સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ છે. તેમાં એક એવી વસાહત છે કે, જ્યાં ઘરની બહાર કોઈ સ્કૂટર કે કાર પાર્ક કરવામાં આવતી નથી પરંતુ વિમાન પાર્ક કરવામાં આવ્યા છે. આ વાત સાંભળીને દરેકને ખુબ જ અચરજ થાય એ સ્વાભાવિક છે.
એરપોર્ટ માટે એક ખૂબ જ વિશેષ કારણ છે કે, જ્યારે જાપાનના હિરોશિમા અને નાગાસાકીમાં યુદ્ધ થયું હતું ત્યારે અમેરિકાના વિમાનથી અણુ બોમ્બ ફેંકીને ચારેબાજુ તબાહી ફેલાવી હતી. ત્યારે અમેરિકામાં ઘણા બધા પાઈલોટ હતા.
જ્યારે બીજું વિશ્વ યુદ્ધ થયું હતું. ત્યારે અમેરિકામાં પાઈલોટની સંખ્યા ૪ હજાર કરતા પણ વધારે જોવા મળી હતી અને આવી સ્થિતિમાં તરત જ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું હતું. અને ઘણા બધા એવા વિમાનનો સાવ નકામાં થઇ ગયા હતા.
ત્યાર બાદ અમેરિકાના સિવિલ એડમિનિસ્ટ્રેશન દ્વારા રહેણાંકમાં સ્થાપન કરવામાં આવી હતી અને ત્યાં જે ખાલી વિમાન પડયા હતા ત્યાં એડ્સ ના નિવૃત લશ્કરી પાઈલોટ ત્યાં રહેવા લાગ્યા. આ કોલોની લંબાઈ અને પહોળાઈ વિમાનને આધારે રાખવામાં આવી છે. એટલે કે, જ્યારે વિમાન ઉડવામાં આવે ત્યારે એકબીજા સાથે ક્યારેય ટકરાઈ નહિ અને આ વિસ્તારને ફ્લાઈન સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ખૂબ જ અનોખી વસાહત છે, જે જોઈને દરેક લોકો સ્તબ્ધ થઈ જાય છે.
આ વિસ્તારમાં દરેક ઘરે ઘરે વિમાનપાર્ક કરેલો જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ આવેતો તે ખૂબ જ આશ્ચર્ય પામી જાય છે. અને આ વિસ્તારમાં મોટા ભાગે પાઈલોટ જ રહે છે. નિવૃત્ત થયા હોય તેની એક અલગ કોલીની કરવામાં આવી છે અને આ વિસ્તારના રસ્તાઓ ખૂબ જ પહોળા છે એટલે સરળતાથી ઉડી શકે.