એડી ફાટવાનો મતલબ છે શરીરમાં છે આ ત્રણ વિટામિનની ઊણપ જાણો તેનો ઈલાજ

જો તમે આખા વર્ષ દરમ્યાન તમારી ફાટેલી પગની એડી થી પરેશાન છો, તો તમારા શરીરમાં વિટામિન ઇ, વિટામિન સી અને વિટામિન બી -3 ની ઉણપ હોઈ શકે છે. આ સિવાય હોર્મોનલ અસંતુલનને લીધે પણ ક્રેકડ હીલ્સની સમસ્યા થઈ શકે છે. ઘરે આ પ્રકાર કરો ફાટેલી એડી નો ઈલાજ.
ઘણી વખત પગની ફાટેલી એડી તમારી સુંદરતાને ઓછી કરે છે ઘણા લોકો આ સમસ્યા માત્ર શિયાળાની ઋતુમાં થતી હોય છે પરંતુ ઘણા લોકોને પુરા વર્ષમાં પગની એડી ફાટવાની સમસ્યા રહે છે શું તમે જાણો છો કે આવું કેમ થાય છે ઘણી વખત ગંદકી અને આપણા ખરાબ સ્કિન કેર રૂટીન ના લીધે પગ ની એડી ફાટી જાય છે ઘણાં લોકોની સ્કિન ખૂબ જ ડ્રાય હોય છે જેના લીધે પગ ની એડી ફાટી જવાની સમસ્યા થઈ જાય છે બધાં તો તે સિવાય પણ તેનું બીજું કારણ છે વિટામિનની ઊણપ અને હોર્મોનલ ઇનબેલેન્સ તમારા શરીરમાં અમુક વિટામિનની ઊણપ થઈ શકે છે જેનાથી પૂરો વર્ષ તમારા પગની એડી ફાટવાની સમસ્યા રહે છે જાણો કઇ રીતે.
કયા વિટામીનની ઉણપથી પગની એડી ફાટે છે
ડોક્ટરનું કહેવું છે કે જ્યારે આપણી ત્વચા ખૂબ જ સુકાઈ જાય છે ત્યારે આપણી સ્કિન ઉપર પરત બની જાય છે જે ખૂબ જ ઊંડી તિરાડો ઉત્પન્ન કરે છે જે સ્કિન ઉપર ઊંડી તિરાડોને ફેલાવી શકે છે તેના પાછળ શરીરમાં અમુક વિટામિનની ઊણપ પણ હોઈ શકે છે.
1 વિટામીન B3
2 વિટામિન E
3 વિટામીન C
શરીરમાં વિટામિન સી અને વિટામિન બી-3 ની ઊણપ થાય છે ત્યારે ત્વચા ફાટવા લાગે છે અને વિટામિન E ની ઊણપથી સ્કિનમાં તિરાડો પડી જાય છે સારી ત્વચા માટે વિટામીન ખૂબ જ જરૂરી છે તેનાથી કોલેજન નો ઉત્પાદન વધે છે અને સ્કિન ને પ્રોટેક્શન મળે છે ઘણી વખત સ્કિન ડ્રાય ખનીજ ઝીંક અને ઓમેગા-૩ ફેટી એસિડની ઊણપ થી પણ આ થઈ શકે છે.
હોર્મોન અસંતુલન થી પણ પગની એડી ફાટે છે
ઘણી વખત લોકોમાં હોર્મોનનો ડીસબેલેન્સ થાય છે તેનાથી પણ થાઇરોઇડ અને એસ્ટ્રોજન જેવા હોર્મોન્સના અસંતુલન થી પણ પગની એડી ફાટવા લાગે છે વધારે ગંભીર હોય ત્યારે પગની એડીમાં તિરાડો થઈ શકે છે અને લોહી પણ આવી શકે છે.
ફાટેલી એડીઓ નો ઈલાજ
1.જો તમારા પગની એડી ગંદકીના લીધે ફાટી હોય તો તેને ઘસવાથી ગંદકી નીકળી ગયા પછી સારી થઈ શકે છે.
2.તમે કોઈપણ હીલ બામ નો ઉપયોગ કરી શકો છો જે મોઇસ્ચરાઇઝ અને એક્સફોલાયટ થી બનેલો હોય.
3.પગની 20 મિનિટમાં થી હળવા ગરમ પાણીમાં પલાળી રાખો ત્યારબાદ પ્યુમિક સ્ટોનથી એડી સાફ કરો.
4.ભોજનમાં ઝિંકનું સેવન કરો તેનાથી સ્વસ્થ ત્વચા રાખવામાં મદદ મળે છે.
5.વિટામિન ઈ કોશિકાઓને નુકસાન પહોંચાડતી પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે તેથી ભોજન નટ્સ અને સિડ્સ નો ઉપયોગ કરો.
6.ડ્રાયનેસ ઓછી કરવા માટે વિટામિન સીનું સેવન કરો તેનાથી એસ્કોર્બિક એસિડ ટ્રાન્સ એપિર્ડમલ પાણી ના નુકસાન પર અસર કરે છે 7.ભોજનમાં ખાટા ફળ નો ઉપયોગ કરો.