ઇગલ ટ્રાવેલ્સના સંચાલકની ધરપકડ થતા ટ્રાવેલ્સ ઉદ્યોગમાં ફફડાટ, ઈગલ ટ્રાવેલ્સ ના પાર્કિંગ માં ગેરકાયદેસર બાયોડીઝલ પંપ ઝળપાયો

અમદાવાદ અને આસપાસના આવેલા વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલ વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. SG હાઇવે પર આવેલા ઇગલ કનેક્ટ નોવેક્સ ટ્રાવેલ્સના પાર્કિગમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર બાયોડીઝલ પંપ ઝડપી પાડ્યો છે. ટ્રાવેલ્સના સંચાલક જ્યેન્દ્ર બુવરિયા અને અન્ય શખ્સે પાર્કિગમાં જ લોખંડની કેબિન બનાવી તેમાં બાયોડીઝલનો પંપ ઉભો કરી દીધો હતો. પાર્કિગમાંથી જ બસમાં આ બાયોડીઝલ ભરવામાં આવતું હતું. ક્રાઈમ બ્રાન્ચે ઇગલ ટ્રાવેલ્સના સંચાલક જ્યેન્દ્ર ઉર્ફે જલુભાઇ બાવરિયા સહિત બે વ્યક્તિની ધરપકડ કરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર પી બી દેસાઇના સ્ટાફને બાતમી મળી હતી કે એસ જી હાઇવે પર આવેલી ઇગલ નોવેક્સ કનેક્ટ ટ્રાવેલ્સની ઓફિસ પાસે લોખંડની કેબિન બનાવીને ત્યાં ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સરખેજ ગાંધીનગર હાઇવે પર નિરવાના પાર્ટીપ્લોટ પાસે આવેલા ઇગલ કનેક્ટ નોવેક્સ ટ્રાવેલ્સના પાર્કિગમાં ગેરકાયદેસર બાયોડીઝલનો પંપ ઉભો કરવામાં આવ્યો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તાત્કાલિક ટ્રાવેલ્સના પાર્કિગમાં પહોંચ્યા હતા. જ્યાં એક ચાર પૈડાંવાળું લોખંડનું કેબિન બનાવેલું હતું જેમાં તપાસ કરતા એક પ્લાસ્ટિકનો મોટો ટાંકો હતો અને પતરાના બોક્ષવાળી ઇલેક્ટ્રિક મોટર અને નોઝલ મળી આવ્યા હતા. ટાંકામાં બાયોડીઝલ ભરેલું હતું. આ બાબતે ત્યાં હાજર શખ્સનું નામ પૂછતાં તેનું નામ અનિલ ચૌહાણ (રહે. શિવધારા ફ્લેટ, થલતેજ)હોવાનું જણાવ્યું હતું. તેની પૂછપરછ કરતા પોતે આ બાયોડીઝલ સંગ્રહ કરવાનું અને ટ્રાવેલ્સમાં બાયોડીઝલ ભરવાનું કામ કરે છે.