ધ્વજારોહણ માટે સોમનાથ મંદિરને નરેશ પટેલે આપી એવી ભેટ કે સીડીનો ઉપયોગ નહીં કરવો પડે

નરેશ પટેલ દ્વારા અપાઈ ભેટ સોમનાથ મંદિર ના ધ્વજારોહણ માટે સીડી નોનુપ્યોગ નહીં કરવો પડે હવે. આધુનિક ઓટોમેટિક સિસ્ટમથી ધ્વજારોહણના દર્શન કરી શકાશે. આ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા 150 ફૂટની ઉંચાઈ સુધી ધ્વજારોહણ કરી શકાય છે. આ પ્રકારની ઓટોમેટિક સિસ્ટમ ખોડલ ધામ ખાતે પણ છે.
દેશના 12 જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના શિખર પર ઓટોમેટિક ધ્વજારોહણ થઈ શકે તે પ્રકારની સિસ્ટમની શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ દ્વારા ભેટ આપવામાં આવી છે. આ ઓટોમેટિક સિસ્ટમ થકી આજે સૌપ્રથમ ધ્વજારોહણ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સોમનાથ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. નરેશ પટેલ દ્વારા સોમનાથ મંદિરને ધ્વજારોહણ માટે ઓટોમેટિક સિસ્ટમની ભેટ ધરતા હવેથી સીડીનો ઉપયોગ નહીં કરવો પડે અને ભક્તો નીચે ઉભા રહીને જ ધ્વજારોહણના દર્શન કરી શકશે.
ઘણા રાજ્યમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજે 26 જુલાઈના રોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન અને શિવ ભક્ત એવા નરેશ પટેલે સોમનાથ મંદિર ટ્રસ્ટને ધ્વજારોહણ માટેની ઓટોમેટિક સિસ્ટમ ભેટ ધરી છે.
આજે આ ઓટોમેટિક સિસ્ટમ મારફતે પ્રથમ ધ્વજારોહણ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. નરેશ પટેલે પરિવાર સાથે સોમનાથ દાદાના ચરણોમાં માથું ટેકવીને, ધ્વજાજીની પૂજન વિધિ કર્યા બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું.
મહત્ત્વનું છે કે, સોમનાથ મંદિરે અલગ અલગ ભક્તો દ્વારા દરરોજ ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે. અત્યાર સુધી સોમનાથ મંદિરે ધ્વજા ચડાવવા માટે સીડી મારફતે ઉપર જવું પડતું હતું. પરંતુ આ ઓટોમેટિક સિસ્ટમની સેવા શરૂ થવાથી ઉપર જવું નહીં પડે. નીચે ઉભા રહીને જ આ આધુનિક ઓટોમેટિક સિસ્ટમથી ધ્વજારોહણના દર્શન કરી શકાશે. આ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા 150 ફૂટની ઉંચાઈ સુધી ધ્વજારોહણ કરી શકાય છે. આ પ્રકારની ઓટોમેટિક સિસ્ટમ શ્રી ખોડલધામ મંદિર ખાતે પણ કાર્યરત છે.
સોમનાથ દાદાને પર્ત્યે ની આસ્થા નરેશ પટેલે દર્શાવી અને આ અમૂલ્ય ભેટ આપી.