અફઘાનિસ્તાનની કમાન હવે તાલિબાનના હાથમાં આવી જતાં ત્યાં હાજર વિશાળ ખનિજ ભંડાર પણ હવે ખતરામાં છે. અફઘાનિસ્તાન દુનિયાના સૌથી ગરીબ દેશોમાં સામેલ છે. પણ 2010માં અમેરિકન એક્સપર્ટે ખુલાસો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં લગભગ 1 લાખ કરોડ ડોલરનો ખનિજ ભંડાર છે. તેનાથી અફઘાનની ઈકોનોમીમાં ધડમૂળથી બદલાવ આવી શકે છે.
અફઘાનમાં અનેક સ્થાનો પર લોખંડ, તાંબુ અને સોનાનો ભંડાર છે. સાથે જ દુર્લભ ખનિજ છે. અફઘાનમાં લિથિયમનો સૌથી મોટો ભંડાર હોવાની સંભાવના છે. તે રિચાર્જેબલ બેટરી બનાવવા કામ આવે છે. જેનો ઉપયોગ મોબાઈલ ફોન, લેપટોપ અને ઈલેક્ટ્રિક કાર્સમાં થાય છે. સાથે જ ક્લાઈમેન્ટ ચેન્જની સમસ્યાથી નિપટવા માટે અન્ય ટેક્નોલોજીમાં પણ તેનો ઉપયોગ થાય છે.
ચીન અને પાકિસ્તાનની નજર પણ આ આ ભંડાર પર છે. દુનિયાભરમાં લિથિયમ અને કોબાલ્ટ જેવી ધાતુઓની માગમાં વધારો થયો છે. પણ હવે તાલિબાન રાજમાં આ ભંડાર પર કોણ કબ્જો જમાવે છે તેની નજર સમગ્ર દુનિયા પર છે. અફઘાનમાં અપૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આ ખજાનો હજુ સુધી બહાર કાઢવામાં આવ્યો નથી. હવે જોવાનું રહ્યું કે તાલિબાન આ ભંડાર પર કબ્જો જમાવે છે કે કેમ. અને આ ભંડારને કારણે દુનિયાભરમાં ઈલેક્ટ્રિક બેટરી અને મોબાઈલ સસ્તા થવાની સંભાવના છે