દુનિયાના એકમાત્ર એવા મંદિર વિશે જાણો જ્યાં ગણેશજી હાથી માં નહીં પણ માનવ ચહેરા માં છે.

ભારતમાં એક મંદિર એવું છે જ્યાં ગણપતિની પ્રતિમા નર રૂપે સ્થાપિત કરવામાં આવી છે આ મંદિરમાં દર્શન કરવા માટે ભકતો દૂરદૂરથી આવે છે. સામાન્ય રીતે આપણે ગણેશજીના સ્વરૂપ ને જોયો છે અને દરેક મંદિરોમાં ગણેશજીના સ્વરૂપ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે પરંતુ ભારતમાં આવેલું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ગણેશજીની પ્રતિમા નર સ્વરૂપે સ્થાપિત કરવામાં આવી છે તો ચાલો જાણીએ આ મંદિર વિશે.
તમિલનાડુના કુટનૂરથી લગભગ બે કિલોમીટરના અંતરે તિલતપર્ણ પુરીમાં આદિ વિનાયકનું મંદિર છે જ્યાં ગણપતિ નર રૂપે બિરાજમાન છે. આ અનોખી પ્રતિમાના દર્શન કરવા ભક્તોની લાઈન લાગે છે. કહેવાય છે કે આ ભારતનું પહેલું મંદિર છે જ્યાં શ્રીગણેશ નર રૂપે બિરાજ્યા છે. સાથે જ આ દુનિયાનું એકમાત્ર મંદિર છે જ્યાં પાર્વતીનંદન ગજમુખાય નથી. આ મંદિર નરમુખાય તરીકે પણ ઓળખાય છે.
આ વાર્તા જાણો છો?
કહેવાય છે કે, એક વખત ભગવાન શિવે ક્રોધમાં આવીને ગણેશજીનું માથું ધડથી અલગ કરી દીધું હતું. ત્યારબાદ તેમના ધડ પર ગજરાજ (હાથી)નું માથું લગાવવામાં આવ્યું અને ત્યારથી જ દરેક ગજાનન મંદિરમાં પ્રતિમા આ સ્વરૂપે સ્થાપિત થઈ. આદિ વિનાયક મંદિરમાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિ આ ઘટના પહેલાની છે.જો કે આદિ વિનાયક મંદિરમાં નર રૂપમાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા પાછળનું કારણ ખબર ન હોવાથી લોકોમાં આ મંદિર અચરજનું કારણ બન્યું છે.
પિતૃઓની શાંતિ માટે પૂજન
આદિ વિનાયક મંદિરમાં ભગવાન રામે રાજા દશરથના મૃત્યુ બાદ તેમની આત્માની શાંતિ માટે પૂજા કરી હતી. ત્યારથી જ આ મંદિરમાં લોકો પિતૃતર્પણ માટે આવે છે. આ જ કારણે આ મંદિરને તિલતર્પણપુરી નામે ઓળખવામાં આવે છે. સામાન્ય દેખાતા આ મંદિરમાં ભક્તોની ખૂબ આસ્થા રહેલી છે. તિલતર્પણપુરી શબ્દમાં તિલતર્પણનો અર્થ પિતૃઓને સમર્પિત અને પુરીનો મતલબ શહેર. મંદિર પરિસરમાં ગણેશજીની સાથે શિવનું મંદિર પણ આવેલું છે.