સ્વસ્તિક શબ્દ સુ અને અસ્તિ આ બંન્ને શબ્દોથી મળીને બનેલો છે. સુનો અર્થ શુભ અને અસ્તિનો અર્થ થવું એટલે કે, જેનાથી શુભ કલ્યાણ થાય તે જ સ્વસ્તિક છે. હિન્દૂ ધર્મ પરંપરાઓમાં બધા જ માંગલિક કાર્ય, ધાર્મિક કાર્યા, પૂજા, ઉપાસના અથવા કોઇપણ કાર્યની શરૂઆત સ્વસ્તિકનું ચિન્હ બનાવીને કરવામાં આવે છે. સ્વસ્તિક દેવશક્તિઓ, શુભ અને મંગળ ભાવનું પ્રતીક માનવામાં આવે છે.
ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ
એવું કહેવમાં આવે છે કે…
स्वस्ति न इन्द्रो वृद्धश्रवा: स्वस्ति न: पूषा विश्ववेदा:।
स्वस्तिनस्ता रक्षो अरिष्टनेमि: स्वस्ति नो बृहस्पर्तिदधातु।।
એવું માનવામાં આવે છે કે, આ મંત્રમાં ચાર વાર આવેલા સ્વસ્તિ શબ્દના સ્વરૂપમાં ચારવાર કલ્યાણ અને શુભની કામનાથી શ્રીગણેશની સાથે ઇન્દ્ર, ગરૂડ, પૂષા અને બૃહસ્પતિનું ધ્યાન અને આહવાન કરવામાં આવે છે.
– આ મંગળ-પ્રતીકનું ગણેશની ઉપાસના, ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીની સાથે, ચોપડા પૂજનની પરંપરા વગેરેમાં વિશેષ સ્થાન ચારેય દિશાઓના અધિપતિ દેવતાઓ, અગ્નિ, ઇન્દ્ર, વરૂણ અને સોમની પૂજા હેતુ તથા સપ્તઋષિઓના આશીર્વાદને મેળવવા માટે સ્વસ્તિક બનાવવામાં આવે છે. સ્વસ્તિક ચારેય દિશાઓ અને જીવન ચક્રનું પણ પ્રતીક છે.
ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!
-ઘરના વાસ્તુને ઠીક કરવા માટે પણ સ્વસ્તિકનો પ્રયોગ કરવામાં આવે છે. સ્વસ્તિકના ચિન્હને ભાગ્યવર્ધક વસ્તુઓમાં માનવામાં આવે સ્વસ્તિકને બનાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે. ઘરમાં કોઇપણ પ્રકારના વાસ્તુદોષ થવા પર ધરના મુખ્ય દ્વારની બહારના ભાગને સાફ કરી અને ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઇએ. દરવાજાની બન્ને બાજુએ નિયમ મુજબ ચંદન અને કંકુનો સ્વસ્તિક બનાવવો. ઘણા પ્રકારના વાસ્તુદોષ આ ઉપાય કરવાથી જાતે જ દૂર થઇ જશે. આ ઉપાયને કરવાથી પૈસાની તંગી પણ દૂર થઇ શકે છે.
અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!
– સ્વસ્તિકનો આવિષ્કાર આર્યો દ્વારા કરવામાં આવ્યો છે. આજે વર્તમાન સમયમાં પણ આખા વિશ્વમાં આ સ્વસ્તિકની પરંપરા ફેલાયેલી છે. આજ સુધી સ્વસ્તિકનો દરેક ધર્મમાં અને સંસ્કૃતિમાં અલગ-અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. થોડા ધર્મ અને સમાજમાં સ્વસ્તિકને ખોટો અર્થમાં લઇને તેનો ખોટી જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો જ્યારે થોડા ધર્મમાં તેના હકારાત્મક પહેલુંને સમજવામાં આવ્યું.
– સ્વસ્તિકને ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા બીજા દેશોમાં વિવિધ સ્વરૂપોમાં જોવામાં આવે છે. જર્મની, યૂનાન, અમેરિકા, સ્કૈણ્ડિનેવિઆ, સિસલી, સ્પેન, સીરીયા, તિબ્બત, ચીન, સાઇપ્રસ અને જાપાન, ફાંન્સ, રોમ, મિસ્ત્ર, બ્રિટેન વગેરે દેશોમાં પણ સ્વસ્તિકનું પ્રચલન કોઇના કોઇ સ્વરૂપે જોવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.
– શાસ્ત્ર મુજબ સ્વસ્તિક પરબ્રહ્મ, વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ ભગવાન શ્રીગણેશનું પણ સાકાર સ્વરૂપ છે. સ્વસ્તિકનો ડાબો ભાગ ગં બીજમંત્ર હોય છે, જે ભગવાન શ્રીગણેશનું સ્થાન માનવામાં આવે છે. સ્વસ્તિકમાં જે ચાર ટપકાઓ કરવામાં આવે છે, તેમાં ગૌરી, પૃથ્વી, કૂર્મ એટલે કે કાચબો અને અનંત દેવતાઓનો વાસ માનવામાં આવે છે.
– આ રીતે વેદ પણ સ્વસ્તિક શ્રીગણેશનું સ્વરૂપ હોવાની વાત કરે છે. સ્વસ્તિક બનાવવાના ધર્મ દર્શનમાં વ્યાવહારિક નજરથી સંકેત આ જ છે કે, જે વાતાવરણમાં સંબંધો વચ્ચે પ્રેમ, પ્રસન્નતા, શ્રી, ઉત્સાહ, ઉલ્લાસ, સૌંદર્ય અને વિશ્વાસ હોય છે, ત્યાં શુભ, મંગળ અને કલ્યાણ હોય છે એટલે કે શ્રી ગણેશનો વાસ હોય છે. તેમની કૃપાથી અપાર સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.