Divyang Sadhan Sahay Yojana હેઠળ કુલ 35 પ્રકારના સાધન વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજના તથા સંગીતના સાધનો, બ્રેઇલ કીટ, ફોલ્ડીંગ સ્ટીક વગેરે આપવામાં આવે છે. આજે આપણે દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ આપવામાં આવતી ઘરઘંટી સહાય યોજના વિશે માહિતી મેળવીશું.
રાજ્યના દિવ્યાંંગ લોકો સ્વ-રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી છે. જેને ધ્યાને રાખીને નિયામક સમાજ સુરક્ષા દ્વારા ઘણી યોજના અમલી બનાવેલ છે. જેમાં Ghar Ghanti Sahay Yojana by Divyang Sadhan Sahay અગત્યની યોજના છે. આ યોજના સાધન સહાય આપવામાં આવે છે. દિવ્યાંગ સાધન સહાય તરીકે ઘરઘંટી સહાય યોજના નો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.
યોજનાનો હેતુ (Perpose)
ગુજરાત રાજ્યમાં દિવ્યાંગ લોકો પોતાના પગભર બને તે ખૂબ જરૂરી છે. જેને ધ્યાને રાખીને Director Social Defense એક યોજના અમલી બનાવેલ છે. દિવ્યાંગ નાગરિક પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે. જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે.
યોજનાની અગત્યની બાબતો
આર્ટિકલનું નામ | Ghar Ghanti Sahay Yojana by Divyang Sadhan Sahay |
મુખ્ય યોજનાનું નામ | Divyang Sadhan Sahay Yojana |
ઘરઘંટી સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે? | દિવ્યાંગ સાધન સહાય યોજના ૨૦૨૩ |
આ યોજનાના હેઠળ શું લાભ મળે? | દિવ્યાંગ નવ યુવાનો પોતાની આવડતને અનુસાર અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે. |
ઘરઘંટી સહાય યોજનામાંકેટલી રકમની સહાય મળશે? | રૂપિયા 20,000/- ની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય તરીકે આપવામાં આવે છે. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | રાજ્યના પાત્રતા ધરાવતા દિવ્યાંગ નાગરિકો |
મળવાપાત્ર સહાય | ઘરઘંટી સહાય યોજના |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
Official Website | https://esamajkalyan.gujarat.gov.in/ |
e-samaj kalyan portal પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | e-samaj kalyan portal Online Process |
આ યોજનામાં શું લાભ મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?
દિવ્યાંગ સાધન સહાય 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકે. તે માટે “ઘરઘંટી સાધન સહાય” આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 20000/- રૂપિયાની કિંમત આપવામાં આવે છે.