દિવસમાં એક વાર આ પીવાથી વારંવાર પેશાબ જવું પડતું હોય અને બળતરા થતી હોય તો તરત મટી જશે-

વારંવાર પેશાબ જવું. પેશાબમાં થતી બળતરા, પેશાબમાં લોહી પડવું, પેશાબમાં પરૂં થવું, અટકીને પેશાબ આવવો વગેરે તમામ તકલીફ ઝડપથી અને સરળતાથી મટી જશે.
- આમળાના રસમાં મધ અને હળદર નાંખીને પીવાથી પેશાબ માર્ગે અને પેશાબની બળતરા દૂર થાય છે.
- એલચી અને સુંઠ સરખે ભાગે લઈ દહીંના નીતર્યા પાણીમાં સિંઘવ મેળવીને પીવાથી પેશાબ તરત છુટે છે.
- જવ ઉકાળીને પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને પેશાબની બળતરા મટે છે.
- શેરડીનો રસ પીવાથી પેશાબ છુટથી થાય છે બળતરા મટે છે.
- ક્યારેક ડાયાબીટીસ ન હોવા છતાં વારંવાર ખુબ પેશાબ કરવા જવું પડે છે તે માટે અડદની પલાળેલી દાળને વાટીને ઘીમાં, ખાંડ નાંખીને તેનો શીરો બનાવીને સાત દિવસ ખાવાથી આરામ થાય છે. આ શીરા સાથે દહિંમાં ખાંડ નાંખી રોટલી સાથે ખાવાથી વધુ લાભદાયક બને છે.
- અડધી ચમચી અજમો અને અડધી ચમચી ગોળ મસળી મીક્ષ કરી સવાર-સાંજ લેવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો તે મટે છે.
- ક્યારેક ડાયાબીટીસ ન હોવા છતાં વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો પેટ પર ડુટીની નીચે બાજરીને તાવડી પર ગરમકરી કપડામાં બાંધી પેટ, પેઢું તથા કમર પર 10-15 મિનિટ રોજ શેક કરવાથી આરામ મળે છે.
- એલચી અને શેકેલી હીંગનું ચુર્ણ, ત્રણ રતી જેટલું ચુર્ણ ઘી અને દૂધની સાથે લેવાથી પેશાબમાં ધાતુ જતી હોય તો બંધ થાય છે.
- વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો અજમો અને તલ ભેગા કરીને ખુબ ચાવીને સવાર-સાંજ ખાવાથી આરામ મળે છે.