દિવાળી પહેલા ઘરમાંથી તુરંત બહાર ફેંકી દો આ ૭ વસ્તુઓ, નહિતર માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરશે નહીં

તૂટી ગયેલી કાચની ચીજો
જો તમે પોતાના ઘરના કોઈ ખૂણામાં તૂટી ગયેલ કાચ રાખેલ છે અથવા તો તમારી બારીમાં તૂટી ગયેલો કાચ લગાવવામાં આવેલો છે, તો તેને તુરંત ઘરમાંથી બહાર ફેંકી દેવો જોઈએ અને તેની જગ્યાએ નવો કાચ લગાવી દેવો જોઈએ. ઘરમાં તૂટેલો કાચ રાખવો અશુભ માનવામાં આવે છે.
ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન
જો તમારા ઘરમાં કોઈ ઈલેક્ટ્રીક સામાન ખરાબ પડેલો છે તો તેને ફરીથી રિપેર કરાવીને ઉપયોગમાં લેવો જોઈએ અથવા તો દિવાળી પહેલા તેને ઘરથી બહાર ફેંકવાનું ભૂલવું જોઈએ નહીં. ખરાબ પડેલ ઇલેક્ટ્રોનિક સામાન તમારા સ્વાસ્થ્ય અને સૌભાગ્ય બંને માટે અશુભ હોય છે.
ખંડિત મૂર્તિઓ
ક્યારેય ભૂલથી પણ કોઈ દેવી દેવતાની ખંડિત મૂર્તિ અથવા તસ્વીરની પૂજા કરવી જોઈએ નહીં. દુર્ભાગ્યને દૂર કરવા માટે દિવાળી પહેલા આવી તસ્વીર અને મૂર્તિઓને કોઈ પવિત્ર સ્થાનમાં જઈને દબાવી દેવી જોઈએ.
છતને રાખો ચોખ્ખી
આ દિવાળી પહેલા ઘરની છતને સાફ-સફાઈ કરી લેવી જોઈએ અને પહેલાથી પડેલા તૂટેલા ફૂટેલા ભંગાર અથવા તો ઉપયોગમાં ન આવતા સામાનને ઘરની બહાર ફેંકી દેવો જોઈએ.
બંધ પડી ગયેલી ઘડિયાળ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ તમારા ઘર પરિવારની પ્રગતિનું પ્રતિક હોય છે, તેવામાં બંધ પડી ગયેલી ઘડિયાળ નિશ્ચિત રૂપથી તમારી પ્રગતિમાં અડચણરૂપ થાય છે. એટલા માટે જો ઘરમાં ખરાબ ઘડિયાળ હોય તો તેને દિવાળી પહેલા જરૂરથી ઘરની બહાર કરી દેવી જોઈએ.
જુના બુટ ચપ્પલ
દિવાળીના તહેવાર પહેલા ઘરની સાફ-સફાઈ કરતા સમયે જુના બુટ ચપ્પલ, જેનો તમે ઉપયોગ ન કરતા હોય તેને ઘરથી બહાર ફેંકવાનું ભૂલવું જોઈએ નહીં. ફાટેલા અને જુના બુટ ચપ્પલ ઘરમાં નકારાત્મકતા અને દુર્ભાગ્ય લાવે છે.
તૂટી ગયેલા વાસણ
ક્યારેય પણ તૂટેલા વાસણનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ દિવાળી ઉપર એવા બધા વાસણ, જેનો તમે લાંબા સમયથી ઉપયોગ કરતા નથી અથવા તો તૂટેલા ફૂટેલા છે તેને ઘરમાંથી બહાર ફેંકી દેવા જોઈએ. આ તૂટેલા વાસણો ઘરમાં લડાઈ ઝઘડા નું કારણ બને છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.
તૂટી ગયેલી તસ્વીરો
જો ઘરમાં કોઈ તૂટેલી ફૂટેલી તસ્વીર હોય તો તેને તુરંત ઘરની બહાર કરી દેવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલી તસ્વીરોથી ઘરનું વાતાવરણ પ્રભાવિત થાય છે અને ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થાય છે.
ઘરનું ફર્નિચર
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલું ફૂટેલું ફર્નિચર રાખવું અશુભ માનવામાં આવે છે. ઘરનું ફર્નિચર બિલકુલ પણ યોગ્ય સ્થિતિમાં હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલુ તૂટેલું ફૂટેલું ફર્નિચર ઘર પરિવાર ઉપર નકારાત્મક પ્રભાવ પાડે છે.
તૂટેલો અરીસો
વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલો અરીસો રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય થાય છે અને પરિવારના સદસ્યોએ માનસિક તણાવનો સામનો કરવો પડે છે.