ડીસા નગરપાલિકા દ્વારા ફક્ત ધોરણ ૧૨ પાસ ફક્ત ક્લાર્ક, ટાઈપિસ્ટ, પ્લમ્બર, લાઈટ મિકેનીક અને આસી. લાઈટ મિકેનીક જેવી વિવિધ પોસ્ટ પર કાયમી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલા અને ખાસ કરીને ફક્ત ધોરણ ૧૨ જેટલો અભ્યાસ કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક સામે આવી છે. આ ડીસા નગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે. આ નોકરી માટે રાજ્યસરકારના કર્મચારીઓના મળતાં પગારધોરણ મુજબ પગાર મળવાપાત્ર રહેશે અને આ કાયમી સરકારી નોકરી રહેશે. જાણો ભરતીની સંપૂર્ણ વિગત.
કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ
• ક્લાર્ક:- ૦૫
શૈક્ષણિક લાયકાત:- ધો.૧૨ પાસ અને CCC પરીક્ષા પાસ
• ટાઈપિસ્ટ:- ૦૧
શૈક્ષણિક લાયકાત:- ધો.૧૨ પાસ અને CCC પરીક્ષા પાસ
• પ્લમ્બર:-૦૧
શૈક્ષણિક લાયકાત:- ધો.૧૨ પાસ અને ધો.૧૨ પાસ અને આઈ.ટી.આઈ. ડિપ્લોમા ઇન પ્લમ્બર
• લાઈટ મિકેનિક:- ૦૧
શૈક્ષણિક લાયકાત:- ધો.૧૨ પાસ અને આઈ.ટી.આઈ. ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રીકલ વાયરમેન
• આસી. લાઈટ મિકેનિક:-૦૧
શૈક્ષણિક લાયકાત:- ધો.૧૨ પાસ અને આઈ.ટી.આઈ. ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રીકલ વાયરમેન
આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
• એક ઉમેદવાર ફક્ત એક જ અરજી કરી શકશે.
• અનામત વર્ગના ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત જાતિનો દાખલો રજુ કરવાનો રહેશે.
• આ ભરતી પ્રક્રિયા માટે જરૂરી ફીની જાણ અરજદારોને માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થયા બાદ કરવામાં આવશે.
• અનામત વર્ગના ઉમેદવારો જો સામાન્ય જગ્યા પર અરજી કરશે તો તેમને અનામતનો કોઈ લાભ મળવાપાત્ર રહેશે નહીં.
• ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તે પોસ્ટનું નામ અરજી કવર પર સ્પષ્ટ લખેલું હોવું જોઈએ.
• આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય તો તેમ કરવાનો હક ડીસા નગરપાલિકા પાસે રહેશે.
• વય મર્યાદા સરકારશ્રીના નિયમ મુજબ રહેશે અને અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમો પ્રમાણે છૂટછાટ મળશે.
• અધૂરી વિગત સાથેની કે સમય મર્યાદા બાદ આવેલી કોઈ પણ અરજી માન્ય ગણાશે નહીં.
• આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારે મેળવેલાં ગુણના આધારે બનેલાં મેરીટના આધારે થશે.
અરજી કરવાની રીત
ડીસા નગરપાલિકા દ્વારા સીધી કાયમી સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતીની જાહેરાત તારીખ ૧૪/૦૬/૨૦૨૩ના રોજ કરવામાં આવી હતી. ઉમેદવારોએ જાહેરાત બહાર પાડવામાં આવેલી તારીખના ૧૫ દિવસમાં રજી.પોસ્ટ એડી.થી અરજી મોકલવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
• તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો
• શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
• શૈક્ષણિક લાયકાતના સ્વપ્રમાણિત પુરાવાઓ/માર્કશીટની નકલ
અરજી મોકલવાનું સરનામું
ચીફ ઓફિસરશ્રી, ડીસા નગરપાલિકા, ડીસા, જિલ્લો:- બનાસકાંઠા, પીન કોડ:- ૩૮૫૫૩૫