એ ઉંબરાની પાસે ઊભી ઊભી શુન્યમાં તાકી રહી હતી ત્યાં અચાનક જ સુગંધ પ્રસરાવતી એક માનવ છાયા ઉંબરા પર આવીને ઊભી. એણે જોયું, એ કોઈ દેખાવડો યુવાન હતો. એની ગુલાબી આંખોમાં અલૌકિક સંમોહન હતું. એણે પોતાની બાંહો ફેલાવી અને મીઠું મીઠું હસતો એ રૂપાલી તરફ આગળ વધ્યો. એક પળ તો રૂપાલીને ભાગી જવાનું મન થયું. પણ બીજી ક્ષણે એ અવશપણે એ યુવાનની ફેલાયેલી બાંહોમાં સમાઈ ગઈ.એપ્રિલ મહિનો ચાલતો હતો. બપોરના સૂરજના માથા પર આવીને આગ વરસાવી રહ્યો હતો. લૂ પડી રહી હતી. એ વખતે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં બહિરગાછી હોલ્ટની પૂર્વ બાજુએ એક કાચી સડક હતી. એ સૂની સડક પરથી રૂપાલી વિશ્વાસ બાર વાગ્યાની ગાડીમાંથી ઊતરીને કોલેજથી પોતાના ઘરે જઈ રહી હતી. સખત તાપ અને ગરમીથી વ્યાકુળ થઈને એ ઝડપથી પગ ઉપાડતી આગળ વધી રહી હતી.
રૂપાલી એના ઘરની પછવાડે આવેલા તળાવ સુધી પહોંચી એટલે એને થોડી રાહતનો અનુભવ થયો. એ તાડના ઝાડ પાસેથી પસાર થઈને આગળ વધી, ત્યાં ઝાડ પરથી બે ફળ પડયાં. એણે પાછા વળીને એ બન્ને ફળ ઉપાડી લીધાં. એણે ઝાડ પર નજર ફેંકી. કોઈ દેખાયું નહી એને થયું, પવનનો ઝપાટો લાગવાથી ફળ એની મેળે જ નીચે પડી ગયાં હશે.
એ તળાવ અને ઝાડ રૂપાલીનાં જ હતાં, રૂપાલી પોતાના પર તરફ આગળ વધી તો એના નાકના ફોયણામાં એક અજબ જેવી સુગંધ સમાઈ ગઈ. એણે આજુબાજુ નજર ફેરવી. પણ એ અનોખી સુગંધ કયાંથી આવી રહી છે એ એને સમજાયું નહીં.ઘરે પહોંચીને એણે બન્ને ફળ એની માને આપતાં કહ્યું કે, ‘ઘરે આવી રહી હતી તો આ ફળ ટપકી પડયાં. આપણા જ ઝાડનાં છે. સુધાર, તો ખાઈએ. ત્યાં સુધી હું હાથમો ધોઈ આવું.’
રૂપાલી વિશ્વાસના પિતા કાલીપદ વિશ્વાસ નદિયા છ જિલ્લમાં રાણા ધાટ થાણાના બહિરગાછીમાં રહેતા હતા. ત્યાં એમનું બે માળનું મકાન હતું. એમના પરિવારમાં એમની પત્ની પારોરાણી વિશ્વાસ ઉપરાંત દસ સંતાનો હતાં. ચાર દીકરા અને છ દીકરીઓમાં રૂપાલી સૌથી મોટી હતી. કાલીપદ શ્રીમત માણસ હતા. એમના વડીલો આ વિસ્તારના જમીનદાર હતા.
આ વાત ૧૯૪૫ની સાલની છે, એ દિવસોમાં રૂપાલી બી.એ. ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. એ બહિરગાછી હોલ્ટથી બે સ્ટેશન દૂરની બગુલા કોલેજમાં ભણતી હતી. ઘરનાં સૌ તરફથી એને પૂરી સ્વતંત્રતા હતી. એ બહિરગાછીથી સવારની છ વાગ્યાની ગાડી પકડીને કોલેજ જતી અને બાર વાગ્યાની ગાડીમાં પાછી ઘરે આવી જતી.
રૂપાલી પોતાના બે માળના એ મકાનના એક અલાયદા ખંડમાં બેસીને પોતાનો અભ્યાસ કરતી અને રાતે ત્યાં જ સૂઈ જતી. એ દિવસે ખાઈપીને એણે થોડી વાર આરામ કર્યો અને પછી વાંચવા બેસી ગઈ હતી.ગોધૂલિનો સમય વીતી ગયો અને ચાંદો ઊગ્યો. હવામાં ભેજ વધ્યો. રૂપાલીના શરીરમાં આળસ ભરાઇ. એણે ખાટલો ઢાળ્યો ને આડી પડી. થોડી વારમાં જ એને ઊંઘ આવી ગઈ.પણ અચાનક જ કોઈ સપનું જોઈને છળી ઊઠી હોય એમ એ ઝબકીને જાગી ગઈ, એ જ વખતે ઠંડી હવાનું મોજું આવ્યું ને સાથે સાથે માદક સુગંધ પણ. એ મૂંઝાઈને ઊભી થઈ ગઈ. આવી માદક, મીઠી સુગંધ ક્યાંથી આવે છે એ જાણવાની ઈચ્છા એના મનમાં જોર કરી ગઈ. અચાનક જ એને યાદ આવી ગયું. બપોરે તાડના ઝાડ પાસે પણ આવી જ સુગંધ આવી રહી હતી. એ ઉંબરાની પાસે ઊભી ઊભી શુન્યમાં તાકી રહી હતી ત્યાં અચાનક જ સુગંધ પ્રસરાવતી એક માનવ છાયા ઉંબરા પર આવીને ઊભી. રૂપાલી બે ડગલાં પાછળ હટી ગઈ. એ થરથર ધૂ્રજતી હતી. એણે જોયું, એ કોઈ દેખાવડો યુવાન હતો. એણે ચમકદાર લીલા રંગનો પોશાક પહેર્યો હતો, એની ગુલાબી આંખોમાં અલૌકિક સંમોહન હતું. એણે પોતાની બાંહો ફેલાવી અને મીઠું મીઠું હસતો એ રૂપાલી તરફ આગળ વધ્યો. એક પળ તો રૂપાલીને ભાગી જવાનું મન થયું. પણ બીજી ક્ષણે એ અવશપણે એ યુવાનની ફેલાયેલી બાંહોમાં સમાઈ ગઈ.
હજી થોડી જ ક્ષણો વીતી હતી, ત્યાં માનો અવાજ ઼ સાંભળતાં રૂપાલી ભાનમાં આવી ગઈ. જાણે ખૂબ દૂર દૂરથી માનો અવાજ આવી રહ્યો હતો, ‘રૂપાલી, સાંજ પડી ગઈ. નીચે નથી આવવું તારે?’રૂપાલીએ ચમકીને આંખો ચોળી તો પોતાને એકલી જ ત્યાં ઊભેલી જોઈ. ને ધ્યાન ન રાખત તો એ પડી જ જાત. પેલો યુવાન ત્યાં કયાંય નહોતો, એની સાથે જ પેલી મોહક, માદક સુગંધ પણ ગાયબ થઈ ગઈ હતી. વિસ્મયથી મૂઢ થઈને એ થોડી વાર ત્યાં ઊભી રહી. પછી નીચે પોતાની મા પાસે ચાલી ગઈ, માને એણે આ. બાબતમાં કાંઈ જ ન કહ્યું.
એ રાતે જમીને રૂપાલી પોતાના ઓરડામાં ચાલી ગઈ. વાંચવા લખવામાં મન ન પરોવાયું ગજબનો થાક લાગ્યો હતો જાણે. એ પથારીમાં પડી. ઊંઘ આવ્યાને વધુ સમય નહીં થયો હોય. એ ચમકીને બેઠી થઈ ગઈ. જાણે કોઈ એને બોલાવી રહ્યાં હતું ‘રૂપાલી… રૂપાલી’ ફરી વાર જ્યારે અવાજ આવ્યો તો મન ડરતાં ડરતાં પૂછયું, ‘કોણ છો તમે?’‘હું વિદેશ ઘોષ છે. રૂપાલી તારો સહાધ્યાયી. રૂપાલીને અવાજ સંભળાયો.
રૂપાલી હજી કાંઈ સમજે એ પહેલાં તો એ રહસ્યમયી છાયા એની આંખો સામે આવી ગઈ ને એને સંભળાયું. ‘રૂપાલી, મારાથી ડર નહી. હું તો તને પ્રેમ કરું છુ.રૂપાલી એ યુવાનના ચહેરા સામે જોતાં જ સંમોહિત થઈ ગઈ. એનો ય આપોઆપ દૂર થઈ ગયો. એણે પૂછયું, ‘સાચે સાચું કહી દે તું કોણ છે? વિદેશ તો એક મહિના પહેલાં જ રેલવેલાઈન પર ગાડી નીચે આવી જતાં કપાઈને મરી ગયો છે.’ત્યારે પેલા દેખાવડા યુવાને કહ્યું, ‘હું સાચું કહું છું. હું જ વિદેશ છું. તને નવાઈ લાગે છે ને કે મારામાં આટલું સુંદર પરિવર્તન કેમ થઈ ગયું છે? મને બહુ જ કષ્ટ પડે છે. પણ તે છતાં મને ખૂબ આનંદ થાય છે કે તારો સાથ મને મળી ગયો છે.’‘એનો અર્થ એ કે તું ભૂત છે? તારી સાથે મને કાંઈ લેવાદેવા નથી. મને પરેશાન ન કર.’ રૂપાલીના અવાજમાં ભય સાથે વિનંતી હતી.
વિદેશે કહ્યું, ‘તને નથી ખબર રૂપાલી કે હું કેવી મુશ્કેલીમાં છું. બહુ કષ્ટ વેઠીને તારી પાસે આવ્યો છું. હું ઼ તને પરેશાન કરવા નથી આવ્યો. હું તો તને પ્રેમ કરું છું.’ કહેતાં એની આંખોમાં પાણી આવી ગયાં. એણે પોતાના હાથ પહોળા કરતાં કહ્યું,’ રૂપાલી, મારી પાસે આવ. ડર ધ નહીં, તારી પાસે ખરેખર મને ખૂબ જ શાંતિ મળે છે.’ ઼ યુવાનના અવાજમાં જ કાંઈક એવું હતું કે રૂપાલી પોતાની જાતને રોકી ન શકી એ ખાટલા પરથી ઊઠીને આગળ વધી અને એની બાંહોમાં સમાઈ ગઈ.
યુવાનનું રહસ્યમય અસ્તિત્વ ગુલાબની સુગંધથી તરબતર હતું. રૂપાલી ભાનસાન ભૂલી ગઈ. બન્ને ને કલાકો સુધી પ્રેમાલાપ કરતાં રહ્યાાં, પછી યુવાન દરવાજો ખોલીને જતો રહ્યો. રૂપાલી થોડી વાર એ દિશામાં જોતી રહી. પછી ગાઢ ઊંઘમાં સરકી પડી.
જ્યારે એની ઊંઘ ઊડી ત્યારે ઓરડાનો દરવાજો અંદરથી બંધ જોઈને એને ઓશ્ચર્ય થયું. રાતે તો વિદેશ એની નજર સામે જ દરવાજો ખોલીને બહાર ગયો હતો. પછી દરવાજો અંદરથી બંધ કઈ રીતે થઈ ગયો? વિદેશની યાદ આવતાં એના રોમરોમમાં ઝણઝણાટી પ્રસરી ગઈ.પ્રેતાત્માના ચક્કરમાં.
બીજે દિવસે રાતે ઊંઘમાં હતી ત્યારે રૂપાલીના કાનો પર પાછો એ જ મોહવશ કરી દેતો અવાજે આવ્યો,‘રૂપાલી… એ રૂપાલી… ઊઠ, હું આવી ગયો છું.’ – રૂપાલીની આંખો ખૂલી ગઈ. સૂતાં સૂતાં જ એણેઅનુભવ્યું કે ઓરડામાં એ જ જાણીતી મીઠી સુગંધ ને પ્રસરી ગઈ છે. એ બેઠી થઈ ગઈ. એણે જોયું, કાલ કરતો , વિદેશ આજે વધુ આકર્ષક લાગી રહ્યો હતો. રૂપાલી મુગ્ધ થઈ ગઈ. એના મોંમાંથી શબ્દો નીકળી પડયા, ‘આ કેવી માયાજાળ છે તારી? હું પાગલ થઈ રહી છું.’
એ હસતાં હસતાં કહાં. ‘રૂપાલી, તું મારાથી ડરે છે શું કામ ? તું તો એક પવિત્ર આત્મા છે. હું તને પ્રેમ કરે છે, એટલે હું તારી પાસે જ રહીશ અને તારા ઘરેનાં સૌની પણ હું રક્ષા કરીશ. કોઈ પણ આફત વખતે હું તમને પહેલેથી ચેતવી દઈશ. હમણાં તો મને આ રૂપમાં બહુ કષ્ટ વેઠવું પડે છે. જ્યારે આમાંથી મને મુક્તિ મળશે ત્યારે એક નિશાની છોડી જઈશ. તળાવના કિનારે જે તાહનું ઝાડ છે ત્યાં મૂકી જઈશ. એ દિવસે માની લે છે કે મારી સતિ થઈ ગઈ છે.દ કહેતાં કહેતાં એનો અવાજ ભારે થઈ ગયો.રૂપાલી પાસે બેસીને એ કલાકો સુધી વાતો કર્યા કરતો. રૂપાલી પણ મુગ્ધ થઈને એની પ્રેમભરી વાતો સાંભળતી. રાત્રીના ત્રીજા પહોરે વિદેશ અદ્રશ્ય થઈ ગયો ત્યાર પછી રૂપાલીએ સુવાની તૈયારી કરી પણ કેમય એને ઊંઘ ન આવી. પડખાં ફેરવતી એ પડી રહી.
સવારે એનું માથું સખત ભારે થઈ ગયું હતું અને આંખો લાલચોળ. એણે ઊઠવાની કોશિશ કરી. પણ શરીરમાં જાણે જરાય શક્તિ જ નહોતી. એનું માથું ચકરાવા લાગ્યું. બેભાન જેવી થઈને એ પાછી લેટી ગઈ.થોડી વાર પછી જયારે એ પાછી ભાનમાં આવી ત્યારે બહારથી કોઈ દરવાજો જોર જોરથી ખટખટાવી રહ્યાં હતું. એ ચમકીને ઊભી થઈ ગઈ. ઓરડામાં એ જ પરિચિત સુગંધ હજી પણ આવતી હતી. તો શું વિદેશ હમણાં સુધી એની પાસે ને પાસે જ હતો?એણે દરવાજો ખોલી નાખ્યો. સામે ઊભેલી મા બબડતી હતી, ‘લાગે છે, આખી રાત વાંચતી રહી હોઈશ. હું તો કહી કહીને થાકી. આઠ વાગવા આવ્યા છે ને તું હજી પથારીમાં પડી છે.’
રૂપાલીએ કાંઈ જવાબ ન આપ્યો. નિત્ય કર્મ પતાવી, નાહીધોઈને એણે પૂજા કરી. હવે એને બરાબર સમજાઈ ગયું કે એ વિદેશના પ્રેતાત્માના ફાંસલામાં બરાબરની ફસાઈ ગઈ હતી.એણે પોતાની માને બધી વાત કરી દેવાનું વિચાર્યું. ત્યારે જ જાણે એને ઘેનની અસર થઈ અને બારી ખૂલવાનો અવાજ સંભળાયો. એણે બારી તરફ જોયું તો એક કાળી બિલાડી બહાર કૂદી પડી. એણે ઊભા થઈને ચારે બાજુ જોયું. એ બિલાડી ક્યાંય નજરે ન ચડી. હા, વિદેશની આજુબાજુ ફેલાયેલી રહેતી સુગંધનો અનુભવ એને જરૂર થયો.
રૂપાલી ભયભીત થઈને નીચે પોતાની મા પાસે – ચાલી ગઈ. ઘરના નાનામોટા કામમાં એની મદદ કરવા લાગી. થોડી વારે એને માથામાં દુ:ખાવો ઊપડયો. એ બેભાન થઈને ઢળી પડી. પારોરાણી ગભરાઈ ગઈ. એણે પોતાના નાના દીકરા અમરને પોતાના પતિ કાલીપદને બોલાવવા સ્ટેશન બજાર મોકલાવ્યો.
ખબર મળતાં જ કાલીપદ ત્યાંની કાલીવાડીના પૂજારી પરમેશ્વરબાબાને સાથે લઈને દોડી આવ્યા, જ્યારે રૂપાલીને હોશ આવ્યા ત્યારે એના નાકમાં એ જ માદક સુગંધ ભરી હતી. એના માથાનો દુ:ખાવો દૂર થઈ ગયો ઼ હતો. પૂજારી પરમેશ્વરબાબા તેના માથા પર તેલ ઘસી ઼ ૨હૃાા હતા અને કશુંક બોલતા બોલતા એના પર ફેંક મારી ૨હ્યા હતા. રૂપાલીએ આંખો ખોલી એટલે પરમેશ્વર બાબાએ એને પૂછયું, ‘મા, કેમ લાગે છે હવે? શું થઈ ગયું હતું તને?’
રૂપાલી બેઠી થઈ ગઈ. કહયું, ‘કાંઈ નહીં. હવે ઠીક છે.’પરમેશ્વરબાબાએ એક વાટકીમાં રાખેલા તેલને મંત્રી આપ્યું. વિશ્વાસપૂર્વક એમણે કહ્યું કે, ‘એ પ્રેતાત્માના ચકકરમાં પડી ગઈ છે. પણ ગભરાવાને કારણ નથી. હવે ધીમે ધીમે એને ઠીક થઈ જશે. આ તેલ સવારસાંજ એના માથામાં નાખો અને શનિવારના કાલીવાડીની પૂજામાં એને લઈ આવજો.’રૂપાલી હવે તો બિલકુલ સ્વસ્થ હતી, પણ ભયંકર થાક લાગ્યો હતો એને. બેત્રણ દિવસમાં તો એ ઼ સાવ ફિકકી પડી ગઈ હતી. રાતે એની મા દીકરી સાથે સૂવા માટે એના ઓરડામાં આવી. માં સાથે હતી એટલે રૂપાલીના મનનો ભય દૂર થઈ ગયો ને એ તરત સૂઈ ગઈ. પણ પારોરાણી ડરની મારી મોડે સુધી ઊંધી ન શકી મોડેથી એને ઊંઘ ચડી.
રાતના બીજા પહોરે રૂપાલીને એ જ પરિચિત અવાજ સંભળાયો, ‘ઊઠ રૂપાલી, હું આવી ગયો છું.’રૂપાલીની આંખો ખૂલી ગઈ. વિદેશ અનોખા જ આકર્ષક રૂપમાં એની સામે ઊભો હતો. હસતાં હસતાંએ કહેતો હતો, ‘રૂપાલી, હું કોઈ પણ હિસાબે તને છોડીને જઈ શકું એમ નથી. તું ગમે તેટલા ભૂવા-ફકીરને બોલાવ, હું તો તને પ્રેમ કરું છું. આવ રૂપાલી મારા બાહુપાશમાં આવ.’રૂપાલી મોહવશ થઈને ચુપચાપ પથારીમાંથી ઊઠી અને એની છાતીમાં સમાઈ ગઈ. એ એ વાત પણ ભૂલી ગઈ કે એની બાજુમાં જ માં સૂતી છે. કેટલીય વાર સુધી એ બન્ને એકબીજાના પ્રેમમાં મસ્ત રહૃાાં, વિદેશ ના જતાં રૂપાવીને કહ્યું, ‘કાલે રાતે તારા ઘરની પાછ ના તળાવમાં ચોર માછીમારો જાળ નાખવાના છે.’
એ ચાલ્યો ગયો. રૂપાલી મા પાસે સૂતી રહી. સવારે જ્યારે એની આંખ ઊઘડી તો ગઈ કાલની જેમ જ એનું માથું ચકરાવા લાગ્યું. સખત દુથખાવો પણ ઊપડયો, પછી એ બેભાન થઈ ગઈ. માનો અવાજ સાંભળીને એ હોશમાં આવી. ‘રૂપાલી, ઊઠ, સવાર થઈ ગઈ.
માએ એને કેમ છે એમ પૂછું એના જવાબમાં એણે બધી વાત કરી દીધી. સાથે સાથે એ પણ કહી દીધું કે રાતે માછીમારો તળાવમાં જાળ નાખવાના છે. એની મા ગભરાઈ ગઈ. છોકરીને પ્રેતાત્માથી મુક્તિ મળશે? પરમેશ્વરબાબાએ રૂપાણીને કાલીમાતાની પૂજામાં લઈ આવવાનું કહયું હતું. એ માટે પારોરાણીએ શનિવાર સુધીમાં એમના મંત્રની અસર શું થાય છે એ જોવાનો નિર્ણય કર્યો.
એણે રૂપાલીએ કહેલી વાતો પોતાના પતિને કરી. એ પણ આ બધું સાંભળીને અસ્વસ્થ થઈ ગયા. રાતે એમણે તળાવ પર છાને છાને પાંચ મજૂરોને પહેરો ભરવા રોકી લીધા. સાચે જ રાતના ત્રીજા પહોરે ચોર માછીમારોએ જાળ નાખી. પહેરેદાર લાઠીઓ લઈને દોડયા એટલે એ લોકો ભાગી ગયા.
આ બનાવથી કાલીપદને એક વાતની તો સૌએસો ટકા ખાતરી થઈ ગઈ કે એમની દીકરી પ્રેતાત્માના પ્રભાવમાં આવી જ ગઈ છે. એ રાતે પણ પારોરાણી પોતાની દીકરીની સાથે જ સૂતી. ત્રીજા પહોરે વિદેશની છાયા આવી અને એનો અવાજ સાંભળતાં જ રૂપાલી ઊઠીને એની પાસે પહોંચી ગઈ. થોડી વારે પારોરાણીની આંખ ખૂલી ગઈ. એણે રૂપાલીને પથારીમાં જોઈ નહીં, એટલે ગભરાઈ ગઈ. ઊઠીને ઊભી થઈને એણે બત્તી પેટાવી. તો રૂપાલીને હવામાં કોઈને આલિંગન આપતી જોઈ. એણે રૂપાલીની પાસે જઈને એને હચમચાવી નાખતાં કહયું, ‘રૂપાલી, આ શું કરે છે?’
ત્યારે કોઈક અદ્રશ્ય શક્તિએ એને પાછળ ધકેલી દીધી. એ પથારીમાં પછડાઈ પડી. રૂપાલી પણ જાણે હોશમાં આવી ગઈ. એ પણ પથારીમાં આવીને સૂઈ ગઈ. એના શરીરમાંથી અજબ જેવી સુગંધ આવી રહી હતી. પારોરાણીએ ગભરાતાં ગભરાતાં પૂછયું, ‘કેમ રે, તું શું કરી રહી હતી?’ રૂપાલીએ કહ્યું, ‘કાંઈ નહીં મા. એ જ આવ્યો હતો.’આ સાંળભતાં જ પારોરાણીએ રાડારાડ કરીને ઘર આખાને જગાડી દીધું. બાકીની આખી રાત બધાએ. જાગતાં જ વિતાવી. સવારે રૂપાલી પાછી બેહોશ થઈ ગઈ. એનું કોલેજ જવાનું તો કેટલાય દિવસથી બંધ હતું. સાંજે કાલીપદ વિશ્વાસ રૂપાલીને કાલીવાડી લઈ ગયા. ત્યાં પરમેશ્વરબાબાએ રૂપાલીને પોતાની સામે બેસાડીને મંત્રોચ્ચાર કર્યા અને રૂપાલીના માથા પર હાડકાનો એક ટુકડો મૂક્યો.
પરમેશ્વરબાબાની આ તાંત્રિક ક્રિયાથી રૂપાલીના શરીરશમાં વિચિત્ર ગતિ શરૂ થઈ ગઈ, જાણે એના શરીરમાં પ્રેતે પ્રવેશ કર્યો હોય. આવેશમાં આવીને એ પોતાની હથેળી જમીન પર પછાડવા લાગી અને માથું હલાવી હલાવીને ધુણવા લાગી. એનું સુંદર મોટું ભયંકર રૂપ ધરી રહ્યું. એ મર્દાના અવાજમાં અટ્ટહાસ્ય કરવા ? લાગી. લગભગ પંદર મિનિટ સુધી આ બધું ચાલતું રહ્યાં. પછી પરમેશ્વરબાબાએ એના માથા પરથી હાડકાનો ટુકડો ઉપાડી લીધો. રૂપાલી ધીમે ધીમે શાંત થઈ ગઈ. બાબાએ કાલીપદ વિશ્વાસના હાથમાં એક આકડાનું ફૂલ અને તાવિજ મૂકતાં કહ્યું, ‘ફૂલ રૂપાલીને ખવડાવી દેજો અને લાલ દોરાથી આ તાવિજ એના હાથે બાંધી દેજે. હવે કાંઈ તકલીફ નહીં થાય.’
કાલીપદ અને પારોરાણી દીકરીને લઈને ઘરે પાછો આવ્યાં રાતે વિદેશનો પ્રેતાત્મા પાછો આવ્યો. અભાનપણે રૂપાલી એની સાથે વાતો કરતી રહી. સવારે પાછી થોડી વાર માટે બેભાન થઈ ગઈ. ફરી પરમેશ્વરબાબાને બોલાવવામાં આવ્યા. પણ હવે તો એમણેય હાથ ધોઈ નાખ્યા. કહી દીધું, આ પ્રેતાત્મા એમના વશમાં આવે એમ નથી.હવે રૂપાલીનાં માબાપની ચિંતા વધી ગઈ. એમને પોતાની દીકરીનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું. રોજ પ્રેત સાથે મુલાકાત થવાના કારણે એ દિવસોદિવસ નબળી પડતી જતી હતી. હાલત એવી બગડી કે એ આખરે પથારીવશ થઈ ગઈ. થોડા દિવસ પછી તો એ દિવસમાં કેટલીય વાર બેભાન પણ બની જવા લાગી. રૂપાલીને એના એક મરી ગયેલા સહપાઠીના પ્રેતે પકડી લીધી છે એ વાત આજુબાજુમાં પણ ફેલાઈ ગઈ હતી.કાલીપદ વિશ્વાસ હાથ જોડીને બેસી રહૃાા નહોતા છે એ સતત દીકરીના ઈલાજ માટે ભાગદોડ કરી જ રહ્યા હતા. એક દિવસ બહિરગાછી સ્ટેશન બજારના રૂપચંદ બેનર્જીએ એમને રાણા ઘાટના જંગલી આશ્રમમાં જવાની સલાહ આપી. કદ્દાં કે ત્યાંના જે ગલીબાબાના આશીર્વાદથી જરૂર ફાયદો થશે. શક્તિશાળી પ્રેતાત્મા પણ એની સામે હઠ છોડી દે છે.એમની સલાહ માની કાલીપદ જેગલી આશ્રમમાં . ગયા. એમણે જરૂરી પૂજાની સામગ્રી મગાવી રાખવાનું કહ્યું ને કહ્યું કે એ જરૂર ત્યાં આવીને રૂપાલીનો ઉપચાર કરશે.
સંન્યાસીબાબાએ આંગણામાં જ પોતાનું આસન લગાવ્યું. રૂપાલીને સામે બેસાડીને એમણે એક પંચકોણ ચક્ર બનાવ્યું. પછી ખૂણા પર એક એક ફૂલ મૂકી દીધું. એમણે મંત્રોચ્ચાર કર્યા પછી રૂપાલીને કહયું કે, આમાંથી તું કોઈ પણ એક ફલ ઉપાડી લે.’રૂપાલીએ એક ફૂલ ઉપાધ્યું એટલે એ હસ્યા, કારણ કે એણે જે ફૂલ ઉપાડવું જોઈએ એ જ ઉપાડયું હતું. પછી બાબાએ કહ્યું, ‘આ તો મારું ફૂલ છે.’આ સાંભળતાં જ રૂપાલીના ચહેરાનો રંગ ફરી ગયો એણે મર્દાના અવાજમાં જવાબ આપતાં કહ્યું, ‘નહીં આ ઼ મારું ફૂલ છે.’
‘તું જુઠું બોલે છે, આ ફૂલ મારું જ છે. ‘ બાબાએ ૬ એને ઉશ્કેરવા રાડ પાડી.‘તું જુઠ્ઠુ બોલે છે. ‘રૂપાલીના શરીરમાં આવેલા પ્રેતે પણ સામી રાડ પાડી.‘હું નહીં. તું જુઠ્ઠુ બોલે છે.’ સાધુ થઈને દગાબાજી કરે છે?’સારું, હું દગાબાજ છું, પણ તું કોણ છે?’ રાડ પાડતાં ઼ બાબાએ એક હાથે એના વાળ પકડી લીધા અને બીજા હાથે એના કાન પાસે લોખંડનો એક સળિયો ધરતાં પૂછયું, બોલ, તું કોણ છે?’
આ વાર્તાલાપની સાથે સાથે બાબા સતત મંત્રોચ્ચાર પણ કરતા જતા હતા અને એના પર ફૂંક પણ મારતા જતા હતા, રૂપાલીના શરીરમાં ભયંકર શક્તિ આવી ગઈ અને એ અટ્ટહાસ્ય કરવા લાગી. એણે મર્દાના અવાજમાં કહેવા માંડયું, ‘હું વિદેશ ઘોષ છું. રૂપાલીનો સહાધ્યાયી. બહિરગાછી સ્ટેશન પાસે રેલ નીચે કપાઈ ગયા પછી હું પ્રેત યોનીમાં આવ્યો છું. પાછળના તળાવના કિનારે આવેલા તાડના ઝાડ પર રહું છું. રૂપાલી પવિત્ર અને શાંત છોકરી છે. હું એને પ્રેમ કરું છું.’
પછી કહ્યું, ‘રૂપાલીએ મારા આપેલા ફળોનો સ્વીકાર કર્યો હતો. પછી હું સંમોહકરૂપ ધારણ કરીને એની પાસે ગયો. એ મારા પ્રભાવમાં આવી ગઈ. મને એની પાસે ખૂબ જ શાંતિ મળે છે. હવે હું એને છોડીશ નહીં’પોતાની દીકરીના મોંએથી મર્દાના અવાજમાં આ બધી વાતો સાંભળીને વિશ્વાસ દંપતીનું તો લોહી થીજી ગયું. બાબાએ પોતાની ક્રિયા ચાલુ રાખી. રૂપાલી બડબડતી રહી. અચાનક જ બાબાએ રૂપાલીના વાળ પકડી લીધા ને એનું માથું અગ્નિની વેદી પર નમાવ્યું. પછી ગર્જના કરતાં કહ્યું, ‘હવે બોલ, શું જોઈએ છે તને? આને છોડતો કેમ નથી?’
પ્રેતે એના સવાલનો જવાબ આપવાના બદલે ચીસ પાડતાં કહ્યું, ‘પહેલાં મારા વાળ છોડી દો. મને બહુ કષ્ટ થાય છે.’બાબાએ રૂપાલીનું માથું જરા વધુ નમાવ્યું અને ગરમાગરમ ભભૂતી ઉપાડીને એના પર છાંટી, પ્રેતે તરફડીને રાડ પાડી,’કહું છું, ભાઈસાબ, કહું છું, જરા ઼ થોભો… આને છોડયા પછી તો મારી તકલીફ ઓર વધી જશે. અગર મને મુક્તિ મળે તો હું આને છોડી દઉં. રૂપાલી લાગલાગટ સાત દિવસ સુધી રોજ સવારે સ્નાન કરીને, ધૂપ-અગરબત્તી કરીને એ તાડના ઝાડને પાણી પાશે, તો સાતમા દિવસે મને મુક્તિ મળી જશે ને તાડનું ઝાડ પડી જશે.’
સંન્યાસીબાબાએ રૂપાલી પર મંત્રેલું પાણી છાંટતાં કહાં ‘ભલે રૂપાલી સાત દિવસ પાણી ચડાવશે પણ એક શરતે, તું એને હમણાં ને હમણાં જ છોડીને ચાલ્યો જા અને પછી એક ક્ષણ માટેય એની પાસે આવતો નહીં.’થોડીવાર પછી રૂપાલી ભાનમાં આવી ગઈ. એના ચહેરા પર અતિશય થાક વરતાતો હતો. સંન્યાસીબાબાએ રૂપાલી અને ત્યાં જમા થયેલા લોકો સામે જોઈને કહાં, ‘બોલો, જંગલીબાબાની જય.’બધાએ જય બોલાવી. વાતાવરણને આસ્થા અને ભક્તિનો રંગ ચડી ગયો.
રૂપાલીના આ રહસ્યમય ઉપચાર વખતે વિદેશ ઘોષના પિતા નિખિલ ઘોષ પણ ત્યાં હાજર હતા. રૂપાલીના મોએથી પોતાના પુત્રનો અવાજ સાંભળીને એમને પણ આશ્ચર્ય થયું હતું. એ કાંઈક કહેવા માગતા હતા, પોતાના પુત્ર સાથે વાત કરવા માગતા હતા, પણ પ્રેતાત્મા સામે જવાની હિંમત ન કરી શક્યા.
સંન્યાસીબાબા રામલખન સિંહની સૂચના પ્રમાણે રૂપાલી પોતાના ઘરની પછવાડેના તળાવના કિનારે આવેલા તાડના ઝાડને પાણી પિવડાવતી રહી અને સાચેસાચ સાતમા દિવસે બપોરના સમયે એ તાડનું ઝાડ આપોઆપ તૂટી પડયું. બધાને ખાતરી થઈ ગઈ કે રૂપાણીની સાથે સાથે વિદેશ ઘોષના આત્માને પણ મુક્તિ મળી ગઈ. આ કથા માની ન શકાય એવી લાગે છે, પણ છે સાચી પ્રેતાત્માના મારામાંથી મુક્તિ મેળવ્યા પછી રૂપાલી સાજી થઈ ગઈ. એણે બગુુલા કોલેજમાંથી બી.એ. પાસ કર્યું. એનાં લગ્ન કૃષ્ણનગરના શક્તિનગર મહોલ્લામાં રહેનારા એક ટેલિફોન ઓપરેટર સાથે થઈ ગયો. જે સુખી ઘરનો છે.રૂપાલી બે બાળકોની મા પણ બની. જંગલીબાબાની કૃપાથી ફરી વાર ક્યારેય એની પ્રેતાત્માએ સતામણી કરી નથી?
બાબાએ રૂપાલીનું માથું જરા વધુ નમાવ્યું અને ગરમાગરમ ભભૂતી ઉપાડીને એના પર છાંટી, પ્રેતે તરફડીને રાડ પાડી,’કહું છું, ભાઈસાબ, કહું છું, જરા ઼ થોભો… અગર મને મુક્તિ મળે તો હું આને છોડી દઉં. રૂપાલી લાગલાગટ સાત દિવસ સુધી રોજ સવારે સ્નાન કરીને, ધૂપ-અગરબત્તી કરીને એ તાડના ઝાડને પાણી પાશે, તો સાતમા દિવસે મને મુક્તિ મળી જશે ને તાડનું ઝાડ પડી જશે.’