સામાન્ય રીતે દિકરીના લગ્ન માટે મા-બાપ બહુ લાંબા ગાળાથી સમજી વિચારીને તૈયારીઓ આરંભી દેતા હોય છે.દરેક મા-બાપ પોતાની લક્ષ્મી સમાન,પોતાના જીવનની એક મીઠી છાંયડી સમાન દિકરીનો વિવાહ કોઇ સારા ઘરમાં થાય એવું ઇચ્છતા હોય છે.દરેક મા-બાપની ખ્વાહિશ હોય છે એ જોવાની કે,સાસરામાં પોતાની લાડલી દુ:ખી ના થાય!દિકરી માટે સબંધની શોધથી લઇને ધામધૂમથી લગ્ન કરી એની વિદાય વેળાએ એને ઉપહાર/ભેટ કે કરીયાવર તરીકે શું આપવું એની ગોઠવણ બહુ વિચાર પછી માવતર કરે છે
દિકરીની વિદાય વેળાએ કવિ દાદની રચનાની જેમ દરેક મા-બાપનો કાળજાનો કટકો ગાંઠથી છૂટી જાય છે.એ પછી માતા-પિતા એમના ઘરની પરીસ્થિતી પ્રમાણે દિકરીને કાંઇકને કાંઇક ઉપહાર જરૂર દે છે.અહીં કોઇ દહેજપ્રથાની વાત નથી પણ સ્નેહસબંધની વાત છે.”દિકરીને દઇ શકો એટલું દેજોએ વાત છે.દિકરીની વિદાયવેળાએ ઘરના ગૃહસ્થી સામાનથી લઇને રૂપિયા અથવા દાગીના જેવી વસ્તુઓ અપાય છે.ટૂંકમાં,માવતરના ઘરની પરિસ્થિતી અનુસાર ફૂલ નહિ તો ફૂલની પાંખડી દિકરીને આપવાનો રીવાજ છે.
પણ શું તમે જાણો છો કે એવી પણ એક વસ્તુ છે જે દિકરીને ભૂલથી પણ આપવી ના જોઇએ ?આજે અમે તમને એ વિશે જ કહેવા જઇ રહ્યાં છીએ.આમ જોવા જઇએ તો દિકરીની લગ્નમાં ઉપહાર/ભેટ આપવી એ એક જવાબદારી કરતાં વધુ પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરવાનો ધારો છે.હાલના આધુનિક યુગમાં દિકરીને દેવાથી ભેટમાં પણ પહેલાંની સરખામણીએ ઘણું પરીવર્તન આવ્યું છે.પણ આજે પણ મા-બાપની ભાવના તો એની એ જ છે.બધાં મા-બાપ એની ક્ષમતા અનુસાર દિકરીને એનું ઘર ચલાવવા આવશ્યક એવી વસ્તુઓ રાખે છે.આ વાત સાથે દહેજપ્રથાને કોઇ સબંધ નથી.
દેવા માટે તો તમે દિકરીને કાંઇ પણ દઇ શકો છો.કારણ કે,એમાં તમારી પ્રેમભાવના સંકળાયેલી છે.પણ જો માન્યતાઓ પ્રમાણે જોઇએ તો કેટલીક ચીજો એવી પણ છે જે દિકરીને વિદાય વખતે આપવી ના જોઇએ.જ્યોતિષશાસ્ત્રીઓ માને છે કે,દિકરીને લગ્ન કે વિદાય સમયે એક ભગવાનની મૂર્તિ ક્યારેય ના દેવી જોઇએ.અને એ છે ભગવાન ગણેશની મૂર્તિ!સામાન્ય રીતે ઘણાં વ્યક્તિઓ શુભ ચિહ્ન માનીને દિકરીને ભગવાન ગણપતિની મૂર્તિ ઉપહાર સ્વરૂપે આપતા હોય છે.જ્યારે ખરેખર એવું ના કરવું જોઇએ.
આમ તો આપણા સનાતન ધર્મની માન્યતાનુસાર,જ્યારે પણ કોઇ નવું કાર્ય કે પૂજા-પાઠનો આરંભ થાય છે તો ભગવાન ગણેશની મૂર્તિની પૂજા અને તેમની સ્તુતિથી જ શરૂઆત થાય છેઆથી ઘણા લોકો એમની દિકરીના ભાવિ જીવનને સફળતા અપાવવા માટે એમને શુભ-માંગલ્યના પ્રતિક એવા ગણપતિની મૂર્તિ આપે છે.પણ જો તમે પણ તમારી પુત્રીની વિદાયવેળાએ ગણેશની મૂર્તિ આપવાનું વિચારતા હો તો નીચેની માન્યતા એકવાર વાંચ્યા જેવી ખરી.
આપણા સનાતન ધર્મના શાસ્ત્રો અનુસાર દિકરીને લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે.અને ભગવાન ગણેશ અને લક્ષ્મીનું એક સાથે હોવું ધન અને સૌભાગ્યની નિશાની છે.એવામાં જો કાંઇ ઘરેથી વિદાય લેતી લક્ષ્મી અર્થાત્ પુત્રીને ગણેશ ભગવાનની મૂર્તિ ભેટ કરે તો એવી માન્યતા છે કે,દિકરીના પિયરમાં ધનની હાની થાય છે માટે માન્યતા છે કે,દિકરીની વિદાય વેળાએ એમને ગણપતિની મૂર્તિ દેવી હિતાવહ છે.