ધોરાજીના પ્રગતિશિલ ખેડૂતે આ અલગ જ પ્રકારની ખેતી કરી પુષ્કળ કમાણી કરી, એકવાર વાવેતર પાંચ વર્ષ કમાણી

ધોરાજીના પ્રગતિશિલ ખેડૂતે આ અલગ જ પ્રકારની ખેતી કરી પુષ્કળ કમાણી કરી, એકવાર વાવેતર પાંચ વર્ષ કમાણી

આ ખેતી સંપૂર્ણ પણે ઓર્ગેનિક પદ્ધતિથી કરી છે અને કોઈ પણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી અને આ ખેતીમાં ભારે વરસાદથી અને માવઠાથી પણ ખુબ જ ઓછું નુકસાન થાય છે.

‘મન હોય તો માળવે જવાય’ આ કહેવત ધોરાજીના એક પ્રગતિશિલ ખેડૂતે સાચી પાડી છે. અનેક ખેડૂતો ખેતીમાં સારી આવક ન થતા, ખેતી છોડી નોકરીની શોધ કરતા હોય છે, પરંતુ ધોરાજીના આ ખેડૂતે માત્ર અઢી વીઘા જમીનમાં અલગ જ પ્રકારની ખેતી કરી એક નોકરીયાત કરતા પણ સારી કમાણી કરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના પર્ગતિશિલ ખેડૂતએ એમના અઢી વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે અને ખેડૂતોને નવી રાહ ચીંધી છે.
ધોરાજી પંથકના ખેડૂતો છેલ્લા દોઢ વર્ષથી કપાસ મગફળી અને રવિ પાક નિષ્ફળ જતા ચિંતિત બન્યા હતા, પરંતુ ધોરાજીના એક આધેડ વયના ખેડૂતે એમના અઢી વીઘા જમીનમાં એમની કોઠા સૂઝ અને સમજણથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે.

ખેડૂતનું કહેવું છે કે, લોક ડાઉનના કપરા સમયમાં પણ આ ડ્રેગન ફ્રૂટ વેચી તેમણે પુષ્કળ કમાણી કરી છે. ડ્રેગન ફ્રૂટની ખેતી સંપૂર્ણ પણે ઓર્ગેનિક પદ્ધતિથી કરી છે અને કોઈ પણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી અને આ ખેતીમાં ભારે વરસાદથી અને માવઠાથી પણ ખુબ જ ઓછું નુકસાન થાય છે.

ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એકજ વાર વાવેતર સમયે ખર્ચ થાય છે અને અન્ય કોઈ પણ જાતની દવા છંટકાવની પણ જરૂર રહેતી નથી. તૌઉતે વાવઝોડાની પણ નજીવી અસર વર્તાઈ છે. આ ખેતીમાં પાણીનો પણ નજીવા પ્રમાણમાં જ ઉપયોગ થાય છે

ખેડૂતે જણાવ્યું કે, અન્ય પાકોમાં દરેક સીઝનનું વાવેતર કરવું પડે છે, પરંતુ આ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં માત્ર એક વાર વાવેતર કરી અને પાંચ વર્ષ સુધી ઉત્પાદન મેળવી શકાય છે. લોક ડાઉનમાં પણ કોરોનાના દર્દીઓ માટે આ ફ્રૂટ ખુબજ લાભદાયી હતું, જેના કારણે આ ફ્રૂટનું ખુબજ પ્રમાણમાં વેચાણ થયું, જેથી કોરોનાકાળમાં પણ અઢળક કમાણી થઈ છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.