ધોની નો નવો લુક સોશ્યલ મીડિયા પર છવાયો ફેન્સ ઓવારી ગયા, આ અભિનેતાએ પણ કરી કોમેન્ટ

ધોની નો નવો લુક સોશ્યલ મીડિયા પર છવાયો ફેન્સ ઓવારી ગયા, આ અભિનેતાએ પણ કરી કોમેન્ટ

પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય છે. હમણાં ધોની તેના નવા લૂકના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટમાંથી સન્યાસ લીધાં બાદ પણ ચર્ચામાં રહેતો હોય છે. ભારતીય ક્રિકેટ ફેન્સ ધોનીની એક ઝલક મેળવવા માટે તત્પર રહેતા હોય છે ત્યારે વધુ એક કારણથી ધોની ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

હેર સ્ટાઇલના કારણે ફરી ચર્ચામાં છે ધોની

અગાઉ પણ ધોની તેની નવી નવી હેર સ્ટાઇલના કારણે ચર્ચામાં રહેતો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ સમયે ધોનીને તેના લાંબા ભૂરા વાળના કારણે ખૂબ લોકપ્રિય થયો હતો. ભારતના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ધોની તેની વિસ્ફોટક બેટિંગ અને હેરસ્ટાઈલ બંનેને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. એટલે સુધી કે પાકિસ્તાનના તત્કાલીન વડા-પ્રધાન પરવેઝ મુશર્રફે પણ તેની હેર સ્ટાઇલના વખાણ કર્યા હતાં.

હવે ફરી હેર સ્ટાઈલ ચર્ચામાં

હેર સ્ટાઇલિસ્ટ અલીમ હકીમે શુક્રવારે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરેલી તસવીરોમાં ધોનીનો નવો લુક જોવા મળી રહ્યો છે. કેપ્ટન કુલનો આ કુલ લૂક ચાહકોએ ખૂબ વખાણ્યો હતો ફરી

સુનિલ શેટ્ટીએ પણ વખાણ કર્યા

આ ફોટો પર અભિનેતા સુનિલ શેટ્ટીએ કોમેન્ટ કરીને ધોનીના વખાણ કર્યા હતાં. આ સિવાય લાખો લોકોએ લાઇક કરીને આ લુકને વખાણ્યો હતો.

અલીમ હકીમ છે દેશના જાણીતા હેરસ્ટાઇલિસ્ટ

બૉલીવુડ અભિનેતાઓ અને ક્રિકેટરો સહિત ઘણા બધા સેલિબ્રિટિઝ અલીમ હકીમ પાસે હેરસ્ટાઈલ કરાવતા હોય છે આ અગાઉ પણ ઘણા સેલેબ્સ તેમની પાસે વાળને નવા રંગરૂપ આપી ચૂક્યા છે અને હવે ધોનીનું નામ પણ તેમ ઉમેરાયું હતું.

આઈપીએલમાં જોવા મળી શકે છે ધોની

આંતરરાષ્ટીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાં બાદ ધોનીને ક્રિકેટ ફેન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મિસ કરી રહ્યા છે. હવે કદાચ આઈપીએલમાં આખરી વાર ધોની રમતો જોવા મળે તેવી સંભાવના છે. ધોનીના ફેન્સ ધોનીની બેટિંગ જોવા માટે કાગાડોળે રાહ જોઈ રહ્યા છે

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *