ઢીલા પડી ગયેલા સ્તન ને ટાઈટ કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપચાર

Posted by

ઉંમરના કોઈપણ મુકામે મહિલાઓ સ્તનની સાઈઝ અને આકારની સમસ્યાઓથી ઘેરાઈ શકે છે. સ્તન ફેટી ટિસ્યૂથી બનેલાં હોય છે અને આ ટિસ્યૂની પ્રવૃત્તિ હોય છે કે તે વર્ષભરમાં ઢીલા થવા લાગે છે. સ્તન લૂઝ થવાના અન્ય કેટલાય કારણો છે. જેમ કે, બ્રેસ્ટરફીડિંગ, ખોટી બ્રા પહેરવી અને વૃદ્ધાવસ્થા. જો તમે પ્રોપર કેર કરશો તો બ્રેસ્ટ લૂઝ થવાની શક્યતા નહીં રહે.

સુંદર સ્તન માત્ર મહિલાની ખૂબસૂરતમાં જ ચાર ચાંદ નથી લગાવતા, પરંતુ તેની અંદર આત્મવિશ્વાસ પણ જગાડે છે. ઘણી મહિલાઓ તેના સ્તનનો કર્વન મેઈનટેઈન કરવા માટે જાત-જાતના નુસખાઓ અજમાવતી હોય છે, તો કેટલીક મહિલાઓ આકર્ષક તથા અપિલિંગ દેખાવા માટે અલગ-અલગ પ્રકારની બ્રા પહેરતી હોય છે. આ સ્તનને દરેક પ્રકારના શેપ અને સાઈઝ આપતી હોય છે.

સંપૂર્ણ ફિટ બ્રા પહેરો

આપણા શરીરનો કોઈપણ ભાગ ગુરૂત્વાકર્ષણથી એટલે પ્રભાવિત નથી હોતો જેટલા કે સ્તન. તેનું મુખ્ય કારણ છે પ્રોપર માપની બ્રા ન પહેરવી. એ બહુ જ જરૂરી છે કે તમે પ્રોપર સાઈઝની બ્રા પહેરો, જેથી સ્તન પ્રોપર શેપમાં રહે અને તમારો લુક આકર્ષક દેખાય. જો તમને તમારા બ્રાના શેપ વિશે માહિતી નથી તો કોઈ પ્રોફેશનલની પણ મદદ લઈ શકો છો.

મસાજ

બ્રેસ્ટને શેપમાં બનાવી રાખવા માટે તેને દરરોજ મોઈૃર કરો. તેનાથી સ્કિન કોમળ અને લચકદાર બની રહેશે. તમારા સ્તનને ઉપરથી નીચે અને નીચેથી ઉપર મસાજ કરો. તેવું દરરોજ ૧૦ મિનિટ કરો. તેનાથી બ્રેસ્ટમાં રક્તસંચાર સરખો થશે. મસાજ માટે તમે એલોવેરા જેલ, બદામનું તેલ અથવા કોઈપણ વનસ્પતિ તેલનો ઉપયોગ કરી શકો છો.

સ્વાસ્થ્યપ્રદ ખોરાક લો

સ્તનને ઢીલા પડવાથી બચાવવા માટે હેલ્ધી ખોરાક લેવો બહુ જરૂરી છે. સ્તનની પેશીઓ તથા કોશિકાઓના નિર્માણ માટે શરીરને હેલ્ધી ખોરાકની જરૂર પડતી હોય છે. સ્વસ્થ ત્વચા માટે વિટામિન ઈ અને ડી જરૂરી હોય છે. તેની સાથે બ્રેસ્ટ કેન્સરને રોકવા માટે ઓમેગા-૩ ફેટી એસિડ પણ લો. તમારા ખોરાકમાં લીલા શાકભાજી, ગાજર, નટ્સ, ટામેટાં અને અનાજનો સમાવેશ કરો.

વજન બેલેન્સડ રાખો

નિયમિત વ્યાયામ અને સંતુલિત ખોરાક થકી વજનને સંતુલિત બનાવી રાખો. વજનમાં વધઘટ થવાથી સ્તન સ્ટ્રેચ થાય છે. આ સ્તનની લચકને પ્રભાવિત કરી શકે છે. બ્રેસ્ટની લૂઝ થવાની સમસ્યાથી છૂટકારો મેળવવા તથા સારી હેલ્થ માટે સૂચવેલા વજનને જાળવી રાખો.

જરૂર કરતાં વધુ એક્સરસાઈઝ

અતિની ગતિ નથી હોતી એ વાતથી આપણે બધાં જ સારી રીતે વાકેફ છીએ. આ કહેવત વ્યાયામ ઉપર પણ લાગુ પડે છે. જરૂર કરતાં વધુ વ્યાયામ સ્તનમાંથી તેની લચક છીનવી લે છે. જેમના સ્તનોની સાઈઝ વધુ છે તેમને વધુ ધ્યાન આપવાની જરૂર છે. મોટા સ્તનોથી સ્નાયુતંત્રને નુકસાન પહોંચે છે. એટલે લાંબા સમય સુધી જોગિંગ ન કરો અને કસરત કરતી વખતે સર્પોિટંગ અથવા સ્પોર્ટ્સ બ્રા પહેરો. બ્રેસ્ટ એક્સરસાઈઝ માટે પુશઅપ, ચેસ્ટ પ્રેસ વગેરે જેવી કેટલીય એકસરસાઈઝ કરી શકો છો.

પાણી વધુ પીવો

તમારા શરીરને હાઈડ્રેટ રાખવા માટે વધુ પાણી પીવો. ત્વચા જયારે નિર્જલીકૃત હોય છે ત્યારે ત્વચા ઉપર રિંકલ્સ પડે છે અને તે લટકી જાય છે. એટલે તેનાથી બચવા માટે ત્વચાને હાઈડ્રેડ અને નમ રાખો. પાણી સિવાય તમે અન્ય લિકવિડ ડ્રિંકસ તથા ખાટાં ફળો લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *