માનવ જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવે છે પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે કેટલીક મુશ્કેલીઓ એવી પણ હોય છે જે વ્યક્તિનો પીછો છોડવાનું નામ લેતી નથી. વ્યક્તિ પણ પોતાના જીવનની આ મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે તમામ પ્રયત્ન કરે છે પરંતુ તેનો કોઈ ફાયદો મળતો નથી. જો તમારા જીવનમાં પણ મુશ્કેલીઓ ચાલી રહી છે તો આવી સ્થિતિમાં વાસ્તુ શાસ્ત્રની મદદથી તમારી મુશ્કેલી દૂર થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા નિયમો કહેવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વૃક્ષો છોડ આપણા જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલાક એવા છોડ વિશે કહેવામાં આવ્યું છે, જેને ઘરમાં ન લગાવવા જોઈએ નહીં તો તેનાથી જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થવા લાગે છે. આજે અમે તમને આ લેખ દ્વારા એવા કેટલાક છોડ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેને તમારે તમારા ઘર અથવા આસપાસ લગાવવાથી બચવું જોઈએ.
બાવળનું વૃક્ષ: આયુર્વેદની દ્રષ્ટિએ બાવળનું વૃક્ષ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ બાવળનું ઝાડ ઘરમાં કે આસપાસ ભૂલથી પણ ન લગાવવું જોઈએ. તમને જણાવી દઈએ કે બાવળના ઝાડમાં કાંટા હોય છે, જેના કારણે ઘરમાં અથવા આસપાસ આ છોડ લગાવવાથી ગૃહ કલેશનું કારણ બની શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ તેના કારણે ઘરમાં રહેતા લોકોની પ્રગતિ પણ અટકી શકે છે. માત્ર બાવળ જ નહીં પણ કાંટાવાળા ઝાડના છોડને ઘરમાં ન લાગાવો, તેનાથી તમારે જ નુકસાન વેઠવું પડી શકે છે. જો તમે ગુલાબનો છોડ લગાવવા ઈચ્છો છો તો તમે તેને ઘરના આંગણામાં લગાવી શકો છો. ગુલાબ માતા લક્ષ્મીજીને પ્રિય છે.
બોનસાઈનો છોડ: બોનસાઈ છોડનો ઉપયોગ મોટાભાગે ઘરની સજાવટ માટે કરવામાં આવે છે પરંતુ વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ તે યોગ્ય માનવામાં નથી આવતું. જો આ છોડ લગાવવામાં આવે તો તેનાથી સફળતાના માર્ગમાં અવરોધો ઊભા થવા લાગે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાના સંચારમાં પણ વધારો થવા લાગે છે.
બોરનું ઝાડ: વાસ્તુ શાસ્ત્ર મુજબ બોરનું ઝાડ ઘરની આસપાસ ન લગાવવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે બોરનું ઝાડ જ્યાં વાવેલું હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓ વાસ કરે છે, જેના કારણે ઘર પર તેની ખરાબ અસર પડવા લાગે છે. તમે જે પણ કામ કરો છો તેમાં કોઈને કોઈ અવરોધ ઊભા થવા લાગશે, તેથી બોરનું ઝાડ ઘર અથવા ઘરની આસપાસ લગાવવાથી બચવું. જો આ વૃક્ષ વાવેલું છે તો તેને તરત જ કાપી નાખો.
ખજૂરનું ઝાડ: ઘણા લોકોને જોવામાં આવ્યા છે કે ઘરની સુંદરતા વધારવા માટે તે ઘરે ખજૂરનું ઝાડ લગાવે છે. આમ તો ખજૂરનું ઝાડ સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ ખજૂરનું ઝાડ ઘરની આસપાસ ન લગાવેલું હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરની પાસે ખજૂરનું ઝાડ હોય છે ત્યાં પૈસા પાણીની જેમ વહી જાઈ છે અને વ્યક્તિને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ દિશામાં ન લગાવવા જોઈએ છોડ: જો તમે તમારા ઘરમાં કોઈ પણ છોડ લગાવી રહ્યા છો તો તેની દિશાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તમે કોઈ પણ છોડને તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે ન લગાવો આ સિવાય ઘરના બ્રહ્મ સ્થળ પર પણ છોડ વૃક્ષો ન લાગાવવા જોઈએ. ઘરની દિવાલની નજીક પણ છોડ ન લગાવવો જોઈએ, તેનાથી પાયો નબળો પડે છે.