ધંધો કરતી વખતે આટલી વસ્તુ નું ધ્યાન રાખશો તો ક્યારેય નુકસાની નહિ આવે

ધંધો કરતી વખતે આટલી વસ્તુ નું ધ્યાન રાખશો તો ક્યારેય નુકસાની નહિ આવે

આજકાલ ઘણાં લોકો પોતાનો બિઝનેસ સરખો ના ચાલતો હોવાની ફરિયાદ કરતાં હોય છે. નીતનવા સ્ટાર્ટઅપ શરુ થવાને લીધે બિઝનેસમાં સ્પર્ધા ખાસ્સી વધી ગઈ છે.  જો તમે કોઈ નવા ઇનોવેશન ના કરો તો ટકી રહેવાનું બહુ અઘરું થઇ પડે છે.

ચોક્કસ મહેનતનો કોઈ પર્યાય નથી એ વાત સો ટકા સાચી છે. પરંતુ જો ભાગ્ય સાથ ના આપે તો મહેનતનું યોગ્ય ફળ મળતું નથી. જો તમને આવી તકલીફ હોય તો અહીં આપેલા જ્યોતિષી ઉપાય અજમાવી જુઓ.

  • તુલસી ક્યારા પાસે દીવો કરો

  • સાંજે પૂજાના સ્થળે અને તુલસી ક્યારે દીવો જરૂર કરો.
  • કાર્યસ્થળે જતી વખતે પોતાના ઇષ્ટદેવનું ધ્યાન ધરો અને કોઈ સુગંધિત અત્તર લગાવો, આમ કરવાથી વેપારમાં સફળતા મળશે.
  • એક નાળિયેરને ચમકીલા લાલ નવા કાપડમાં લપેટીને ઘર કે વેપારના સ્થળે જ્યાં પૂજા સ્થાન હોય ત્યાં ગલ્લામાં રાખો. તેને રોજે ધૂમ બતાવવાથી વેપારમાં લાભ થાય છે.

  • શ્રીયંત્ર અને એકાક્ષી નારિયળ કોઈ પણ મહિનાના શુક્લ પક્ષમાં કોઈપણ દિવસે પોતાની દુકાનની બહાર બંને તરફ થોડો ઘઉંનો લોટ મુકો. આ કામ કરતી વખતે કોઈ તમને જોઈ ના જાય તેનું ધ્યાન રાખો.

  • બિઝનેસ સ્થળના મંદિરમાં સ્ફટિરના શ્રી યંત્ર અને એકાક્ષી નારિયાળ સ્થાપિત કરીને રોજે ગુલાબની સુંગંધિત ધૂપથી પૂજા કરવાથી બિઝનેસમાં સફળતા મળે છે. વેપાર સરખો ના ચાલતો હોય તો કાંચની શીશીમાં સરસિયાનું તેલ ભરો અને પોતાના વજનના ભારોભાર કાચો કોલસો લઇને નદીમાં પ્રવાહિત કરો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *