જો ધનને ચુંબકની જેમ ખેંચવું હોય તો કરો આ ઉપાય || સંસ્કારની વાતો

મોટાભાગના લોકો પોતાના ઘરમાં સજાવટ માટે વિવિધ પ્રકારના છોડ લગાવતા હોય છે. આ ઉપરાંત ઘણા લોકો વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર પણ પોતાના ઘરની અંદર અમુક એવા છોડ રાખતા હોય છે. જેથી કરીને તેનો સારો પ્રભાવ તેના ઘરમાં પડે. જો તમારા ઘરની અંદર વાસ્તુ શાસ્ત્રના નિયમોના આધારે છોડ લગાવવામાં આવે તો તેના કારણે તેનો સારો એવો લાભ તમને મળે છે.
આમ તો તમે તમારી આજુબાજુ ઘણા બધા છોડ જોયા હશે, પરંતુ તમારા માંથી ભાગ્યે જ કોઈ ના ઘરે એવું પ્લાન્ટ જોયું હશે જે ચુંબકની જેમ પૈસા ખેંચી લાવે છે. હા, આજે અમે તમને એવા જ એક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે લગભગ દરેક ધનિક વ્યક્તિના ઘરે રોપવામાં આવે છે અને તેમને ચુંબકની જેમ પૈસા ખેંચવામાં મદદ કરે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ પ્લાન્ટ કયો છે જે પૈસા ખેંચવામાં મદદ કરે છે.
આ છોડનું નામ છે મોર પંખી. તમને સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે, પરંતુ સત્ય એ છે કે વિશ્વના લગભગ તમામ શ્રીમંત લોકોના ઘરમાં તમને પૈસા ખેંચાતા આ છોડ ચોક્કસ મળી રહે છે. જો આ મોર પંખીના છોડને તમારા ઘરમાં લગાવવામાં આવે તો તેના કારણે તમારા ઘરની દરેક પરેશાનીઓ દૂર થઈ જાય છે. અને સાથે-સાથે તમારા ઘરમાં કાયમી માટે સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે આ ઉપરાંત આ છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઘરમાં યોગ્ય જગ્યાએ મોર પંખી નો છોડ લગાવવામાં આવે તો તેના કારણે તે ખૂબ જ લાભકારી બની શકે છે.
એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે આ છોડ લગાવો, ત્યારે તેને ફક્ત જોડીમાં રોપવો, નહીં તો ફક્ત લગાવવાથી કોઈ ફાયદો થતો નથી. આ છોડ હંમેશા ઘરના મુખ્ય દરવાજા પાસે એકબીજાની વિરુદ્ધમાં લગાવવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, એવું માનવામાં આવે છે કે જે છોડમાં વાવેતર કરવામાં આવે છે તે ઘરમાં ક્યારેય નકારાત્મકતા હોતી નથી.
અંબાણીના ઘરમાં પણ લગાવેલો છે આ ચમત્કારી છોડ:
તમને જાણીને આશ્ચર્ય થશે કે પરંતુ સત્ય એ છે કે અંબાણીના ઘરે પણ મોર પંખી આ છોડને લગાવેલો છે અને તેને પણ આ છોડ પર અતુટ વિશ્વાસ છે. આ છોડનો મહિમા જાણીને એમ કહેવામાં આવે છે કે જે ઘરમાં આ છોડ મળી આવે છે ત્યાં પૈસાથી સંબંધિત કોઈ સમસ્યા થવી શક્ય નથી.
દેવ વાહિની તંત્રમાં મોરના પાંખોની વિગત આપવામાં આવી છે. સમસ્ત શાસ્ત્રો, ગ્રંથો, વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં મોરના પંખને મહત્વપુર્ણ સ્થાન પ્રાપ્ત છે. ઘરમાં મોર પંખ એવા સ્થાન પર લગાવો જ્યાથી તે સહેલાઈથી દેખાતુ રહે. મોરના પંખ ઘરમાં રાખવાનુ ઘણુ મહત્વ છે તેના ધાર્મિક પ્રયોગ પણ છે.