ઘરનું ધાબુ ખાલી પડ્યું છે તો આ રીતે કરો કમાણી, થોડા જ મહિનાઓમાં બની જશો લખપતિ……..

Posted by

જો તમારા ઘરનું ધાબુ પણ ખાલી પડ્યુ છે તો તમારી પાસે કમાણી કરવાની બેસ્ટ તક છે. આજે અમે તમે અમુક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી લાખો પતિ બની શકો છો. આ બિઝનેસ તમને ઘરે બેઠા સારી રકમ અપાવી શકે છે. તેના માટે તમારે વધારે ઈન્વેસ્ટમેન્ટ પણ નહીં કરવું પડે. જોકે થોડી સાવધાની પણ જરૂરી છે.

સોલર પેનલ લગાવીને કરો કમાણી

સોલર પ્લાન્ટના બિઝનેસથી કમાણી કરવા માટે સરકાર પણ તેને પ્રોત્સાહન આપી રહી છે. એવામાં તમારી બિલ્ડિંગની છત પર સોલર પ્લાન્ટ લગાવવા ઈચ્છો છો તો આ તમારી વિજળીનું બિલ બચાવવાની સાથે સાથે કમાણી પણ કરાવી શકે છે.

ટેરેસ ફાર્મિંગથી કરો કમાણી

આ ઉપરાંત તમે ટેરેસ ફાર્મિંગ દ્વારા પણ કમાણી કરી શકો છે. આ માટે બિલ્ડિંગની છત પર ગ્રીન હાઉસ બનાવવાનું રહેશે. જ્યાં પોલીબેગમાં છોડ લગાવી શકાય છે. અને ડ્રિપ સિસ્ટમ દ્વાર નિયમિત સિંચાઈ કરી શકાય છે. પરંતુ તેના માટે ખાસ દેખરેખની જરૂર હોય છે.

મોબાઈલ ટાવર લગાવીને કરો કમાણી

જો તમારી બિલ્ડિંગની છત ખાલી છે તો તેને તમે મોબાઈ કિંપનીઓને ભાડે આપી શકો છો. મોબાઈલ ટાવર લગાવ્યા બાદ તમને કંપનીની તરફથી દર મહિને અમુક રકમ આપવામાં આવે છે. તેના દ્વારા તમારે સ્થાનીક નગર નિગમ પાસેથી પરવાનગી લેવાની રહેશે.

હોર્ડિંગ્સ લગાવીને કરો કમાણી

જો તમારી બિલ્ડિંગ એવા લોકેશન પર છે જે દૂરથી સરળતાથી દેખાઈ રહી છે અથવા કોઈ મેઈન રોડની નજીક છે તો તમેન ઘરની છત પર હોર્ડિંગ્સ લગાવીને સારી કમાણી કરી શકો છો. એવી એડવરટાઈઝીંગ કંપનીઓ છે જે આઉટડોર એડવરટાઈઝિંગનું કામ કરે છે. તમે આ એજન્સી સાથે સંપર્ક કરી શકો છો જે દરેક પ્રકારની ક્લીયરન્સ લઈને તમારી છત પર હોર્ડિંગ લગાવશે. જોકે તમારે સાવધાન રહેવું પડશે કે હોર્ડિંગ લગાવ્યા પહેલા એજન્સીની પાસે ક્લીયરન્સ છે કે નહીં, નહીં તો તમારા વિરૂદ્ધ સરકારી કાર્યવાહી થઈ શકે છે. હોર્ડિંગનું ભાડુ પ્રોપર્ટીના લોકેશનના આધાર પર નક્કી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *