ભારતની ડ્ર-ગ રેગ્યુલેટરી ઓથોરિટીએ રિલાયન્સ લાઇફ સાયન્સીસને બે ડોઝવાળી કોરોના રસીના ક્લિનિકલ ટ્રાયલ્સ માટે મંજૂરી આપી દીધી છે. રિલાયન્સ લાઇફ સાયન્સની કોવિડ-19 રસી કેન્ડિડેટ રિકોમ્બિનેંટ પ્રોટીન-બેઝ વેક્સીન છે. રિલાયન્સ લાઇફ સાયન્સીસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો છે.
subject expert committee (SEC)ની ગુરૂવારના રોજ યોજાયેલી બેઠકમાં રિલાયન્સ લાઇફ સાયન્સની અરજીની સમીક્ષા કરાઇ અને તેને મંજૂરી આપી દીધી છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સે પોતાની પ્રસ્તાવિત રસીના બે-બે ડોઝના પ્રથમ તબક્કાના ટ્રાયલ માટે ડ્ર-ગ રેગ્યુલેટરનો સંપર્ક કર્યો હતો.
ફેઝ-1માં શું ભાળ મેળવાય છે
ફેઝ-1 ક્લિનિકલ ટ્રાયલ્સનો ઉદેશ મેક્સિમ ટોલરેટેડ ડો-ઝ (MTD) નક્કી કરવાના ઉદ્દેશથી રસીની સુ-ર-ક્ષા, સ-હ-ન-શી-લ-તા, ફાર્માકોકાઇનેટિક્સ (PK) અને દવાઓની ક્રિયાના મિકેનિઝમ પર વિશ્વસનીયતાની માહિતી પ્રાપ્ત કરવાની હોય છે.
એક વ્યક્તિનું કહેવું છે કે ટોલરેટેડ ડો-ઝની તા-કા-ત તપાસવા માટે સામાન્ય રીતે ફેઝ-1 ટ્રાયલ્સ 58 દિવસ માટે કરાય છે. તે પૂરો થયા બાદ કંપની ફેઝ-2/3 ટ્રાયલ્સ માટે અરજી કરી શકે છે.
દેશમાં 6 કોવિડ વેક્સીન્સને મળી ચૂકી છે ઇ-મ-ર-જ-ન્સી યુઝ ઓથોરાઇઝેશન
ભારતમાં અત્યાર સુધીમાં 6 કોવિડ-19 રસી છે જેને ઇ-મ-ર-જ-ન્સી યુઝ ઓથોરાઇઝેશન મળી છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની રસી, રૂસની સ્પૂતનિક વી અને અમેરિકન કંપનીઓ મોડર્ના અને જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસી બાદ, ઝાયડસ કેડિલાની રસીને ગયા સપ્તાહે ભારતમાં EUA મેળવનાર છઠ્ઠી કોરોનાવાયરસ રસી બની ગઇ. રિલાયન્સ લાઇફ સાયન્સીસની રસી એક રિકોમ્બિનેંટ પ્રોટીન રસી હશે, જેમ કે બાયોલોજિકલ ઇ દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે.