દારૂનાં નશામાંથી મુક્તિ અપાવવામાં અસરકારક છે આ ચમત્કારી ઘરગથ્થુ ઉપચારો.

Posted by

દારૂની લત કદાચ એક સૌથી ગંદો નશો હોય છે. જો આપે દારૂની આદત છોડવાનો નિર્ણય કરી લીધો છો, તો અમે આપને બતાવીશું કે આ એટલુ મુશ્કેલ નથી કે જેટલું લાગે છે. મહિનામાં એક વાર પીવું યોગ્ય છે, પરંતુ કેટલાક લોકો એક અઠવાડિયામાં ત્રણથી ચાર વખત પીવે છે.હકીકતમાં કેટલાક લોકો તો દરરોજ પીવે છે. જો આપ દરરોજ પીવો છો, તો તે આપનાં આરોગ્ય પર નકારાત્મક અસર નાંખી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે દારૂ પીવાથી ઘણી બધી પ્રાણઘાતક બીમારીઓ થઈ શકે છે. તેથી સારૂં રહેશે કે આ લતને છોડી જ દેવામાં આવે.

કદ્દૂનાં બીજ

કદ્દૂનાં બીજમાં ઍમીનો એસિડ હોય છે કે જે મૂડને સ્થિર કરવામાં મદદ કરે છે અને દરરોજ દારૂ પીવાની ટેવને ઓછી કરે છે.

કારેલા

કારેલા આપનાં શરીરમાંથી નશાને બહાર કાઢવામાં મદદ કરશે તથા લીવર ડૅમેજને સાજું કરશે. થોડાક કારેલામાંથી જ્યુસ કાઢો અને તેમાંથી 3 ચમચી જ્યુસ 1 ગ્લાસ છાશ સાથે મેળવો. આ જ્યુસને દરરોજ સવારે નરણા કોઠે પીવો

સિંહપર્ણી

દારૂ પીતા-પીતા જ્યારે તેની આદત છોડવી પડે છે, તો લીવર અને બાઇલ જ્યુસને સાજા કરવામાં સિંહપર્ણીના મૂળ બહુ કામ આવે છે. સિંહપર્ણીની જડોને 1 કપ પાણીમાં ઉકાળીને ગાળી લો અને દિવસમાં 2થી 3 વખત પીવો

ખારેક (ખજૂર)

જ્યારે-જ્યારે દારૂ પીવાનો મૂડ કરે, તો ખજૂર ખાઈ લો. તેનાથી દારૂની તલબ ઓછી થઈ જાય છે અને સાથે જ લીવર પણ સાફ થાય છે. 1 કપમાં 4-5 ખજૂર પલાડો અને પછી તેમાંથી બીજને જુદા કરી ખાવો. આવું 1-2 મહિના કરો, આપને ફાયદો મળશે.

સિલેરી

સિલેરી માત્ર દારૂનો નશો છોડાવવામાં જ મદદ નથી કરતી, પણ શરીરમાં એકત્ર અન્ય ગંદકીઓને પણ બહાર કાઢે છે. બસ અડધી ગ્લાસ સિલેરીનો જ્યુસ પોતાનાં અડધા ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરો અને દિવસમાં બે વખત પીવો.

નારિયેળ તેલ

દારૂ પીવાથી મગજનાં મેટાબૉલિઝ્મમાં ચેંજ આવે છે, પરંતુ નારિયેળ તેલમાં એંટી-ઑક્સીડંટ હોવાનાં કારણે તે બ્રેનને હીલ કરે છે. આપે બસ દરરોજ પોતાનાં ભોજોનમાં નારિયેળ તેલની 2 ચમચી મિક્સ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *