હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. પરંતુ તેની અસર ઓછી થતા ગરમીનું પ્રમાણ વધશે. હવામાંથી ભેજનું પ્રમાણ ઘટવાથી ગરમીમાં વધારો થવાની શરુઆત થશે.
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે માવઠું થઇ રહ્યું છે અને હજી પણ માવઠાની આગાહી યથાવત (Gujarat Weather Forecast) રહેશે. જોકે, બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. હાલ અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળના ઉપસાગરમાં હલચલ શરુ થઇ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું (ambalal patel) અનુમાન છે કે, બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે.
10થી 18માં વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે અને દક્ષિણ પૂર્વિય તટ અને બાંગલાદેશમાં તેની સખત અસર જોવા મળશે. આ અરસામાં ગુજરાતમાં ગરમી પડવાની શક્યતા રહેશે. આ વાવાઝાડા બાદ પણ દક્ષિણ પૂર્વિય તટ પર દક્ષિણ ગોળાર્ધમાં બીજી એક સિસ્ટમ આકાર લેતી જોવા મળશે. એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. અરબ સાગરમાંથી બંગાળના ઉપસાગર તરફ ભેજ ખેંચાશે. જેના કારણે ગરમી પડશે.
ગંગા જમનાના મેદાનમાં 44 ડિગ્રી જેટલું તાપમાન થઇ શકે છે. ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે, ઉત્તર ગુજરાતમાં 43 અને સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેવાની શક્યતા છે. આ ઉપરાંત મેના અંતમાં અને જૂનની શરુઆતમાં દરિયા કિનારાના ભાગોમાં ચક્રવાત આવી શકે છે.