ભારત સહિત દુનિયાભરમાં મંદિરોની કમી નથી, પરંતુ ઈન્ડોનેશિયામાં આવેલું એક મંદિર ખૂબ જ ખાસ છે. આ મંદિર સમુદ્ર કિનારે સ્થિત એક મોટી શિલા પર બનેલું છે. હજારો વર્ષો દરમિયાન દરિયાના પાણીના ભરતીના ધોવાણના પરિણામે આ ખડકની રચના થઈ છે. આ અનોખા મંદિરના નિર્માણની વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે, જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.
આ મંદિર ‘તનાહ લોત ટેમ્પલ’ તરીકે ઓળખાય છે, જે ઇન્ડોનેશિયાના બાલીમાં છે. સ્થાનિક ભાષામાં ‘તનાહ લોત‘ નો અર્થ સમુદ્રની જમીન થાય છે. આ મંદિર બાલીમાં સમુદ્ર કિનારે બનેલા સાત મંદિરોમાંથી એક છે, જે સાંકળના રૂપમાં બાંધવામાં આવ્યા છે, જેની વિશેષતા એ છે કે દરેક મંદિરમાંથી આગળનું મંદિર સ્પષ્ટપણે દેખાય છે.
આ મંદિર જે શિલા પર છે તે 1980માં નબળી પડવા લાલાગી હતી, ત્યારબાદ મંદિર અને તેની આસપાસના વિસ્તારને જોખમી જાહેર કરવામાં આવ્યો. બાદમાં, જાપાન સરકારે તેને બચાવવા માટે ઈન્ડોનેશિયાની સરકારને મદદ કરી. ત્યારબાદ લગભગ ત્રીજા ભાગના ખડકને કૃત્રિમ ખડકથી ઢાંકીને નવો દેખાવ આપવામાં આવ્યો.
એવું કહેવાય છે કે તનાહ લોત મંદિરનું નિર્માણ 15મી સદીમાં નિરર્થ નામના પૂજારી દ્વારા કરવામાં આવ્યું હતું. તે દરિયા કિનારે ચાલતા ચાલતા આ જગ્યાએ પહોંચ્યા, ત્યારબાદ તેમને આ જગ્યાની સુંદરતા ગમી હતી. તે અહીં રાત પણ રોકાયા હતા.પણ અહીં રાત રોકાયો હતો. તેમણે જ નજીકના માછીમારોને આ સ્થળે સમુદ્ર દેવનું મંદિર બનાવવા વિનંતી કરી હતી. આ મંદિરમાં પૂજારી નિરર્થની પણ પૂજા થાય છે.
એવું માનવામાં આવે છે કે દુષ્ટ આત્માઓ અને ખરાબ લોકોથી આ મંદિરનું રક્ષણ તેની ખડકની નીચે રહેતા ઝેરી અને ખતરનાક સાપ દ્વારા કરવામાં આવે છે. કહેવાય છે કે પુજારી નિરર્થએ પોતાની શક્તિથી એક વિશાળ સમુદ્રી સાપ બનાવ્યો હતો, જે આજે પણ આ મંદિરની સુરક્ષામાં તૈનાત છે.