દર ગુરુવારે બારડોલી થી 510 કિલોમીટર દૂર વીરપુર આવી ભક્ત જુકાવે છે શીશ

યાત્રાધામ વીરપુરમાં જલારામબાપાના દર્શન કરવા દેશ વિદેશમાંથી ભક્તો આવીને શિશ ઝૂકાવે છે. આજે વાત કરવી છે એક એવા ભક્તની કે જેઓ દર ગુરુવારે 510 કિમી દૂર બારડોલીથી વીરપુર આવે છે અને આ પરંપરા 11 વર્ષથી ચાલી આવે છે.
બારડોલીના મહેશભાઈ વિઠલાણી વીરપુર તો 40 વર્ષથી આવે છે પરંતુ છેલ્લા 11 વર્ષથી તો દર ગુરુવારે આવી પહોંચે છે. તેઓ જણાવે છે કે પહેલા બસમાં આવતો પરંતુ હવે કાર લઈને આવું છું. 2011 માં મોરારીબાપુની રામ કથાનું આયોજન કરાયું હતું ત્યારથી લઈને અત્યાર સુધી દર ગુરુવારે અચૂક આવું છું.
બાપાના પરચા અપરંપાર છે. તેમના આશીર્વાદથી બારડોલીમાં મારો વેપાર ફૂલ્યો છે. તેમનો જીવન મંત્ર હતો કે ભુખ્યાને ભોજન બસ એ જ પ્રેરણા લઈને બારડોલીમાં મેં પહેલી એપ્રિલથી સિનિયર સિટીઝનો માટે નિશુલ્ક નાસ્તો કરાવવાની નેમ લીધી છે. ઉપરાંત જલારામબાપાની જન્મ જયંતી દરમિયાન તો હું અગાઉ જ વીરપુર અગાઉ આવીને દર્શન કરવા આવતા પદયાત્રીઓ માટે ચા,નાસ્તાની તેમજ અન્ય વ્યવસ્થા કરી જીવન ધન્ય બનાવું છું