બનાસકાંઠા: કોરોના મહામારીએ અનેક લોકોના ધંધા રોજગાર છીનવી લીધા હતા. અનેક એવા પરિવારો હતા જેઓની રોજગારી છીનવાઈ ગઈ હતી. રોજગારી છીનવાઈ જવાના કારણે પરિવારમાં મુશ્કેલી સર્જાઈ હતી.
કોરોના કાળ દરમિયાન છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સમય જતા પરિવારમાં મુશ્કેલીઓ સર્જાતા હવે પતિ પત્નીએ મળીને પાણીપુરીનો વ્યવસાય શરૂ કર્યો છે.
કોરોના મહામારીના સમયમાં પાલનપુરમાં રહેતા દિવ્યાંગ પતિ દિનેશભાઈ પટેલ અને પત્ની વીણાબેન પટેલએ શરૂ કરેલો પાર્લરનો વ્યવસાય પડી ભાંગ્યો હતો. પાર્લર બંધ થઈ જતા ગુજરાન ચલાવવામાં અતિશય મુશ્કેલી પડી હતી.
તેઓના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. સમય વિત્યો છતા મુશ્કેલીનો સમય પસાર થતો ન હતો. તેવામાં પતિ પત્નીએ મળીને પાણીપુરીનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કર્યો હતો. આ વ્યવસાય શરૂ કરતા તેઓને હવે સારી આવક મળી રહી છે.

હાલ પાણીપુરીના વ્યવસાયથી સારી આવક મેળવી રહ્યા છે. પાલનપુર અમદાવાદ હાઇવે પર લોકો મોટી સંખ્યામાં પાણીપુરી ખાવા આવે છે. પાણીપુરીના વ્યવસાયથી મળતી આવકથી પરિવારનું ગુજરાન ચાલી જાય છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના જુના લક્ષ્મીપુરા ખાતે રહેતા દિવ્યાંગ દિનેશભાઈ પટેલે ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે. તેઓને બે બાળકો છે. દીકરી ધોરણ 9માં અભ્યાસ કરે છે. અને પુત્ર 5માં ધોરણમાં અભ્યાસ કરે છે.