શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે કસ્ટમ વિભાગમાં 10 પાસ તથા 12 પાસ માટે સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
સંસ્થાનું નામ | કસ્ટમ વિભાગ |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 01 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 01 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.cbic.gov.in/ |
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન કસ્ટમ વિભાગ દ્વારા ઘ્વારા 01 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 જૂન 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કસ્ટમ વિભાગ દ્વારા ડ્રાઈવર, હલવાઈ કમ રસોઈયા, ક્લાર્ક તથા કેન્ટીન અટેન્ડટની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ
કસ્ટમ વિભાગની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | લાયકાત |
ડ્રાઈવર | રૂપિયા 19,900 થી 63,200 |
હલવાઈ કમ રસોઈયા | રૂપિયા 5,200 થી 20,200 + 2,000 ગ્રેડ પે |
ક્લાર્ક | રૂપિયા 5,200 થી 20,200 + 1,900 ગ્રેડ પે |
કેન્ટીન અટેન્ડટ | રૂપિયા 5,200 થી 20,200 + 1,800 ગ્રેડ પે |
લાયકાત:
મિત્રો, કસ્ટમ વિભાગ ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | લાયકાત |
ડ્રાઈવર | 10 પાસ |
હલવાઈ કમ રસોઈયા | 10 પાસ |
ક્લાર્ક | 12 પાસ |
કેન્ટીન અટેન્ડટ | 10 પાસ |
ખાલી જગ્યા:
કસ્ટમ વિભાગની આ ભરતીમાં ડ્રાઈવરની 07, હલવાઈ કમ રસોઈયાની 01, ક્લાર્કની 01 તથા કેન્ટીન અટેન્ડટની 08 જગ્યા ખાલી છે.
પસંદગી પ્રક્રિયા:
કસ્ટમ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- સ્કિલ ટેસ્ટ
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓફલાઈન સ્પીડ પોસ્ટના માધ્યમથી કરવાની રહેશે.
- હવે કસ્ટમ વિભાગની વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
- હવે આ ફોર્મ હાથથી અથવા ટાઇપિંગ કરી ભરી દો તથા તમામ પ્રમાણપત્રો જોડી દો.
- અરજી કરવાનું સરનામું – “The additional commissioner of customs (establishment), general commissionerate office of the principal commissioner of customs, custom house, no. 60, rajaji salai, chennai – 600 001” છે.