મોટાભાગના કપલ્સ સેક્સની મજા માણ્યા પછી કરતા હોય છે આ 5 ભુલો

મોટાભાગના કપલ્સ સેક્સની મજા માણ્યા પછી કરતા હોય છે આ 5 ભુલો

સારી સેક્સ લાઈફની એકમાત્ર નિશાની નથી. સેક્સ પહેલા ફોર પ્લે જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી તેના પછી આફ્ટર પ્લે પણ છે. પરંતુ કેટલાક કપલ્સ તેની અગત્યતા સમજતા જ નથી. જેના કારણે તેઓ જાણે-અજાણે એવી ભૂલ કરી બેસે છે. જો કે આ ભૂલ લાંબા સમય સુધી રિપિટ થયા રાખે તો સંબંધોમાં પણ ખટાશ આવી જાય છે. ત્યારે તમે પણ જાણી લો સેક્સ બાદની તમારી એવી કઈ આદતો કરી શકે છે તમને મોટું નુકસાન…

એકલા સૂઈ જવું
કેટલાક વ્યક્તિઓ એકલા સૂવાની આદત ધરાવતા હોય છે. પરંતુ જ્યારે તમે તમારા પાર્ટનર સાથે હોવ ત્યારે આ આદત પર અંકૂશ રાખવો મહત્વનો બની જાય છે. કારણકે તમારી પાસેથી પાર્ટનરને કેટલીક અપેક્ષા હોય છે જેમાં સાથે સૂવાનો પણ સમાવેશ થાય છે. તમારે તેને માન આપવું જ જોઈએ. લવમેકિંગ બાદ પાર્ટનરને એકલા મૂકી ચાદર અને તકિયો લઈ બીજા રૂમમાં જતાં રહેવું સારૂં નથી.

બાળકોની સાથે સૂઈ જવું
પ્રાઇવેટ મોમેન્ટ્સ દરમિયાન બીજા કોઇની એન્ટ્રી થાય તો દેખીતી રીતે તેની મજા મરી જતી હોય છે. જેમાં બાળકો પણ બાકાત નથી. કેટલીક સ્ત્રીઓ સેક્સ બાદ પોતાના બાળકોને બેડ પર લઇ આવી સૂવાની આદત ધરાવતી હોય છે. જોકે, આ આદતને મેલ પાર્ટનર ન સ્વીકારે તે શક્ય છે. બની શકે કે ઈન્ટરકોર્સ બાદ પણ તેને તમારી સાથે રોમાન્સ કરવાની ઈચ્છા હોય પરંતુ તમે તે જ વખતે બાળકોને બેડ પર લઈ આવો તો તેના મૂડના ખરાબ કરી શકે છે.

તરત જ સુઈ જવું
મોટાભાગના કપલ્સમાં આ અવગુણ જોવા મળતો હોય છે. જેમાં બેમાંથી એક અથવા તો બંને પાર્ટનર સેક્સ બાદ તરત જ સૂઈ જતાં હોય છે. જોકે, આમ કરવાથી સેક્સનો ચાર્મ કિલ થઈ શકે છે. સેક્સ બાદ તરત જ સૂઇ જવાથી ન તો તમે તમારા પર્ફોમન્સને એન્જોય કરી શકશો કે ન તો મૂડ એન્જોય કરી શકશો.

વોશરૂમમાં દોડી જવું
સેક્સ બાદ તરત જ વોશરૂમમાં દોડી જવું સલાહભર્યું નથી. સેક્સની હોટ મોમેન્ટ્સ એન્જોય કરીને કપલ પરસેવે રેબઝેબ થઇ ગયા હોય તે શક્ય છે પરંતુ તેનો અર્થ એવો નથી કે ત્યારબાદ તરત જ વોશરૂમમાં જતા રહો.

કોલિંગ અ ફ્રેન્ડ
આ પણ એક કોમન મિસ્ટેક છે જે કપલ્સ કરતાં હોય છે. આ સમય છે રોમેન્ટિક વાતો કરવાનો. તેમાં વચ્ચે ફ્રેન્ડ્સને ફોન કરી તેની સાથે ઓફિસ કે પછી બીજી કોઈ વાતો કરવાની જરૂર નથી. સેક્સ બાદની પળો પણ એન્જોય કરવાની હોય છે. તે દરમિયાન તમારે તમારા કાન કે આંખ મોબાઈલમાં ઘૂસાડી દેવાની જરૂર નથી. આ આદતથી તમારા પાર્ટનરને એવું ફીલ થાય છે કે તમે તેની દરકાર નથી કરતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *