કપલ્સની સૂવાની પોઝિશન પરથી જાણી શકાય છે તેમની લવ લાઇફ

Posted by

લગ્ન પછી થોડાક વર્ષ સુધી કપલની વચ્ચેની પ્રેમ અને રોમાન્સ રહે ચે. પરંતુ થોડાક વર્ષ પસાર થયા પછી પતિ-પત્નીની વચ્ચે રોમાન્સ ગાયબ થઇ જાય છે. એવું નથી કે દરેક કપલની વચ્ચે રોમાન્સ ગાયબ થઇ જાય છે. પરંતુ શુ તમે જાણો છો કે આ રીતે પણ કપલની વચ્ચે રોમાન્સ યથાવત છે કે નહીં અંગે ખબર પડી શકે છે. રાત્રે પાર્ટનરની સાથે સૂવાની રીત પરથી તમારી વચ્ચે પ્રેમની દરેક સ્થિતિ અંગે ખબર પડી શકે છે. એક રિસર્ચ પરથી સૂવાની પોઝિશન કપલની વચ્ચે પ્રેમ યથાવત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવો જોઇએ પાર્ટનરની સાથે સૂવાની રીત પરથી લવ લાઇફ કેવી છે તે જાણીએ..

– જો પાર્ટનર તમારા ખભા પર માથુ રાખીને સૂઇ જાય છે. તો તેનો મતલબ છે કે તે તમારી ખૂબ ચિંતા કરે છે. ખાસ કરીને પાર્ટનર આ રીતે સૂવાનું પસંદ કરે છે. આ રીતે સૂતા લોકો તેમના પાર્ટનરને ખૂબ પ્રેમ કરવાની સાથે તેની પર વિશ્વાસ રાખે છે.

– જો પાર્ટનર તમારો પાર્ટનર તમારી પીઠથી ચોંટીને સૂઇ જાય છે તો તે પોતાને તમારી સાથે સહજ અનુભવે છે. જો લગ્નના કેટલાક વર્ષો પછી પણ પાર્ટનરની સૂવાની પોઝિશન આ જ છે તો સમજી જાવ કે તે તમને ખૂબ પ્રેમ કરે છે અને તમારો સંબંધ રોમેન્ટિક પણ છે.

– જો પાર્ટનર તમારીથી મોં ફેરવીને સૂઇ જાય છે તો બની શકે છે કે તમારા સંબંધમાં અણબનાવ થઇ શકે છે. જોકે લગ્નના થોડાર વર્ષ પછી કપલ ખાસ કરીને આ પોઝિશનમાં આવી જાય છે.

– લગ્નના 10-15 વર્ષ પસાર થઇ ગયા પછી પણ પાર્ટનર એક બીજાની સામે મોં રાખી સૂઇ જાય છે તો સમજો કે તમારી વચ્ચે હાલ પણ પ્રેમ બાકી છે. તે સિવાય આ રીતે સૂવાથી તમારો સંબંધ મજબૂત રહેશે.

– જો તમે બન્ને બેડના અલગ-અલગ કિનારા પર સૂઇ જાવ છો તો તેનો મતલબ છે કે બન્ને લોકો પોતાના સંબંધમાં સ્પેસ ઇચ્છે છે. જો તમારો પાર્ટનર પણ આ રીતે સૂઇ જાય છે તો તમારી વચ્ચેની દૂરી વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *