સશસ્ત્ર સીમા બલમાં કોન્સ્ટેબલ/હેડ કોન્સ્ટેબલની ૧૬૩૮ જેટલી જગ્યાઓ પર બમ્પર ભરતી

Posted by

સશસ્ત્ર સીમા બલ એ દેશની સરહદની રક્ષા કરતી પ્રમુખ સેના-સંસ્થા છે. તે કેન્દ્રિય ગૃહ વિભાગના સીધા દાયરામાં કામ કરે છે. લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલાં અને ખાસ કરીને સેનામાં ભરતી થઈને દેશસેવા કરવા માંગતા યુવાનો માટે સરકારી નોકરી અને દેશસેવાનો સુવર્ણ અવસર સામે આવ્યો છે. સશસ્ત્ર સીમા બલએ પોતાને ત્યાં ખાલી પડેલી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જેવી વિવિધ પોસ્ટ માટે ૧૬૩૮ જેટલી જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની શરૂઆત ૨૦/૦૫/૨૦૨૩ થી શરૂ થઈ ગયા છે. તે આગામી ૧૮/૦૬/૨૦૨૩ સુધી ભરી શકાશે. જાણો કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે.

પોસ્ટ વાઇઝ જગ્યાઓ અને તેને અનુરૂપ શૈક્ષણિક લાયકાત

1) કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન:- કુલ જગ્યા:- ૫૪૩
શૈક્ષણિક લાયકાત:- ધોરણ ૧૦ પાસ

2) હેડ કોન્સ્ટેબલ (મિકેનિક):- કુલ જગ્યા:- ૨૯૬
શૈક્ષણિક લાયકાત:- 10th Pass+ Diploma in Motor mechanical/Automobile

3) હેડ કોન્સ્ટેબલ (ઇલેક્ટ્રીશિયન):- કુલ જગ્યા:- ૧૫
શૈક્ષણિક લાયકાત:- 10th Pass+ 1 year certificate course + 2 year Experience

4) હેડ કોન્સ્ટેબલ (સ્ટેવર્ડ):- કુલ જગ્યા:- ૦૨
શૈક્ષણિક લાયકાત:- 10th Pass + Diploma course in Kitchen Management

5) હેડ કોન્સ્ટેબલ (વેટરનરી):- કુલ જગ્યા:- ૨૩
શૈક્ષણિક લાયકાત:- 12th Pass with Science + Diploma course in Veterinary and Livestock Development

6) હેડ કોન્સ્ટેબલ (કોમ્યુનિકેશન):- કુલ જગ્યા:- ૫૭૮
શૈક્ષણિક લાયકાત:- 12th Pass with PCM or Diploma in EC

7) ASI (પેરામેડિકલ):- કુલ જગ્યા:- ૩૦
શૈક્ષણિક લાયકાત:- 12th Pass with Science and Diploma in related Trade

8) ASI(સ્ટેનો):- કુલ જગ્યા:-૪૦
શૈક્ષણિક લાયકાત:- 12th Pass + Dictation Speed 80 WPM in 10 min + Transcription 50 min in English and 65 min in HIndi

9) સબ ઇન્સ્પેક્ટર(પાયોનિયર):- કુલ જગ્યા:-૨૦
શૈક્ષણિક લાયકાત:- Degree/Diploma in Civil Engineering

10) સબ ઇન્સ્પેક્ટર(ડ્રાફ્ટસમેન):- કુલ જગ્યા:-૦૩
શૈક્ષણિક લાયકાત:- 10th Pass + ITI

11) સબ ઇન્સ્પેક્ટર(કોમ્યુનિકેશન):- કુલ જગ્યા:-૫૯
શૈક્ષણિક લાયકાત:- BE/B.Tech in EC/IT/Computer Science

12) સબ ઇન્સ્પેક્ટર(ફિમેલ સ્ટાર્ફ નર્સ):- કુલ જગ્યા:-૨૯
શૈક્ષણિક લાયકાત:- 12th Pass with Science Subject + Diploma in GNM and 2 year Experience

અરજી ફી

• અરજી ફી ઓનલાઇન ભરવાની રહેશે.
• General/OBC/EWs :- 100 to 200 Rs. post wise
• SC/ST/PH:- 0 Rs.
• All Female candidate:- 0 Rs.

અરજી કેવી રીતે કરશો

સશસ્ત્ર સીમા બલ દ્વારા પાડવામાં આવેલી આ ભરતી ઘણી મોટી ભરતી કહી શકાય. આ ૧૬૩૮ જેટલી જગ્યાઓ પર પડેલી ભરતી માટે અરજી કરવા માટે દરેક ઉમેદવારે ઓફિશિયલ વેબસાઇટ https://www.ssbrectt.gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ અરજી ફોર્મમાં માંગેલી બધી વિગતો ભરીને, પોસ્ટ પ્રમાણે ફી ભરીને સબમિટ કરવાનું રહેશે. આ પોર્ટલ તારીખ ૩૦ જુન સુધી જ ખુલ્લુ રહેશે, તેથી નોકરી વાંચ્છું ઉમેદવારોએ જેમ બને તેમ વહેલાં અરજી કરી દેવી હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *