છોકરાઓ ઉતાવળમાં કરે છે આ ભૂલો, જેના કારણે તેમનું પ્રપોઝલ છોકરીઓ કરે છે રિજેક્ટ

Posted by

દરેક છોકરાને કોઈકને કોઈ છોકરી પર ક્રશ હોય છે. એ તેની મિત્ર, ક્લાસમેટ અથવા તો સાથે કામ કરતી સહકર્મચારી હોઈ શકે છે. ક્રશ થયા પછી જે કામ બાકી રહે છે તે પ્રપોઝ કરવાનું હોય છે. પરંતુ ઘણીવાર છોકરીઓ આ પ્રપોઝલ નકારી કાઢે છે. ત્યારે છોકરાઓના મનમાં પ્રશ્ન આવે છે કે, તેમની પ્રપોઝલને કેમ રિઝલ્ટ કરવામાં આવી ? હકીકતમાં છોકરાઓ ઉતાવળમાં ઘણી બધી ભૂલો કરે છે. જેના કારણે તેમનું પ્રપોઝલ રિજેક્ટ થાય છે, ચલો આજે એ સામાન્ય ભૂલો વિશે જાણીએ.

વધુ પડતું આત્મવિશ્વાસી રહેવું –ઘણા છોકરાઓ વધુ પડતા આત્મવિશ્વાસ હોય છે અને તેઓ છોકરીને પ્રપોઝ કરતા પહેલા જીવનમાં બધું ગોઠવી લેતા હોય છે. જે સૂચવે છે કે, પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસથી ભરેલા છે. તેના વધુ પડતા આત્મવિશ્વાસને કારણે તે રીઝલ્ટ થાય છે. કારણ કે જ્યારે વ્યક્તિ વધુ પડતો આત્મવિશ્વાસ હોય ત્યારે તેની વાત કરવાની શૈલી થી માંડીને તેના હાવ-ભાવ બધું જ બદલાઈ જતું હોય છે. તો પ્રપોઝ કરતા પહેલા સકારાત્મક વિચારો યોગ્ય છે. પરંતુ તે વસ્તુ વિશે 100 ટકા વિશ્વાસ રાખવાથી પણ રિજેક્શનની શક્યતા વધી જતી હોય છે.

છોકરીના કમ્ફર્ટનું ધ્યાન રાખીને આગળ વધવું –કેટલા છોકરાઓ છોકરીઓ સાથે કમ્ફર્ટેબલ થયા પહેલા જ પ્રપોઝ કરે છે. જે રિજેક્શન નું સૌથી મોટું કારણ છે. હવે માની લઈએ કે, તમે હમણાં જ છોકરી ને મળ્યા છો. તે તમારી સાથે કમ્ફર્ટેબલ પણ નથી થઇ અને જો તમે ને પ્રપોઝ કરો તો, તેને તેને તમારા પ્રપોઝલ ને રિજેક્ટ કર્યા સિવાય બીજો કોઇ રસ્તો નહીં રહે. તેથી છોકરીને હંમેશાં થોડા સમય માટે ઓળખો અને કમ્ફર્ટેબલ થયા પછી જ આગળનું પગલું ભરો.

વાતો માનીને પ્રપોઝ કરવું –આ વાત અમે છોકરાઓ ને લાગુ પડે છે. ઘણા છોકરાઓ ને ખબર છે કે, ઘણી વખત છોકરાઓ મિત્રોની વાતોમાં આવીને છોકરી ને પ્રપોઝ કરે છે. ઘણી વખત મિત્રો ના ગ્રુપમાં છોકરીને પ્રપોઝ કરવાની શરત લાગતી હોય છે. હવે આવી સ્થિતિમાં કોઇપણ લાગણી વગર તમે ફક્ત શરત જીતવા માટે પ્રપોઝ કરો છો તો, દેખીતી રીતે એ પ્રપોઝલ રિજેક્ટ થશે.

કેળવ્યા વગર કે જાણ્યા વગર પ્રપોઝ કરવું –આજ સુધી એવો કોઈ સંબંધ નથી બન્યો કે જેમાં મિત્રતા વગર ક્યારેય પ્રેમની શરૂઆત થઇ હોય. પ્રેમની શરૂઆત ઘણી વખત મિત્રતાથી જ થાય છે. પહેલાં એકબીજા સાથે મિત્રતા કેળવે છે, એકબીજાને ઓળખે છે, સમય આપે છે. ત્યારબાદ આગળ જઈને સામેવાળી વ્યક્તિને પોતાના દિલની વાત કહે છે. હવે કોઈ છોકરી હોય કે, જે હાલમાં જ મળતી હોય અને તમે તેને પ્રપોઝ કરો તો, તે પ્રપોઝ ને રિજેક્ટ થઈ શકે છે.

વારંવાર કોલ અથવા મેસેજ કરવા –જો કોઈ છોકરી તમારી મિત્ર હોય અને તમે વારંવાર તેની સાથે વાત કરવા માટે કોલ કરતા હોય કે મેસેજ કરતા હો અને તેને જવાબ ન મળે તો પણ તમે સતત ફોન કરતા રહેશો તો, તે ઇરિટેટ થઈ જશે. આ કારણે તેના મનમાં તમારી ઇમેજ ખરાબ બનશે અને આવી સ્થિતિમાં તમે કરી પ્રપોઝલ રીઝલ્ટ થઈ જશે એ નક્કી છે.

વાત કરવા અને મળવા માટે વારંવાર કહેવું –જો કોઈ છોકરી તમારી મિત્ર છે અને તમે વારંવાર કોલ કરવા અથવા વાત કરવા માટે અથવા મળવા માટે દબાણ કરતા રહો તો, પણ તમારું પ્રપોઝલ રિજેક્ટ થશે એ નક્કી જ છે. કારણ કે, દરેક વ્યક્તિનું પોતાનું અંગત જીવન હોય છે અને જો તે હંમેશા તમે વાત કરવા માટે અથવા મળવા માટે દબાણ કરતા રહો તો તે તમારા સાથને ક્યારેય પણ પસંદ નહીં કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *