માત્ર એક મુઠ્ઠી ચોખા નો આ ઉપાય l તમારી સાત પેઢીને પણ કરોડપતિ બનાવી દેશે

Posted by

ભારતીય સંસ્કૃતિમાં ચોખાને દેવતાઓનો પ્રિય ભોગ માનવામાં આવ્યો છે. હિંદૂ ધર્મમાં ચોખાનું વધારે મહત્વ માનવામાં આવ્યું છે. તેથી જ દરેક પૂજામાં ચોખાનો પ્રયોગ કરવામાં આવે છે. કોઈપણ પૂજા, યજ્ઞ, અનુષ્ઠાન ચોખા વિના પૂરા નથી થતાં. આ ઉપરાંત ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે વ્યક્તિના કપાળે કંકુનો ચાંલ્લો કરી તેના પર પણ ચોખા લગાવવામાં આવે છે. પૂજા-પાઠ ઉપરાંત ચોખાનો ઉપયોગ તંત્ર-મંત્રમાં પણ કરવામાં આવે છે. તંત્રશાસ્ત્રના આ ટોટકા ચોખાના ઉપયોગના કારણે અત્યંત પ્રભાવશાળી બની જાય છે અને જેની અસર પણ તુરંત જોવા મળે છે. જીવનમાં ધનની સમસ્યા, પરિવારમાં ક્લેશ બધુ જ ગણતરીના દિવસોમાં દૂર થઈ જાય છે. તો જાણી લો આ ચમત્કારી ટોટકા વિશે આજે તમે પણ.

સોમવારે સવારે સ્નાનાદિ કર્મ કરી શિવલિંગની પૂજા કરવા જવું. આ પૂજા માટે એક કિલો ચોખા સાથે લઈ જવા. શિવલિંગની પૂજા કર્યા પછી તેના પર એક મુઠ્ઠી ભરીને ચોખા ચઢાવી દેવા અને બાકી બચેલા ચોખાને દાનમાં આપી દેવા. આ પ્રયોગ સતત 5 સોમવાર સુધી કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

શત્રુબાધા દૂર કરવા માટે આખા અડદના 38 દાણા અને ચોખાના 40 દાણા લઈ ઘરના આંગણાની જમીનમાં ખાડો કરી તેમાં દબાવી દેવા અને તેના પર એક લીંબુ નીચોવી દેવું. લીંબુ નીચોવતી વખતે શત્રુના નામનું સ્મરણ કરવું.

કોઈપણ શુક્રવારે રાત્રે 10 કલાકે ઘરના એકાંતવાળા સ્થાન પર બેસી એક બાજોઠ પર એક કળશ રાખવો. આ કળશ પર કેસરથી સાથિયો બનાવવો અને તેમાં દૂર્વા, ચોખા અને એક રૂપિયાનો સિક્કો પધરાવવા. આ ચોખા ભરેલા કળશ પર શ્રીયંત્રની સ્થાપના કરવી અને તેની સામે ચાર વાટનો દિવો કરવો. દિવો કર્યા પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરવું અને લક્ષ્મી મંત્રની એક માળા કરવી. મનોકામના પૂર્ણ કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

ધનપ્રાપ્તિ માટે આ અચૂક ઉપાય પણ અમલમાં તમે મુકી શકો છો. તેના માટે કોઈપણ માસની શુક્લપક્ષની ચોથની તિથી પર ચાંદીની એક વાટકીમાં ગાયનું દૂધ લઈ તેમાં ખાંડ અનેબાફેલા ચોખા ઉમેરી ચંદ્રોદય થતાં ચંદ્રને તે ભોગ ધરાવવો. ચોથથી શરૂ કરી આ કાર્ય 45 દિવસ સુધી કરવું. 45 દિવસ પછી એક કન્યાને ભોજન કરાવી તેને ઉપહાર આપવા.

છેલ્લો ઉપાય એમના માટે છે જે વ્યક્તીના ઘરમાં દરિદ્રતા રહેતી હોય. તો તેનાથી છુટકારો મેળવવા માટે શિવલિંગની સામે અડધો કિલો ચોખા લઈને બેસી જાવ. ત્યારબાદ ચોખાના ઢગલા માંથી એક મુઠ્ઠી ચોખા લઈને શિવલિંગ ઉપર અર્પણ કરો. ત્યાર પછી વધેલા ચોખાને શિવ મંદિરમાં દાન કરી દો. આ ઉપાય તમારે સતત પાંચ સોમવાર સુધી કરવાનો છે, જો તમે આ ઉપાયને અપનાવો છો, તો તેનાથી તમારા ઘરની દરિદ્રતા દુર થઇ જશે.

મિત્રો અમે ઉપર જે ઉપાયો તમને જણાવ્યા છે જો તમે આ ઉપાય અપનાવો છો, તો તેનાથી તમારું નસીબ બદલાઈ શકે છે. તેમજ તમારા જીવનમાં ચાલી રહેલી તકલીફો માંથી તમને છુટકારો મેળવી શકો છો. આ ઉપાય શાસ્ત્રો મુજબ ઘણો જ અસરકારક માનવામાં આવે અને તે કરવો પણ ઘણો સહેલો છે. જો તમે તે કરો છો તો તમને લાભ જરૂર મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *