ચીનમાં ફક્ત 28 કલાકમાં 10 માળની ઇમારતનું નિર્માણ! આખી દુનિયા સ્તબ્ધ

ચીનમાં ફક્ત 28 કલાકમાં 10 માળની ઇમારતનું નિર્માણ! આખી દુનિયા સ્તબ્ધ

આપણે ત્યાં એક હાઇ રાઇઝ બિલ્ડિંગ ઊભી કરવામાં મહિનાઓથી વર્ષોનો સમય જતો હોય છે અને ઘર કે ઓફિસનું પઝેશન લેવામાં આટલો લાંબો સમય રાહ જોવી સ્વાભાવિક હોય છે ત્યારે જ ચીને વધુ એક આશ્ચર્ય સર્જ્યુ છે. ચીનના એક ડેવલપરે ફક્ત ૨૮ કલાક અને ૪૫ મિનિટમાં ૧૦ માળની ઇમારત ઊભી કરી સૌને આશ્ચર્ય ચકિત કર્યા છે. ચીનના ચાંગ્શામા બ્રોડ ગ્રૂપે પ્રી-ફેબ્રિકેટેડ કન્સ્ટ્રક્શન સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ ઇમારત ઊભી કરી દીધી છે અને તેનો વીડિયો તૈયાર કરીને તેને સોશિયલ મીડિયા પર પણ શેર કરી દીધો છે અને હાલમાં આ વીડિયો જોરદાર વાઇરલ થઇ રહ્યો છે, લોકો વિચારી રહ્યા છે કે આવું કેવી રીતે થઇ શકે અને તે અંગે વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યા છે. હવે આપણે આ પ્રી-ફેબ્રિકેટેડ કન્સ્ટ્રક્શન સિસ્ટમ ટેકનોલોજીની વાત કરીએ તો તેના હેઠળ હાઇ રાઇઝ બિલ્ડિંગનું નિર્માણ નાના-નાના સેલ્ફ કન્ટેન્ટ મોડયૂલર એકમોનું એસેમ્બલ કરીને ઇમારત ઊભી કરવામાં આવે છે, આ એકમોને પહેલેથી ફેક્ટરીમાં તૈયાર કરી દેવામાં આવે છે. વાસ્તવમાં પ્રી-ફેબ્રિકેટેડ ઇમારતોને ઝડપથી જોડવા માટે જ ડિઝાઇન કરવામાં આવે છે.

સરળ લિવિંગ બિલ્ડિંગ સિસ્ટમ

બ્રોડ ગ્રૂપની આ લિવિંગ સિસ્ટમની સૌથી વધારે નોંધપાત્ર ખાસિયત એ છે કે દરેકે દરેક બિલ્ડિંગ મોડયૂલ એકમને ફોલ્ડ કરવામાં આવે ત્યારે શિપિંગ કન્ટેનર તરીકે સમાન ડાઇમેન્શન્સ ધરાવે છે. જેતી તેનું વહન કરવામાં ભારે સરળતા રહે છે અને ઇન્સ્ટોલ કરવું પણ સરળ પડે છે. આ કમ્પોનન્ટને સ્ટાન્ડર્ડ શિપિંગ કન્ટેનરમાં આસાનીથી ફિટ બેસે તેવા રાખવામાં આવે છે. તેથી છેલ્લે બોલ્ટ લગાવવા સિવાય કોઇ કામ રહેતું નથી.

આવી રીતે થયું બિલ્ડિંગનું નિર્માણ

ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવેલા બિલ્ડિંગના તમામ હિસ્સાને તેના નિર્માણના સ્થળ પર લાવી દેવામાં આવ્યા હતાં. આ એકમોને ક્રમબદ્ધ રીતે એક પછી એક નટ-બોલ્ટની મદદથી એક બીજા સાથે જોડવામાં આવ્યા હતાં અને એમ કરતાં આખી ઇમારત ઊભી થઇ ગઇ હતી. તે પછી તેને વીજળી અને પાણીનું કનેક્શન જોડી આપવામાં આવ્યું હતું.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.