ચૈત્ર મહિનામાં આ 2 વસ્તુ સાથે લીમડાનો રસ 8 દિવસ પીશો તો આખું વર્ષ નિરોગી જ રહેશો-લોહી ચોખ્ખું થશે.

નમસ્કાર દોસ્તો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.અને ચૈત્ર મહિનો આવવાનું એક અઠવાડિયું બાકી છે.ચૈત્ર મહિનો આવે એટ્લે બધાને લીમડો યાદ આવે.આયુર્વેદમાં લીમડાના ભરપૂર વખાણ કર્યા છે.ચૈત્ર મહિનામાં લીમડાનો રસ કેમ પીવો ? ચાલો વધુ વિગતે જાણીએ.આયુર્વેદ એમ કહે છે કે,જેનો ચૈત્ર મહિનો સુધરી ગયો તેનો ફાગણ મહિનો સુધરી ગયો,આવું કેમ ?
તો કે ભાદરવો મહિનો એ રોગોનો રાજા કહેવાય છે.માટે ભાદરવા મહિનામાં તંદુરસ્તી જાળવવા ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવાનું આયુર્વેદમાં કહ્યું છે.લીમડો એ લિવરનું સૌથી સારું ટોનિક છે,જેનું લોહી ચોખ્ખું એ માણસ તંદુરસ્ત કહેવાય.લીમડાનું મુખ્ય કામ લોહીને શુદ્ધ કરવાનું છે.એટ્લે કહેવાય છે કે ચૈત્ર મહિનો એટ્લે લોહી શુદ્ધ કરવાનો મહિનો.
આયુર્વેદ મુજબ આખો ચૈત્ર મહિનો લીમડાનો રસ પીવો,નાના બાળકોએ ૫૦ ગ્રામ,જ્યારે મોટા માણસોએ ૧૦૦ ગ્રામ લીમડાનો રસ પીવો.લીમડાનો રસ એમનેમ પીવો એવું આયુર્વેદમાં લખ્યું નથી, માટે તમે લીમડાના રસમાં સિંધવ મીઠું, હિંગ,મરી પાવડર, જીરું પાવડર, આટલી વસ્તુ નાખ્યા પછી જો તમે લીમડાનો રસ પીવો તો સોનામાં સુગંધ પડે.
લીમડાનો રસ નિયમિત પીવાથી લોહી એકદમ ચોખ્ખું રહે છે.જીરું અને મરી એ રસને પચવવાનું કામ કરે છે.માટે એક મહિનો સતત આ રીતે લીમડાનો રસ પીવો.આ સિવાય નિયમિત પણ પી શકો છો.નિયમિત લીમડાનો રસ પીવાથી મોટી ઉંમરે દવા લેવાની જરૂર નહીં પડે.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.