સુરત ના આ યુવક એ MBA ની 20 લાખ ની નોકરી ઠુકરાવી “ચા” નું સ્ટાર્ટ અપ કર્યું મહિને 2 લાખ ની આવક ઉભી કરી

ગુજરાતીઓ વેપારી પ્રજા તરીકે ઓળખાય છે. નોકરી કરતાં વેપારને મહત્વ આપતા ગુજરાતીઓ ઉદ્યોગ સાહસીનું બિરૂદ દેશ અને દુનિયામાં પામ્યા છે. નોકરી કરવાના બદલે સાહસ બતાવી શૂન્યથી સર્જન કરનાર જીગર માત્ર ગુજરાતીઓમાં જ જોવા મળે છે. આવી જ એક જીગર સુરતના એક યુવાને બતાવી છે. રત્નકલાકારના પુત્ર એ 24 લાખના વાર્ષિક વેતનની નોકરી જતી કરીને ટી શોપ શરૂ કરી છે. કોરોનાકાળ બાદ શરૂ કરેલા ચાના ધંધામાં યુવક 42 પ્રકારની ફ્લેવરની ચાનું મહિને 4 હજાર કપ વેચાણ કરીને 2 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યો છે.
નોકરી જતી કરી ધંધાની ખોજ શરૂ કરી
ચાની શોપની કરી શરૂઆત સુરતના રત્નકલાકારના પુત્ર મિતુલ પડસાલાએ કહ્યું હતું કે, પુનામાં દેશની નામાંકિત સિમ્બોસીસ કોલેજમાં MBA(HR) અભ્યાસ કરતો હતો. તે દરમિયાન રાષ્ટ્રીયકૃત બેંકમાંથી તેમણે જોબની ઓફર મળી હતી. આ જોબ માટે બેંકે તેને 24 લાખ રૂપિયા સેલેરીની ઓફર કરી હતી. પરંતુ, આ ગુજરાતી યુવાન પોતાના ધંધાની શોધમાં હતો. તેને કશું પણ વિચાર્યા વગર લાખો રૂપિયાની જોબને ઠોકર મારી દીધી હતી અને કોરોના કાળમાં જ્યારે તે સુરત આવ્યો ત્યારે લોકોની મદદ કરવાની શરૂઆત કરી હતી. આ વચ્ચે તે પોલીસવાળા અને જરૂરિયાત મંદોને ચા પીવડાવતો હતો. જે દેશ ચા પ્રધાન તરીકે પોતાની ઓળખ ધરાવે છે. ત્યાં સ્ટાર્ટ અપમાં ચાની શોપ શા માટે ન શરૂ કરાય? એવો તેને વિચાર આવ્યો હતો.
યુવક 42 પ્રકારની ફ્લેવરની ચાનું મહિને 4 હજાર કપ વેચાણ કરે છે
ચા અને કોફી વિવિધ ફ્લેવરમાં વેચાય છે
રત્ન કલાકારના પુત્ર હોવાના કારણે આર્થિક સ્થિતિ ભલે નડે પરંતુ ગુજરાતી હોવાના કારણે સાહસ લેવાનો નિર્ણય તેની અંદર હતો. આ જ કારણ છે કે, તેણે સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી અને સુરતના વીઆઈપી રોડ ખાતે તેને ચા પાર્ટનર તરીકે શોપની શરૂઆત કરી જ્યાં 42 ફ્લેવરની ચા મળે છે. જેની કિંમત 40 રૂપિયાથી લઈને 102 રૂપિયા છે એટલું જ નહીં ત્રણ પ્રકારના કોફીના ફ્લેવર પણ મિતુલના આ ટી પાર્ટનરમાં મળે છે.
ચા સાથે સમય પસાર થાય તેવી વ્યવસ્થા
મિતુલએ કહ્યું કે, એમબીએના વિદ્યાર્થીઓ જાણે છે કે, કઈ રીતે બિઝનેસને ડેવલપ કરવાનો હોય છે. આ જ કારણ છે કે, તેના આ ટી પાર્ટનરમાં ચાનો સ્વાદ જ અનોખો નથી. પરંતુ સાથો સાથ અહીં આવનાર લોકોને હળવાશ મળી રહે એ હેતુથી અનેક ગેમ પણ મૂકવામાં આવી છે. એટલું જ નહીં, અહિં એક નાની લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. જેથી ચાની સાથો સાથ યુવાનો મહત્વપૂર્ણ પુસ્તકો પણ વાંચી શકે..ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે.
મેનુમા બારકોડ લગાવાયો
આ સ્ટાર્ટ અપની સાથો સાથ ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. અહીં મેનુ જોવા માટે બારકોડ પણ આપવામાં આવ્યો છે. કોરોના કાળમાં લોકોને ચા અને અન્ય રીતે મદદ કરતા આ કોન્સેપ્ટ ધ્યાનમાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે ભારત દેશની વાત કરવામાં આવે તો અહીં 70 ટકા લોકો ચાની મજા માણતા હોય છે. માત્ર પુરુષો જ નહીં મહિલાઓ પણ ચાની શોખીન છે. પરંતુ તેઓ પુરૂષોની જેમ ચાની લારી પર જઈ ચા પી શકતા નથી. તેઓને એક સારું વાતાવરણ મળી શકે અને ચાની અનેક વેરાયટી એક જ સ્થળે મળે આ હેતુથી આ ટી પાર્ટનરનો કન્સેપ્ટ શરૂ કર્યો છે.