ચમત્કાર! વૈજ્ઞાનિકો માટે પહેલી બન્યું આ પ્રાચિન શિવ મંદિર, અહીં બંધ જ નથી થતી અગ્નિકુંડની અખંડ જ્વાલા

ચમત્કાર! વૈજ્ઞાનિકો માટે પહેલી બન્યું આ પ્રાચિન શિવ મંદિર, અહીં બંધ જ નથી થતી અગ્નિકુંડની અખંડ જ્વાલા

હિન્દુ ધર્મના આરાધ્ય દેવ શિવશંકરને ચમત્કારના સ્વામી માનવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહીં, પણ પડોશી દેશોમાં પણ મહાદેવના મંદિરો છે. પછી તે પાકિસ્તાન હોય, કે અફઘાનિસ્તાન હોય કે બાંગ્લાદેશ. હાલના દિવસોમાં પડોશી દેશ બાંગ્લાદેશ (Bangladesh) માં એક પ્રાચીન શિવ મંદિર   સોશિયલ મીડિયા પર છવાયેલું છે, જે ચમત્કારિક છે.

આ પ્રાચીન શિવ મંદિરમાં અગ્નિના કુંડની જ્યોત સામાન્ય લોકો તેમજ વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી રહી છે. ભક્તો હજુ પણ શિવ મંદિરમાં પહોંચે છે, જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે, અને આ દિવ્ય જ્યોતના દર્શન કરે છે, આ મંદિરના કુંડમાં અખંડ જ્વાલા પ્રગટે છે. ન તો તેનો સ્રોત કોઈ જાણી શક્યું છે, ન તો તેમાં કોઈ બળતણ સમાયેલું છે, તેમ છતાં આ એક ચમત્કાર છે કે જ્યોત સતત ચાલુ જ રહે છે.આ મંદિરમાં અગ્નીકુંડમાં હંમેશા અગ્નિની જ્વાળા નીકળે છે. અત્યાર સુધી કોઈ પુરાતત્વવિદ્ આ આગના સ્ત્રોતને શોધી શક્યા નથી. ‘મંદિરનું નામ’ અગ્નિકુંડ મહાદેવ મંદિર ‘રાખવામાં આવ્યું છે.

ઘણા લોકોને આ અદ્ભુત મંદિર વિશે પણ ખબર નહોતી. જ્યારે બાંગ્લાદેશ હિન્દુ એકતા પરિષદે તેના ટ્વિટર એકાઉન્ટ પર મંદિરની તસવીરો શેર કરી, ત્યારે દર્શકો તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં. આ મંદિર સમગ્ર વિશ્વ માટે આશ્ચર્યનું કેન્દ્ર છે. બાંગ્લાદેશ હિન્દુ એકતા પરિષદે શિવ મંદિરની તસવીરો શેર કરતા લખ્યું છે – ‘અગ્નિકુંડ મહાદેવ મંદિર. આ મહાદેવનું પ્રાચીન મંદિર છે, જે ચિત્તાગાંવમાં આવેલું છે.

કાઉન્સિલ (Bangladesh Hindu Unity Council) એ પણ તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, પુરાતત્વવિદો પણ આગના સ્ત્રોતને જાણી શક્યા નથી. ચિત્રોમાં, મંદિરના અગ્નિ કુંડમાં જ્યોત સ્પષ્ટ જોઈ શકાય છે. લોકોએ આ પોસ્ટ પર ‘હર-હર મહાદેવ’ લખવાનું શરૂ કર્યું, જ્યારે કેટલાક લોકોએ મંદિરની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

બાંગ્લાદેશના પ્રાચીન શિવ મંદિર (Agnikund Mahadev Temple) સિવાય શ્રીલંકા અને કંબોડિયામાં પણ ઘણા વિશાળ શિવ મંદિરો મળી આવ્યા છે. શ્રીલંકા (Srilanka) માં અઢી માઇલ લાંબુ અને 650 ફૂટ પહોળું મંદિર પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં ગણાય છે. તો, કંબોડિયા (Combodia) માં બનેલા ભગવાન વિષ્ણુના મંદિરની આજે પણ પૂજા થાય છે અને તે વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંનું એક છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *