ચમત્કાર! દુકાળમાં પણ માટેલીયા ધરામાં ક્યારે પાણી સુકાતુ નથી, શું છે રહસ્ય?

Posted by

ગુજરાત એક એવું રાજય છે જયાં અનેક વાર્તા, લોકકથા, જે શ્રદ્વા સાથે જોડાયેલી છે, અને શ્રદ્વાની વાત હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય, ઝાડ હોય કે, કૂવો, વાવ હોય કે ધરો તેની પોતાની આગવી લોકકથા છે, આવી છે એક કથા છે માટેલીયા ધરાની.

મોરબીના વાંકાનેરથી 17 કિલોમીટર દૂર આવેલું ખોડિયાર માતાનું મંદિર માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે, જેટલી જ શ્રદ્વા અહી માતાજી સાથે જોડાયેલી એટલી શ્રદ્વા અહી આવેલા માટેલીયા ધરાના પાણી સાથે જોડાયેલું છે.

કહેવાય છે કે માટેલીયા ધરામાં કયારેય પાણી ખૂટતું નથી, સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળા દરમિયાન પાણીની અછતનો સામનો કરવો પડતો હોય છે, પણ અહી આવેલા ધરામાં કયારે પાણી સુકાતું નથી, માટેલ ગામના લોકો આજ ધરાનું પાણી પીવે છે, અને તે પણ ગરણામાં ગાળ્યા વગર જ.

તમને જણાવી દઈએ કે, માટેલ ગામમાં આવેલી ભેખડો ઉપર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, મંદિરમાં ચાર પ્રતિમા છે, આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની, અહી આવેલું વૃક્ષ, માટેલીયો ધરો અને મા ખોડિયારના પરચા જોડાયેલા છે, ખોડિયાર માતાએ ડોશીમા બનીને પરચા આપ્યા હોય તેવી કથાઓ પણ છે, તો માટેલીયા ધરો, અહીનું વૃક્ષ અને મંદિરમાં રહેલુ ત્રિશૂળ દરેક સાથે એક અલગ કથા જોડાયેલી છે.

આખરે શું છે પુરી કહાની તેની રહસ્યમય કથા

કહેવામાં તો ત્યાં સુધી આવે છે કે, આ માટેલીયા ધરાની નીચે જ ખોડિયાર માતાનું સોનાનું મંદિર આવેલું છે, પણ આજ દિન સુધી ધરાનું કયારેય પાણી સુકાયું નથી, અને મંદિર દેખાયું નથી, એકવાર એક રાજાએ તે પ્રયાસ કરી પણ જોયો, પરંતુ માતાજીના પરચા સામે તેના તમામ પ્રયાસ નિષ્ફળ નિવડયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *