પોતાનું પર્સ હંમેશા પૈસાથી છલકતું રહે તેવી ઈચ્છા સૌ કોઈની હોય છે. પરંતુ કેટલીક વાર એવી સ્થિતિ સર્જાય જાય છે કે પર્સ ખાલી થઈ જાય, એટલે કે અણધાર્યા ખર્ચાનો માર તમારા ખિસ્સાને ખાલી કરે છે અને તમારે અન્ય કોઈ પાસેથી મદદ લેવી પડે છે. જો કે આવું તમારી સાથે ન થાય તેવી ઈચ્છા હોય તો તેમાં તમને જ્યોતિષશાસ્ત્ર તમારી મદદ કરી શકે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક ખાસ વસ્તુઓ પર્સમાં રાખવાથી પૈસાની તંગી ક્યારેય અનુભવાતી નથી. તો જાણી લો આજે કે કઈ કઈ એવી વસ્તુઓ કે જેને પર્સમાં રાખવી જોઈએ અને કઈ વસ્તુઓને ન રાખવી.
પર્સમાં રાખવી આ વસ્તુઓ
પર્સમાં લક્ષ્મીજીનો ફોટો રાખવાથી દરિદ્રતા દૂર થઈ જાય છે. એક લાલ રંગના કાગળ પર મનની ઈચ્છા લખવી અને તેને પર્સમાં રાખી દેવો. તમારી લખેલી ઈચ્છા ઝડપથી પૂરી થઈ જશે. પર્સમાં એક ચપટી ચોખા રાખવાથી વધારાના ખર્ચ થતાં અટકી જાય છે. પર્સમાં જે ખાનામાં પૈસા રાખતાં હોય ત્યાં ગોમતી ચક્ર અથવા કોડી અવશ્ય રાખવી.
પર્સમાં ન રાખો આ વસ્તુઓ
સિક્કા અને નોટ એક ખાનામાં ન રાખવા. ચલણી નોટને વાળીને ક્યારેય ન રાખવી. પર્સમાં ચાકુ, અરીસો ન રાખવા. પર્સમાં અશ્લીલ ચિત્રો ન રાખવા. એવી વસ્તુઓનો સંગ્રહ ન કરવો જેનો ઉપયોગ ન થતો હોય.