ચૈત્ર નવરાત્રી પહેલા ઘરે લઈ આવો આ 7 માંથી કોઈ 1 વસ્તુ માં લક્ષ્મી ધન વરસાવશે || આવશે અઢળક ધન

ચૈત્ર નવરાત્રી પહેલા ઘરે લઈ આવો આ 7 માંથી કોઈ 1 વસ્તુ માં લક્ષ્મી ધન વરસાવશે || આવશે અઢળક ધન

નવરાત્રીની (Navratri) પૂજા દરમ્યાન લાલ રંગના ઉનના આસન પર બેસવું જોઇએ. જો આપની પાસે લાલ રંગનું આસન ન હોય તો કામળો લો અને તેની ઉપર લાલ રંગનું બીજુ કપડું પાથરીને, તેના પર બેસીને પૂજા કરવી જોઇએ !હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. નવરાત્રી પર પૂરા નવ દિવસ સુધી માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. આ વખતે ચૈત્રી નવરાત્રી 22 માર્ચ 2023, બુધવારથી શરૂ થશે.

માન્યતા અનુસાર નવરાત્રીનું વ્રત રાખીને પૂર્ણ શ્રદ્ધા સાથે માતા દુર્ગાની પૂજા-અર્ચના કરવાથી માતા પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે. સાથે જ ભક્તોની દરેક મનોકામનાની પૂર્તિ કરે છે. નવરાત્રીના દિવસોમાં લોકો પોતાના ઘરમાં માતાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે અને ઘરમાં અખંડ જ્યોત પણ પ્રજવલિત રાખે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસોમાં કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે સુખ-સમૃદ્ધિના આશિષની પણ પ્રાપ્તિ કરી શકો છો. આવો, તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.

જ્યોતિષ શાસ્ત્રમાં નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતા દુર્ગાની વિશેષ કૃપા મેળવવા માટે વિશેષ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ એ ઉપાયો છે કે જે જીવમાત્રના કષ્ટોનું તો શમન કરે જ છે, સાથે જ તેના અનુસરણથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનું પણ આગમન થાય છે.

સરળ ઉપાયથી સુખ-સમૃદ્ધિના આશીર્વાદ !

⦁ ચૈત્રી નવરાત્રીમાં માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ મેળવવા માટે નવ દિવસ સુધી માતા દુર્ગાનું વ્રત રાખવામાં આવે છે. જો તમે નવ દિવસ સુધી વ્રત ન કરી શકો તો પહેલું, ચોથું અને આઠમું નોરતું જરૂરથી કરવું જોઈએ. એટલે કે પહેલાં, ચોથા અને આઠમા નોરતે ઉપવાસ જરૂરથી કરવો જોઈએ.

⦁ નવરાત્રીમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે પહેલા દિવસે પૂજા સ્થળ પર માતા દુર્ગા, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરવી જોઇએ અને પછી તેમની પૂજા-અર્ચના કરવી જોઇએ. તેનાથી દેવીના ત્રણેય રૂપના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

⦁ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ અકબંધ રાખવા માટે નવરાત્રીના નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રજવલિત રાખવી જોઇએ. તેમજ પૂજા સમયે “ૐ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ” મંત્રનો જાપ કરવો જોઇએ.

⦁ નવરાત્રીના દિવસોમાં દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરવો. જો સંપૂર્ણ પાઠ ન કરી શકો તો દુર્ગા સપ્તશતી કવચ, કીલક અને અર્ગલા સ્ત્રોતનો પાઠ જરૂરથી કરવો જોઇએ. માન્યતા અનુસાર આ કરવાથી માતા દુર્ગાના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

⦁ નવરાત્રીની પૂજા દરમ્યાન લાલ રંગના ઉનના આસન પર બેસવું જોઇએ. જો આપની પાસે લાલ રંગનું આસન ન હોય તો કામળો લો અને તેની ઉપર લાલ રંગનું બીજુ કપડું પાથરીને, તેના પર બેસીને પૂજા કરવી જોઇએ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *