ચહેરાને દૂધ જેવો ગોરો બનાવવા માટેનો ઘરેલું નુસખો.

ચહેરાની સુંદરતા વધારવા માટે અજમાવો આ આયુર્વેદિક ઉપાય આયુર્વેદમાં ઘણી એવી વસ્તુઓની જાણકારી આપવામાં આવી છે જે તમારા ચહેરાની સુંદરતાને વધારે છે. સદીઓથી સુંદરતા વધારવા માટે ઘણા લોકો આ વસ્તું અપનાવતા આવ્યા છે. રોયલ ફેમીલીથી લઇને સામાન્ય લોકો પણ આ વસ્તુનો પ્રયોગ કરી રહ્યા છે. આજના મોટા મોટા નિષ્ણાંતો પણ આ વસ્તુને ચહેરા માટે યોગ્ય અને ત્વચામાં ચમક લાવે તેમ માની રહ્યા છે. આજે અમે તમને આ આયુર્વેદિક વસ્તુઓમાંથી ઘણી વસ્તુઓ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જે તમારા ચહેરા અને ત્વચા માટે ખૂબ ઉપયોગી છે.
કાચુ દુધ
કાચુ દૂધ ઘણું ઉપયોગી હોય છે. ખાસ કરીને તમારા ચહેરાને સુંદર બનાવવા માટે કાચુ દુધ ઉપયોગી છે. તેના ઉપયોગથી તમારા ચહેરા પર કાળાશ દૂર થઇ જાય છે. કાચા દૂધને ચહેરા પર લગાવી માલિશ કરો. અને 30 મિનિટ બાદ ચહેરો રગડીને ચહેરો ધોઇ લો.
તુલસી
તુલસીના પ્રયોગથી તમે ચહેરાના ખીલ તથી ડાઘ ધબ્બા દૂર કરી શકો છો. તુલસી તમારા ચહેરામાં રહેલા વધારાના ઓઇલને રિમૂવ કરે છે. તેના માટે તમે 10 તુલસીના પાન લઇને તેને પાણીની સાથે પીસી લો. તેની પેસ્ટ તૈયાર કરી હવે તમારી ત્વચા પર લગાવી રાખો. આશરે 1 કલાક બાગ તમે ચહેરો ધોઇ લો. જેથી તમારા ચહેરાની સુંદરતા વધી જશે.
હળદર
હળદર ખૂબ ગુણકારી હોય છે. જોકે હળદરના ઘણાં ઉપયોગ છે પરંતુ હળદરને તમે તમારા ચહેરાની રંગતમાં ચમક લાવવા માટે પ્રયોગ કરી શકો છો. તે તમારા ચહેરાથી સન ટેનિંગને દૂર કરે છે. તથા ચહેરાને ગોરો બનાવે છે. જેના માટે તમે હળદર અને પાણી મિક્સ કરી તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ 1 કલાક ચહેરા પર લગાવી રાખવાથી સારુ પરિણામ મળી શકે છે.
લીંબુ
લીંબુનો ઉપયોગ ચહેરા પર ચમક આવે છે. તમારા ચહેરા પર જામી ગયેલી ગંદકીને સહેલાઇથી નીકળી જાય છે. સાથે જ તે તમારા વાળની પણ ચમક વધારે છે. તેના પ્રયોગથી તમે લીંબુનો અડધો ટૂકડો લઇને તમારા ચહેરા પર બરાબર રગડો અને 30 મિનિટ બાદ ચહેરાને બરાબર ધોઇ લો.
એલોવેરા
એલોવેરા તમારી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેનો ઉપયોગથી ત્વચા પરની કાળાશ, ખીલ સહિતની સમસ્યા દૂર કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે તમે એલોવેરાની રસને ચહેરા પર લગાવી હળવા હાથે માલિશ કરો. તે બાદ 20 મિનિટ બાદ ચહેરો બરાબર સાફ કરી લો.