Chaff Cutter Scheme In Gujarat| ચાફટ કટર સહાય યોજના 2023

Posted by

કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતલક્ષી ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. Ikhedut Portal 2022 પર ખેતીવાડીની કુલ 49 યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે. ખેડૂતોને ઉત્પાદન વધારવા તથા ખર્ચ ઘટાડવા માટે ટ્રેક્ટર સહાય આપવામાં આવે છે. Tractor Sahay Yojana નો લાભ મેળવ્યા ઘણા બધા સાધનોની જરૂર રહેતી હોય છે. જેમ કે કલ્ટીવેટર, રોટાવેટર, ગ્રાઉન્‍ડ ડીગર વગેરે ઘણાબધા ખેત ઓજારોની જરૂર પડે છે. પ્રિય વાંચકો, આજે Chaff Cutter Subsidy in Gujarat આર્ટિકલ દ્વારા ખેડૂતોને પોતાની ખેતી અને પશુપાલનમાં ઉપયોગમાં લેવાતા ચાફ કટર વિશે વિગતવાર માહિતી મેળવીશું.

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની મદદ લેવી પડે છે. જેથી સમય અને શક્તિની બચત થાય. આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે. પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર Government of Gujarat દ્વારા સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને ઈલેક્ટ્રીક મોટર ઓપરેટેડ ચાફ કટર અને એંજિન આધારે ચાલતા ચાફકટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને Chaff Cutter Subsidy in Gujarat સાધનની ખરીદી પર કેટલી સબસીડી મળે, કેવી રીતે અરજી કરવી તથા કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની માહિતી મેળવીશું.

ચાફ કટર સહાય યોજનાનો હેતુ

ખેતી અને પશુપાલન એકબીજા સાથે જોડાયેલ વ્યવસાય છે. ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતાં હોય છે. ખેતીમાં જુવાર, બાજરી, મકાઈ કે અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે. પરંતુ ઘાસચારો કાપવામાં ઘણો બધો સમય વપરાય છે. છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી. જેથી ખેડૂતોને Electric Chaff Cutter Machine ખરીદવું પડે છે. ખેડૂતોને Subsidy On Electric Chaff Cutter Machine આપવામાં આવે છે.

યોજનાનું નામ ચાફટ કટર સહાય યોજના 2022
આર્ટિકલની ભાષા ગુજરાતી અને English
યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસચારો કાપવા માટેના
ચાફ કટરને સબસીડી પર આપવાનો ઉદ્દેશ
લાભાર્થી ગુજરાતના ખેડૂતોના તમામ
સહાયની રકમ ખેડૂતોને 3 થી 5 H.P વાળી મોટરના ચાફ કટરની ખરીદી ઉપર
સબસીડી મળશે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ,
નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા
રૂ.28000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.
અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

Electric Chaff Cutter Scheme List

Ikhedu પર ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં અલગ-અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને જુદા-જુદા પ્રકારે લાભ આપવામાં છે. આ આર્ટિકલમાં ચાફ કટર સાધન સહાય જુદી-જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે. જેની વધુ ખરાઈ માટે ikhedut Portal વેબસાઈટની મુલાકાત લેવી. જેની Scheme List નીચે મુજબ છે.

  • AGR 2 (FM)
  • AGR 3 (FM)
  • AGR 4 (FM)
  • SMAM

Chaff Cutter Yojana ની પાત્રતા

ગુજરાત ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાયનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂત લાભાર્થી પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • ખેડૂતોઓએ ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઈલેક્ટ્રીક ચાફ કટર યોજનામાં સહાયનું ધોરણ

ગુજરાત રાજ્યની આ સબસિડી યોજના છે. ખેડૂત મિત્રોને આ સબસીડી યોજના મુજબ લાભ આપવામાં આવશે. જેમાં જુદી-જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

ચાફ કટર યોજનામાં અલગ-અલગ સ્કીમ માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે.

Benefit of SMAM & AGR 2 (FM) Scheme

  • ખેડૂત માટે આ ચાફ કટર યોજના છે.
  • 3 થી ઓછા H.P વાળી મોટરની ખરીદી પર સબસીડી મળશે. જેમાં સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા રૂ.16000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.
  • 3 થી 5 H.P વાળી મોટરની ખરીદી ઉપર પણ સબસીડી મળશે. જેમાં સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા રૂ.22000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.
  • 3 થી ઓછા H.P વાળી મોટરની ખરીદી પર સબસીડી મળશે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂ.20000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.
  • 3 થી 5 H.P વાળી મોટરની ખરીદી ઉપર સબસીડી મળશે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂ.28000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *