ચડોતર ગામમાં એક દિવસ પહેલા ઉજવાય છે રક્ષાબંધન, બનાસકાંઠાના આ ગામમાં 200 વર્ષથી ચાલતી ‘બળેવ’ની અનોખી પરંપરા, જાણો શું છે કારણ

Posted by

સામાન્ય રીતે રક્ષાબંધનનો તહેવાર દેશવાસીઓ શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવતા હોય છે, પરંતુ બનાસકાંઠાનું એક એવું ગામ છે કે જ્યાં રક્ષાબંધન શ્રાવણ સુદ ચૌદસને દિવસે ઉજવાય છે. બનાસકાંઠા જિલ્લામાં ચડોતર નામનું ગામ આવેલું છે, જ્યાં છેલ્લા 200 વર્ષ જૂની પરંપરા છે કે, જ્યાં શ્રાવણ સુદ ચૌદશને દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ગામના હિન્દુ ધર્મના તમામે તમામ જ્ઞાતિના લોકો શ્રાવણ સુદ ચૌદશને દિવસે જ રક્ષાબંધનની ઉજવણી કરે છે.

ચડોતર ગામની લોકવાયકા મુજબ આજથી ૨૦૦ વર્ષ અગાઉ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને ગામના તમામ ઢોર ઢાંખરોને રોગચાળામાં સપડાઇ ગયાં હતાં.જેને કારણે ગ્રામજનોને પશુઓ તેમજ જાનમાલનું મોટું નુકસાન થયું હતું. આ દહેશતને પગલે સમગ્ર ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં..

જો કે તે સમયે આ મહામારીમાંથી બચવા ગ્રામજનો એકત્ર થઇ વિદ્વાન બ્રાહ્મણ પાસે ગયા અને તે બ્રાહ્મણે ગ્રામજનોને સમગ્ર ગામમાંથી દૂધ એકઠું કરી ગામના ખૂણે ખૂણે છંટકાવ કરવાનું કહ્યું હતું. ગ્રામજનોએ બ્રાહ્મણ મુજબ કરતા સમગ્ર ગામ મહામારીથી મુક્ત થયું હતું.

આ વિદ્વાને ગ્રામજનોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ પૂનમ નહીં પરંતુ શ્રાવણ સુદ ચૌદશને દિવસે ઉજવવાનું કહ્યું હતું, બસ ત્યારથી જ આ ગામના લોકો રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશને દિવસે કરવા લાગ્યા અને ત્યારથી જ આ પરંપરા ગામમાં ચાલી આવી. આજના આધુનિક યુગમાં પણ ગ્રામજનોએ આ પરંપરા જાળવી રાખી છે, જેને લઈ આજે શ્રાવણ સુદ ચૌદસને દિવસે સમગ્ર ચડોતર ગામ રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *