બુર્જ ખલિફાની ટોચ પર ખૂબસુરત મહિલાનો રોમાંચક સ્ટંટ, વીડિયો જોઈને શ્વાસ થંભી જશે

વિશ્વની સૌથી ઊંચી ઈમારતોની યાદીમાં દુબઈના બુર્જ ખલિફાની ગણતરી થાય છે. તેની ટોચ પર ઉભા રહેવું જ બહાદૂરીનું કામ છે. એવામાં અમીરાત, જે યુનાઈટેડ અરબ અમીરાતની સૌથી મોટી એરલાઈન છે, તેણે બુર્જ ખલિફાની ટોચ પર ઉભી રહેલી એક મહિલાની નવી એડવર્ટાઈઝ જાહેર કરી છે. જે હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ 30 સેકન્ડના વીડિયોને જોઈને યુઝર્સના શ્વાસ થંભી જાય છે.
નિકોલ સ્મિથ-લૂડવિક, જે વ્યવસાયે સ્કાઈડાઈવિંગ શીખવે છે. એડવર્ટાઈઝમાં જોઈ શકાય છે કે, નિકોલ બુર્જ ખલિફાની ટોચ પર ઉભી અમિરાતની કેબિન ક્રૂના સભ્ય તરીકે જોવા મળી રહી છે. જેવી એડવર્ટાઈઝ શરૂ થાય છે, અમીરાત એરલાઈનની ક્રૂ મેમ્બર્સના યુનિફોર્માં રહેલી નિકોલ મેસેજ બોર્ડને પકડીને ઉભી રહેલી દેખાય છે. જેમાં લખ્યું હોય છે, Fly Emirates..!
જેવો કેમેરો ઝૂમ થાય છે, તમે જોઈ શકશો નિકોલ ખરેખર બુર્જ ખલિફાની ટૉચ પર ઉભી છે. જેના બેકગ્રાઉન્ડમાં દુબઈનું શાનદાર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે, જમીનથી 828 મીટર ઉપર બુર્જ ખલિફા વિશ્વની સૌથી ઊંચી ઈમારત છે.
નિકોલે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ એડવર્ટાઈઝને શેર કરતાં લખ્યું છે કે, મારા દ્વારા કરવામાં આવેલ સૌથી રોમાંચક સ્ટંટોમાંથી એક છે. તમારા ક્રિએટિવ માર્કેટિંગ આઈડિયા માટે અમીરાત એરલાઈન્સની ટીમનો હિસ્સો બનીને રાજી થઈ.
અમીરાતની એડવર્ટાઈઝને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ એકદમ ચોંકી રહ્યાં છે અને કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ વીડિયોને અત્યાર સુધી 1 લાખથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે.
બીજી તરફ અમીરાતે એક નાની ક્લિપ શેર કરી છે, જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એડવર્ટાઈઝને વિશ્વની સૌથી ઊંચી જગ્યા પર ફિલ્માવામાં આવી છે. બિહાઈન્ડ ધી સીન વીડિયોની સાથે અમીરાતે સ્પષ્ટતા પણ કરી છે કે, આ એડવર્ટાઈઝ માટે કોઈ ગ્રીન સ્ક્રિન કે ઈફેક્ટનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.