પંથકમાં લેન્ડ ગ્રેબીંગના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે હાલ કઠલાલ તાલુકાનું દાદાના મુવાડા ગામ અચાનક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.આ ગામમાં આવેલી ગ્રામ પંચાયત, દુધ મંડળી, પ્રાથમિક શાળા સહિતની 900 વીઘા જેટલી જમીનોનો ભુમાફિયાઓએ બારોબાર સોદો કરી થયું હોવાનાનું જણાતાં ગ્રામજનો સહિત સૌ કોઈ અચંબિત થઈ ગયાં હતાં.
તાલુકાના દાદાના મુવાડા ખાતે 200 વર્ષથી ખેતી કરતાં ખેડૂતોની 900 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ કે ખોટી વારસાઈ કરી દેવામાં આવી હોવાનું મામલુ પડતાં ગ્રામજનએ આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર કચેરી, ડીડીઓને આવેદન પત્ર આપ્યું છે. અને ગ્રામજનોએ માંગણી કરી છેકે બિનઅધિકૃત રીતે થયેલ વેચાણ દસ્તાવેજ તથા પાવરને રદ્દ કરી ગ્રામજનોને રક્ષણ આપવામાં આવે. સરપંચ સહિત પાંચ આગેવાનોએ જિલ્લા કલેકટર કચેરી પર આવેદનપત્ર આપ્યું હતું.
સમગ્ર મામલે તપાસ બાદ વધુ કાર્યવાહી કરાશે
આ અંગે ખેડા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે,કઠલાલના દાદાના મુવાડા ગ્રામજનોની જાણ બહાર બારોબાર દસ્તાવેજોની રજૂઆત કરી છે. જેમાં સરકારી મિલકતોનો પણ સમાવેશ થાય છે. જેમાં દસ્તાવેજ કયા આધારે થયા છે, કોણે કરાવ્યા છે અને શું કોઈ સરકારી મિલકત તેમાં આવે છે તે તમામ બાબતોની ચકાસણી બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે.