બુધવારનો દિવસ ગણેશ ભગવાનને સમર્પિત કરવામાં આવે છે. ભગવાન ગણેશ બુદ્ધિ અને શુભતાના દેવતા છે. ગણેશજી પોતાના ભક્તોના તમામ વિઘ્ન દૂર કરે છે. એટલા માટે તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. દરેક કાર્યમાં ગણેશજી પ્રથમ પૂજનીય છે. કોઇ પણ કાર્યમાં ગણેશજી પ્રથમ પૂજનીય છે. કોઇ પણ કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવે તો તે કાર્ય કોઇ પણ વિઘ્ન વગર પૂરુ થઇ જાય છે. જ્યાં ગણેશજી વિરાજે છે ત્યાં તેમની રિદ્ધિ-સિદ્ધિ અને શુભ-લાભ પણ વિરાજે છે. ગણેશજીની સાથે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે કારણ કે જ્યાં બુદ્ધિ હોય છે લક્ષ્મી પણ ત્યાં જ રહે છે. જ્યોતિષમાં ભગવાન ગણેશજીની કૃપા મેળવવા માટે કેટલાક ઉપાય જણાવ્યા છે જેને કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઇ જશે. જાણો, બુધવારના દિવસના ઉપાય વિશે…
ગણેશજીને પ્રસન્ન કરવા માટે ગણેશ અથર્વશીષનો પાઠ કરવો જોઇએ. બુધવારના દિવસે સવારે ગણેશજીની પૂજા કર્યા બાદ અથર્વશીષનો પાઠ કરો. તેનાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે. આ પાઠ ગણેશજીને અત્યંત પ્રિય છે. ગણેશ અથર્વશીષનો પાઠ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. જો તમે કોઇ પ્રકારની ચિંતામાં છો તો પણ આ પાઠ કરવાથી તમને લાભ થશે.
જો તમે ઋણથી ખૂબ જ પરેશાન છો તો બુધવારના દિવસે એક ચતુર્થાંશ મગ બાફીને તેમાં ઘી અને ખાંડ મિક્સ કરો. આ મિશ્રણ ગાયને ખવડાવી દો. આ ઉપાય નિયમિત રીતે કરવાથી ઋણ ચુકવવાની સમસ્યા દૂર થવા લાગે છે. જ્યાં સુધી તમારું ઋણ સમાપ્ત ન થઇ જાય ત્યાં સુધી આ ઉપાયને નિયમ પૂર્વક કરો.
ગણેશજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે કે તેમને દૂર્વા અને મોદક અથવા બૂંદીના લાડુ અર્પણ કરો. દૂર્વામાં અમૃત સમાન ગુણ મળી આવે છે એટલા માટે ગણેશજીને દૂર્વા પસંદ છે. મોદકનો ભોગ પણ ગણેશજીને અતિ પ્રિય છે. જો તમે મોદક નથી ચઢાવી શક્યા તો ઘીના લાડુ ગણેશજીને અર્પિત કરો. આ વસ્તુઓ અર્પણ કરવાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થાય છે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર થાય છે.
બુધવારના દિવસે કોઇ કિન્નરને કેટલાક રૂપિયા દાન કરો ત્યાર બાદ તેમાંથી થોડાક પૈસા આશીર્વાદ રૂપે લઇ લો. તે પૈસાને કોઇ લાલ રંગના કપડાંમાં લપેટીને તિજોરી અથવા ધન રાખવાની જગ્યા પર રાખી દો. તેનાથી ક્યારેય ધન-ધાન્યની કમી રહશે નહીં. પરંતુ ક્યારેય પણ તે પૈસાને અપવિત્ર હાથોથી સ્પર્શ ન કરશો.