Breaking News: RBI to Withdraw Rs 2000 Currency Note | 2000 રૂપિયાની નોટ પરત ખેંચી | Gujarati News

Breaking News: RBI to Withdraw Rs 2000 Currency Note | 2000 રૂપિયાની નોટ પરત ખેંચી | Gujarati News

આ શું? સરકારે ૨૦૦૦ની નોટો પાછી ખેંચી લીધી? જોઈ લો, તમારી પાસે તો ૨૦૦૦ની નોટો નથી ને?

સરકારે હાલમાં જ એક સર્ક્યુલર બહાર પાડીને ૨૦૦૦ ની ચલણી નોટો બજારમાંથી પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે. લોકો આ ઘટનાને નોટબંધીની જેમ જોઈને ખળભળાટ અનુભવી રહ્યાં છે. પરંતુ કોઈએ ગભરાવવાની કોઈ જરૂર નથી. સરકારે ૨૦૦૦ની નોટો બેંકોમાં બદલવા માટે સપ્ટેમ્બર મહિના જેટલો સમય આપ્યો છે. સપ્ટેમ્બર મહિના સુધીમાં દરેક વ્યક્તિએ પોતાના પાસે પડેલી ૨૦૦૦ની નોટો બેંકમાં બદલી દેવી પડશે. RBI એ પોતાના અધિકૃત બેંકોને ૨૩ મે, ૨૦૨૩ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી લોકોને ૨૦૦૦ની નોટો બદલી આપવા માટે આદેશ આપ્યો છે. એટલે હાલ લોકો પાસે ૫ મહિના જેટલો સમય છે. બેંકોમાં કોઈ અસુવિધા ઊભી ન થાય એ માટે એક સમયે માત્ર ૨૦૦૦ની ૧૦ જ નોટ એટલે કે રૂપિયા ૨૦૦૦૦ની કિંમતની જ નોટો બદલી શકાશે.

આ પહેલાં સરકારે ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ બજારમાંથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરી હતી અને તેની જગ્યાએ ૫૦૦ અને ૨૦૦૦ની નવી ડિજાઈનની ચલણી નોટો બજારમાં આવી હતી. પરંતુ આ ઉચ્ચ કક્ષાના અર્થશાસ્ત્રીઓ અને નાણાશાસ્ત્રીઓનું માનવું છે કે બજારમાં જેટલા વધુ મૂલ્યની નોટ હોય છે, કાળું નાણુ અને ભ્રષ્ટાચાર પણ એટલો જ વધે છે. મોટા મૂલ્યની નોટો કાળું નાણુ ઘટાડવાને બદલે વધારવામાં ફાળો આપે છે. સરકારે આ રૂ. ૨૦૦૦ના મૂલ્યની નોટો બંધ કરીને કાળાનાણા અને ભ્રષ્ટાચાર પર એક મોટો પ્રહાર કર્યો છે. ઘણાં લોકો સરકારના આ પગલાંને માસ્ટરસ્ટ્રોક તરીકે પણ ઓળખાવી રહ્યાં છે.

*શા માટે ૨૦૦૦ની નોટો પાછી ખેંચવામાં આવી?*

રૂ. ૨૦૦૦ના મૂલ્યની નોટોને કારણે કાળુંનાણુ વધી રહ્યું છે તેવી રજુઆત સરકારને ઘણાં સમયથી મળી રહી હતી. ૨૦૧૬ થી ૨૦૨૩ દરમિયાન અનેક ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓના ઘરે પાડેલાં દરોડામાં સરકારને ૨૦૦૦ની નોટોનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. અધિકારીઓના ગાદલાં અને તકિયામાં પણ આવી ઘણી નોટો છુપાયેલી જોવા મળી હતી. પશ્ચિમ બંગાળના પાર્થ ચેટરજીના ઘરેથી પણ આવી જ રીતે રૂ. ૨૦૦૦ની નોટોનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. આમ, લોકો કાળા નાણાનો સંગ્રહ કરવા માટે રૂ. ૨૦૦૦ની નોટોનો ઉપયોગ કરતા હતા.

*સરકારને શંકા કેવી રીતે ગઈ?

RBI દ્વારા અત્યાર સુધીમાં ૫૦૦ અને ૨૦૦૦ની ૬૮૪૯ કરોડ ચલણી નોટો છાપવામાં આવી હતી. પણ તેમાંથી ૧૬૮૦ કરોડ નોટો બજારમાંથી ગાયબ છે. સરકારને આ હિસાબ મળી રહ્યો નથી. ગુમ થયેલી કુલ નોટોનું મૂલ્ય ૯.૨૧ લાખ કરોડ છે. આટલા મોટા પ્રમાણમાં નોટો ભરતીય બજારમાંથી ગાયબ હોય તો એ દેશના અર્થતંત્ર પર મોટું સંકટ લાવી શકે છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં ભ્રષ્ટ અધિકારીઓના ઘરે પાડેલાં દરોડામાં ૯૫% જેટલી ૫૦૦ અને ૨૦૦૦ની નોટો જોવા મળી હતી. જે કાળાનાણા તરીકે સંગ્રહીત હતી.

નાણાનાં સર્ક્યુલેશનમાં ખૂટતું નાણુ કાળું નાણું જ હોય એમ સરકાર સ્પષ્ટપણે માનતી નથી. છતાં પણ કાળા નાણાના સંગ્રહમાં ૨૦૦૦ની નોટોનો બહુ મોટો ફાળો રહેલો છે એ બાબત પણ નકારી શકાય એમ નથી. આમ તો સરકારે વર્ષ ૨૦૧૯થી જ ૨૦૦૦ની નોટ છાપવાનું બંધ કર્યું છે પણ ચલણમાં ચાલુ રાખી હતી. હવે ટૂંક સમયમાં તે ચલણમાંથી પણ ગાયબ થઈ જશે. એટલે જો તમારી પાસે ૨૦૦૦ની નોટ હોય તો તુરંત જ પોતાની બેંકમાં જઈને બદલાવી લેવી હિતાવહ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *