બ્રાઝિલની 7 વર્ષીય નિકોલ ઓલિવિરા સૌથી નાની વયની ખગોળશાસ્ત્રી બની, નાસા માટે 7 એસ્ટરોઇડની શોધ કરીને સન્માન મેળવ્યું

બ્રાઝિલની નિકોલ ઓલિવિરા નાસા માટે 7 એસ્ટરોઇડ્સ શોધનારા સૌથી યુવા ખગોળશાસ્ત્રી બની ગઈ છે. એક અહેવાલ અનુસાર, આ 7 વર્ષની બાળકીએ નાગરિક વિજ્ઞાનના કાર્યક્રમ એસ્ટરોઇડ હન્ટમાં ભાગ લીધો હતો. આ હન્ટ આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્રની શોધ સહયોગ-નાસા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. નિકોલે 7 લઘુગ્રહોની શોધ કરી. તેમને તેમની સિદ્ધિ માટે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે નિકોલ 2 વર્ષનો હતી, ત્યારે તેણે તેની માતાને એક તારો લાવવા કહ્યું. એક દિવસ તેની માતા તેને તારાઓ વાળું એક રમકડા લાવી આપ્યું જેથી નિકોલ ખુશ થઇ. તે દિવસોથી તેને ખગોળશાસ્ત્રમાં રસ હતો.
હાલમાં, નિકોલ ઘણી શાળાઓ અને કાર્યક્રમોમાં ખગોળશાસ્ત્ર વિશે પ્રવચનો આપે છે. તેમને બ્રાઝિલના વિજ્ઞાન, તકનીકી અને ઇનોવેશન મંત્રાલયે એસ્ટ્રોનોમી અને એરોનોટિક્સ વિષયના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં પ્રવચન આપવા આમંત્રણ પણ આપ્યું હતું. રોગચાળાને કારણે નિકોલ આ તમામ ઇવેન્ટ્સમાં ઓનલાઇન હાજર રહી હતી.