બોરી માં વાનર ને ભરી ઢોર માર માર્યો, 38 થી વધારે વાંદરાઓના રામ રમી ગયા, ક્રૂર બન્યા માણસ 50 થી વધારે વાનર ને ઝેર આપ્યું

કર્ણાટકના હાસન જિલ્લાના ચૌદાનહલ્લી ગામમાં પશુ ક્રુરતાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના આ ગામમાં 38થી વધારે વાંદરાઓને ઝેર આપીને મારી નાખ્યા છે. તો વળી 20 અન્ય વાંદરાઓની હાલત ગંભીર બતાવાઈ છે. કહેવાય છે કે, વાંદરાઓને ઝેર ખવડાવીને માર્યા ઢોર માર માર્યો હતો. જે બાદ ત્રણ ડઝનથી વધારે વાંદરાઓના મોત થઈ ગયા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર અમુક આવાર તત્વોએ વાંદરાઓને ઝેર આપી દીધું.
બોરીઓમાં ભરીને માર્યા અને ચૌદાનહલ્લી ગામની પાસે રોડ કિનારે ફેંકીને જતા રહ્યા હતા. બરબરતાનો શિકાર બનેલા આ વાનરોમાંથી 20 વાનરોને ગામ લોકોએ તાત્કાલિક પાણી આપ્યું. રોડ કિનારે પડેલા આ વાનરોને રાહદારીઓ બોરીઓ ખોલી તો અંદર જોઈને ડઘાઈ ગયા. અમુક ગામલોકોનું કહેવુ છે કે, બોરીઓમાં ભરીને વાંદરાઓને ખૂબ માર માર્યો છે. જે વાનરો બચી ગયા હતા, જે શ્વાસ લેવામાં હાંફી રહ્યા અને હલનચલન પણ કરી શકતા નહોતા.
વનવિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે. તેમણે મરેલા વાંદરાઓ માટે જરૂરી વ્યવસ્થા કરી તેમને દફનાવ્યા છે. પોલીસનું કહેવુ છે કે, પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળે છે કે, તેમને ઝેર આપવામાં આવ્યુ છે.
પોલીસ અધિકારીઓનુ કહેવુ છે કે, ચેક પોસ્ટ પર સ્થાનિક લોકો પાસેથી પૂછપરછ અને તપાસ કરી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યુ હતું કે, એવુ લાગે છે કે ટ્રકમાં લાવીને અહીં ફેંકી દેવામાં આવ્યા છે. કારણ કે બાઈક અથવા કારમાં આટલી મોટી સંખ્યામાં વાનરોને લાવવા મુશ્કેલ છે