ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે.શિક્ષણ બોર્ડને વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરાશે, વોટ્સએપ નંબર મોકલી વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે. ગત વર્ષે 2022માં ધો. 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. આ વર્ષે કોરોના બેચનું પરિણામ ઘટશે કે વધશે તેના પર સૌ કોઈની મીટ છે.
વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારબાદ ધોરણ 10નું પરિણામ જાહેર થયું અને હવે આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. અગાઉના પરિણામની જેમ જ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ તથા વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે.
4.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારથી વિદ્યાર્થીઓને પરિણામને લઈને આતુરતા હતી, જેનો હવે અંત આવ્યો છે. આવતીકાલે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે.
ધો.12 સાયન્સની જેમ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ઘટશે કે વધશે?
દર વર્ષે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થાય છે, ત્યારબાદ ધોરણ 10નું પરિણામ જાહેર થાય છે. પરંતુ પ્રથમ વખત આ વર્ષે 12 સાયન્સના પરિણામ બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું અને અંતમાં 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. 12 સાયન્સમાં ગત વર્ષ કરતાં ઘટાડો નોંધાયો છે, ત્યારે 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં વધશે કે ઘટશે તેને લઈને મુંઝવણ છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ વેબસાઈટ દ્વારા કેવી રીતે જોવું?
- સૌ પ્રથમ gseb.org ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો
- ત્યાર બાદ તમારો રોલ નંબર દાખલ કરો.
- બાજુમાં આપેલ go ટેબ પર ક્લિક કરો.
- પરિણામ સ્ક્રીન પર આવી જશે.
SMS દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 કેવી રીતે જોવું?
- ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
- નીચેના ફોર્મેટમાં સંદેશ બનાવો: GJ12SSeat_Number
- હવે આ SMS 58888111 પર મોકલો.
- GSEB HSC પરિણામ 2023 ગુજરાત એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.